કોઈ પણ ઋતુ હોય ત્વચાની સંભાળ લેવી ખુબ જ મહત્વપૂર્ણ છે. હવામાન બદલવાની સીધી અસર આપણી ત્વચા પર પડે છે. કોઈ પણ ઉંમરે ત્વચાને સ્વસ્થ અને ગ્લોઇંગ રાખવા માટે, આહારમાં પોષક તત્વોનું સેવન કરવું ખુબજ જરૂરી છે.

જે રીતે આપણા શરીરને યોગ્ય રીતે ચલાવવા માટે પોષણની જરૂર હોય છે, તેમ આપણી ત્વચાને સ્વસ્થ અને ગ્લોઇંગ રાખવા માટે પોષણની જરૂર હોય છે. પરંતુ આજની ભાગદોડભરી જીંદગીમાં આપણે કામમાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે આપણે આપણા શરીર કે ત્વચાની સંભાળ રાખી શકતા નથી.

દરેક લોકો રજાઓ દરમિયાન, પોતાના સ્વાસ્થ્ય અને ત્વચા બંનેની સંભાળ લઈ શકે છે. આવી સ્થિતિમાં અમે આ લેખમાં તમને કેટલાક ખોરાક વિષે જણાવીશું જે તમારી ત્વચાને સ્વસ્થ અને ગ્લોઇંગ બનાવી રાખશે.

1. ખીચડી: તમને જણાવીએ કે ખીચડી એ હળવો ખોરાક છે. અઠવાડિયામાં બે થી ત્રણવાર રાત્રે ખીચડીનું સેવન કરવાથી આપણું સ્વાસ્થ્ય અને ત્વચાની સુંદરતા બંને જળવાઈ રહે છે. ખીચડી ખાવાથી પાચન બરાબર રહે છે. ખીચડીમાં તમારી પસંદ પ્રમાણે તમે તેમાં શાકભાજી ઉમેરીને તેને વધુ પૌષ્ટિક બનાવી શકો છો.

2. કાચી શાકભાજી: આરોગ્ય માટે કાચી શાકભાજી ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. કાચા શાકભાજી ખાવાથી તમને તેના વધુ ફાયદા મળે છે. કાચા શાકભાજી ખાવાથી ત્વચામાં કુદરતી નિખાર આવે છે. કાચા શાકભાજીમાં તમે બ્રોકોલી, ગાજર, સલાદ વગેરેનો સમાવેશ કરી શકો છો. આ શાકભાજી તમારી ચમકતી ત્વચાને જાળવી રાખે છે.

3. દહીં: દહીંમાં સારા બેક્ટેરિયા જોવા મળે છે, જે યોગ્ય ચયાપચય જાળવવામાં મદદ કરે છે. એટલા માટે જ જમ્યા પછી એક ચમચી દહીં ખાવાની સલાહ આપવામાં આવે છે. બની શકે તો દરરોજ 1 થી 2 ચમચી દહીં ખાવું અથવા તો અઠવાડિયામાં એક વાર દહીંનો આહારમાં સમાવેશ કરો. દહીં ખાઈને તમારા પાચન અને ત્વચાને સ્વસ્થ રાખી શકો છો.

4. ફ્રૂટ સલાડ: એવોકાડો, સફરજન, કેળા, નારંગી જેવા ફ્રૂટ સલાડ અને અખરોટ જેવા ડ્રાયફ્રૂટ તમારા વાળ અને ત્વચાની ગ્લો જાળવવામાં મદદ કરી શકે છે. અઠવાડિયામાં એકવાર તેમનું સેવન કરવું સ્કિન માટે ફાયદાકારક હોઈ શકે છે.

જો તમે પણ આટલી વસ્તુઓ ખાવાની શરુ કરશો તો ઘડપણમાં પણ એકદમ સ્વસ્થ્ય અને જુવાન દેખાઈ શકો છો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *