ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા માટે અમે તમને અમુક વસ્તુઓ પીવાનું જણાવીશું જે વસ્તુઓ તમે પીશો તો તમારા શરીરને ફાયદાઓ થશે અને તમને ઉનાળાની ગરમી અને લૂંથી તમે સરળતાથી બચી જશો.
ઉનાળાની શરૂઆત થાય એટલે ઠંડું પાણી, કોલ્ડ્રિંક્સ અને એર કન્ડિશન વધારે પડતું આપણે ઉપયોગ કરીએ છીએ પરંતુ તમે તમારા શરીરને એરકન્ડીશન ની અને ઠંડાપીણાની ટેવ પાડી ને તમારા શરીરને નુકસાન પહોંચાડી રહ્યા છો.
એની જગ્યા પર અહીંયા તમને કેટલાક વિષે તમને જણાવીશું એ પીણાં પીશો તો તમે અંદરથી તમને જે બળતરા હશે કે ઉનાળાની લૂ લાગતી હશે તેમાંથી તમે બચી જશો. તો ચાલો જાણીએ ઉનાળાના અમૃત કહેવાતા પીણાં વિષે.
1) જીરા- મીઠાવાળી છાશ: ઉનાળામાં મોળી છાશમાં જીરું અને મીઠું નાખીને છાશ પીવાથી ઘણા ફાયદા થાય છે. જે લોકોને ખોરાક બરાબર પચતો નથી તે ખોરાક બરાબર પચી જશે. તમારી પાચનની બધી સમસ્યાઓ દૂર થઇ જશે. ઉનાળામાં હોજરીનો અગ્નિ છે તે મંદ હોય છે. છાશનું સેવન કરવાથી હોજરીનો અગ્નિ સતેજ થાય છે પરિણામે તમારું ભોજન તે સરળતાથી પચી જાય છે.
2) લીલા નાળીયેરનું પાણી: ઉનાળાનું બીજું અમૃત છે લીલા નાળીયેરનું પાણી. લીલા નાળીયેરનું પાણી અમુક લોકો તો બારેમાસ સેવન કરતા હોય છે. લીલા નાળીયેરનું પાણી પીવાથી તમારા શરીરમાં સ્ટેમિના જળવાઈ રહેશે, તમારી શારીરિક શક્તિ જળવાઈ રેહશે અને તમે ડિપ્રેશનનો શિકાર થતાં બચી જશો. તો લીલા નાળીયેરનું પાણી પીવા તે દરેક લોકો માટે ઉનાળામાં ખૂબ જ સારું રહેશે.
3) ડુંગળી: ઉનાળાનું ત્રીજું અમૃત છે ડુંગળી. તો બપોરે ભોજનમાં ડુંગળીનું સેવન કરવું જોઈએ. ડુંગળીની ઉપર મીઠું અને લીંબુનો રસ નાખીને ડુંગળી ખાવાની છે. આ ડુંગળીનું સેવન કરવાથી તમને લૂ લાગતી બંધ થઈ જશે અને તમે લૂંથી બચી જશો.
4) લીંબુ-પાણી : ઉનાળાનું ચોથું અમૃત છે લીંબુ- પાણી. લીંબુ અને પાણી તેમાં ગળપણ માટે સાકર અને મધ નો ઉપયોગ કરી શકો છો. આ પ્રકારે લીંબુ પાણી પીવાથી તમે ડિહાઇડ્રેશનથી બચી જશો, તમારા શરીરમાં સારી શક્તિ જળવાઈ રહેશે અને લૂ પણ નહીં લાગે અને પાચનશક્તિ પણ મજબૂત થશે.
5) તરબૂચ: ઉનાળાનું પાંચમું અમૃત છે તરબૂચ. ઉનાળામાં પાણીવાળા ફળોનું સેવન કરવાથી તમારા શરીરમાં જે લૂ લાગવાના પ્રશ્નો છે, ગરમી લાગવાના પ્રશ્નો છે, ડિહાઇડ્રેશન નો શિકાર થાઓ છો, શરીરમાં શારીરિક નબળાઈ ગરમીને કારણે આવે છે. આ બધા પ્રશ્નો સોલ થઈ જશે અને તમે તેનાથી બચી જશો. તો ઉનાળામાં બને તેટલા વધુ તરબૂચ ખાવાનો આગ્રહ રાખજો.
6) ગુલકંદ: ગુલાબ છે એ ઠંડો સ્વભાવ ધરાવે છે, શરીર માટે પણ ઠંડક છે, હોજરી માં ઠંડક ઉત્પન્ન કરે છે અને તમને લૂ લાગવાથી પણ આ ગુલકંદ બચાવી લેશે.
7) કેરીનો મુરબ્બો: કાચી કેરી નો મુરબ્બો બાળકોને સૌથી પ્રિય હોય છે. કાચી કેરી નો મુરબ્બો પણ તમને લૂ લાગવાથી બચાવી લેશે અને તમને ઉનાળામાં ખાસ કાચી કેરીના મુરબ્બાની સેવન તમારે લોકોએ કરવો જોઈએ.
8) કેરીનો રસ: પાકી કેરીનો રસ પરંતુ આ કેરીના રસમાં તમારે સૂંઠ નાખીને આ કેરીનો રસ ખાવાનો છે. ઉનાળા માટે આ સૌથી સારું છે. ઉનાળામાં લૂ લાગવાના પ્રશ્નોથી પણ તમે બચી જશો અને સૂંઠ નાખશો તો તમને લોકોને પાકી કેરીનો રસ સરળતાથી પચી જશે.
તમે લોકો જોયું હશે ઉનાળાની સીઝન પછી એક કેરી ખાધા પછી અમુક લોકોને હાથ પગના ગોઠણ ના દુખાવા વધારે થતાં હોય છે. તો સૂંઠ નાખવાથી તમને લોકોને યુરિક એસિડનું પ્રમાણ જળવાઈ રહેશે, વધશે નહીં તો હંમેશા રસ છે તે સૂંઠ નાખીને ખાવો જોઈએ.