આજકાલ બધા લોકો સુંદર દેખાવા માંગે છે પરંતુ પ્રદુષણ, ધૂળ અને આપણી કેટલીક ખાવાની ખોટી આદતો અને કસરતના અભાવે ઘણા લોકો ઉમર પહેલા જ ઘરડા દેખાવા લાગે છે. દરેક વ્યક્તિ સુંદર દેખાવા માટે જુદા જુદા પ્રયત્નો કરે છે પરંતુ ઘણા લોકો કેટલાક કારણોથી સુંદર દેખાઈ શકતા નથી.
નિષ્ણાતોની માનીએ તો, જ્યારે શરીરમાં હોર્મોન્સનું અસંતુલન થાય છે, ત્યારે મેલાનોસાઇટ્સ સેલમાંથી મેલાનિન ઉત્પન્ન થાય છે. જેના કારણે ત્વચા પર ડાર્ક સ્પોટ્સ દેખાવા લાગે છે. આ માટે તણાવ ઓછો કરવો અને ત્વચાની સંભાળ રાખવી જરૂરી છે. તમે ડૉક્ટરની સલાહ પણ લઈ શકો છો.
જો તમે પણ ચહેરા પર કરચલીઓ અને ચહેરાના ખીલથી પરેશાન છો અને તેનાથી છુટકારો મેળવવા માંગતા હોવ તો આ એન્ટી એજિંગ વિટામિન્સ અને આવશ્યક પોષક તત્વો મદદરૂપ સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ આ પોષક તત્વો વિષે.
વિટામિન એ: આહારમાં વિટામિન-એથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરવાથી સ્વાસ્થ્ય પર સાનુકૂળ અસર પડે છે. તેને રેટિનોલ પણ કહેવામાં આવે છે. તે એન્ટી-એજિંગ સપ્લીમેન્ટ્સ અને સીરમમાં મદદરૂપ થાય છે. તે ટ્રેટીનોઈન પ્રાપ્ત થાય છે, જે ચહેરાની કરચલીઓ દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. આ માટે વિટામિન-એ ધરાવતાં ફળો અને શાકભાજીનું સેવન કરો.
વિટામિન C: તમને જણાવીએ કે વિટામીન C ને એસ્કોર્બિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે કોલેજેન પ્રોડક્શન અને જાળવણી માટે જરૂરી છે. તે એક બળવાન એન્ટીઑકિસડન્ટ છે જે ત્વચા પર કરચલીઓ, ત્વચા ઢીલી થઈને ઝૂલવા લાગવી અને વૃદ્ધત્વના અન્ય ચિહ્નોનું મુખ્ય કારણ છે એવા ફ્રી રેડિકલને ન્યુટ્રલાઇઝ કરી શકે છે છે.
વિટામિન C સ્કિન બર્ન્સની સારવાર અને ડિસ્કલરેશન સામે સ્કિનનું રક્ષણ કરવા માટે તે યોગ્ય છે. વિટામિન C થી ભરપૂર તમારે લીંબુ, મોસંબીનો રસ, નારંગી, કોબી, દ્રાક્ષ, કાચી કેરી, કાકડી વગેરે ખાવી જોઈએ.
વિટામિન E: વિટામીન-ઇ એ એન્ટીઓક્સીડેન્ટ છે. તે ત્વચાને ફ્રી રેડિકલથી બચાવે છે. સેલેનિયમ વિટામિન-ઈની ઉણપને પૂર્ણ કરે છે. તે એક ખનિજ છે, જે વૃદ્ધત્વ વિરોધી તરીકે કામ કરે છે. વિટામિન E ત્વચાના કુદરતી મોઇશ્ચરાઇઝરને જાળવી રાખીને તેને ડ્રાયનેસ સામે લડવામાં મદદ કરે છે.
ત્વચા માટે તમારે વિટામિન Eથી ભરપૂર બદામ, સનફ્લાવર સીડ્સ, શક્કરિયાં, મગફળી, ઘઉંના જ્વારા વગેરે ખાવું જોઈએ.
વિટામિન K: વિટામિન K ત્વચાની વિવિધ કંડિશન્સ જેમ કે તમારા ચહેરા પરની ફ્રેજાઇલ કેપિલરીઝ (સ્પાઇસ વેઇન્સ), સ્કાર્સ, ડાર્ક સ્પોટ્સ અને સ્ટ્રેચ માર્કસ માટે સારવારમાં મદદ કરે છે. તે ખાસ કરીને પોસ્ટ સર્જરી રિવકવરી માટે યોગ્ય છે કારણ કે તે સ્કિનના હીલીંગને ઝડપી બનાવે છે અને ઉઝરડા અને સોજા ઘટાડે છે.
તે સ્કીન સેલ્સને નરીશ કરે છે અને ખીલના ડાઘા દૂર કરવામાં મદદ કરે છે. તમારે વિટામિન K થી ભરપૂર કાકડી, પ્રુન્સ, ડ્રાય બેસિલ, બ્રોકોલી વગેરેનું સેવન કરવું જોઈએ.
વિટામિન ડી: બ્યુટિશિયનનું માનીએ તો વિટામિન-ડી સૂર્યના કિરણોમાંથી મળે છે. સરળ શબ્દોમાં કહીએ તો, વિટામિન ડીનો મુખ્ય સ્ત્રોત સૂર્યપ્રકાશ છે. આ માટે વિટામિન ડીને એન્ટિ-એજિંગ પણ કહેવામાં આવે છે. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે વિટામિન-ડી ચહેરાની કરચલીઓથી પણ છુટકારો અપાવે છે. આ માટે દરરોજ સૂર્યસ્નાન કરો. આ સિવાય વિટામિન-ડી વાળી વસ્તુઓને ડાયટમાં સામેલ કરો.
ઝીંક: ઝિંક લાલ રક્ત કોશિકાઓમાં જોવા મળે છે. તે એક ખનિજ છે. આરોગ્ય નિષ્ણાતોના મતે ઝીંક શરીર દ્વારા ઉત્પન્ન થતું નથી. આ માટે ઝિંકથી ભરપૂર વસ્તુઓને ડાયટમાં સામેલ કરવી જોઈએ. આ ચહેરાની કરચલીઓ દૂર કરવામાં મદદ કરે છે.
જો તમને આ માહિતી પસંદ આવી હોય તો બીજા લોકોને જણાવોએ અને આવીજ માહિતી વાંચવા માટે અમારી સાથે જોડાયેલા રહો.