આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

ઘણા લોકો આખો દિવસ કામ કરીને ઘરે આવતા હોય છે તેવાંમાં ઘણુ બધું ટેન્શન પણ હોય છે, તે વ્યક્તિ રાત્રે સુવા જાય ત્યારે ઊંઘ ના આવવાની સમસ્યા થતી હોય છે, માટે આ સમસ્યાને કઈ રીતે દૂર કરવી જોઈએ તેના વિષે આજે અમે તમને જણાવીશું.

મોટાભાગના લોકો અણિદારની સમસ્યાથી પીડાતા જોવા મળે છે, ઊંઘ ના આવીએ તે પણ એક પ્રકારની ગંભીર બીમારી પણ કહી શકાય છે. આ બીમારીમાં દેશી ઉપાય અપનાવીને દૂર કરી શકાય છે, જે અનિદ્રાની ગંભીર બીમારી માંથી છુટકાળો અપાવશે.

તમને ઉપાય જણાવ્યા પહેલા જણાવી દઉં કે ઊંઘ ના આવવાના પણ ઘણા બધા કારણો જવાબદાર છે. જેમ કે, માનસિક તણાવ, માસિક સ્ટ્રેસ, આ સિવાય મગજમાં એવા કેટલાક વિચારો આવતા હોય જેના કારણે પણ ઊંઘ નથી, ઊંઘ ના આવવાની બીમારી ઘર ના કરવા દેવાય નહિ તો ઘણા રોગો થવાનું જોખમ પણ વઘી શકે છે.

જયારે તમને 11 વાગ્યે કે 1 વાગ્યા સુઘી ઊંઘ ના આવે અને આમતેમ પડખા ફેરવવા પડતા હોય તો સમજવાનું કે અનિદ્રાની સમસ્યા થવાનું શરૂ થઈ ગયું છે. રાત્રે મોડા સુધી મોબાઈલ જોવાની ખરાબ ટેવ પણ અનિંદ્રાનું જોખમ વધારી શકે છે સાથે મોડા સુધી મોબાઈલ જોવાથી આંખોને પણ ઘણું નુકસાન થઈ શકે છે.

માટે રાત્રે સુવાના એક કલાક પહેલા મોબાઈલ જોવાનું બંધ કરવું જોઈએ અને મોબાઈલને પલંગથી દૂર રાખીને ઊંઘવું જોઈએ. આ માટે અનિદ્રાની સમસ્યા દૂર કરવા માટેના ઘરેલુ ઉપાય ખુબ જ અસરકારક સાબિત થાય છે. તો ચાલો જાણીએ ઘરેલુ ઉપાય વિષે.

રાત્રે સારી ઊંઘ લાવવાની ટિપ્સ: આ માટે તમારે એક રૂમ બંઘ કરીને શાંત વાતાવરણ કરી લેવાનું છે, ત્યાર પછી પલંગમાં પલોંઠી વાળીને ટટાર બેસી જવાનું છે, પગમાં કોઈ પણ જગ્યાએ ટેકો લેવાનો નથી, ત્યાર પછી બને હાથને ઢીચણ પણ મૂકી દેવાના છે,

ત્યાર પછી તમારે ઊંડો શ્વાસ લેવાનો છે અને તેને બહાર નીકાળવાનો છે, શ્વાસને મોં વડે બહાર નીકાળવાનો છે. આવી રીતે શ્વાસ ઊંડો ખેંચો અને મોં વડે શ્વાસ ને બહાર નીકાળી લો, સતત પાંચ મિનિટ સુઘી આ પ્રક્રિયા કરવાની છે,

ઘ્યાનમાં રાખવું કે શ્વાસ લેવાની પ્રક્રિયા ચાલુ હોય ત્યારે તમારે માત્ર શ્વાસ પર જ ઘ્યાન આપવાનું છે, બીજા કોઈ પણ વિચારો મનમાં લાવવાના નથી, જો મનમાં બીજા વિચારો આવશે તો ઘ્યાન બીજી બાજી કેન્દ્રિત થઈ જશે, માટે પાંચ મિનિટ માટે સતત શ્વાસ પર જ ઘ્યાન કેન્દ્રિત કરવું.

જેથી મગજમાં જે કઈ વિચારો હશે તે દૂર થશે અને તણાવ માંથી સંપૂર્ણ મુક્તિ મળશે, જેથી મગજ શાંત થશે અને પથારીમાં પડતાની સાથે જ ઊંઘ આવી જશે અને અનિદ્રાની સમસ્યા દૂર થઈ જશે. જો તમને પણ ઊંઘ ના આવવાની સમસ્યા હોય તો એક વખત પાંચ મિનિટ કરીને જોવો માત્ર પાંચ મિનિટમાં ઘસઘસાટ ઊંઘ આવી જશે.

દિવસમાં ઓછામાં ઓછી 6-7 કલાક ની ઊંઘ લેવાથી શરીરનો બધો થાક દૂર થઈ જાય છે જેથી શરીરમાં કમજોરી આવતી નથી અને કામ બીજા દિવસે કામ કરવનું મન લાગેલું રહે છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *