આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

અત્યારના સમયમાં મોટાભાગના લોકો બાઈક, એક્ટિવા, ગાડી ચલાવાનું વધારે પસંદ છે. પરંતુ શું તમે જાણો છો, કે સાયકલ ચલાવવી આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે. સાયકલ ચલાવાથી આપણા સ્નાયુઓ મજબૂત થાય છે. સાયકલ ચલાવાથી આપણું હૃદય સ્વસ્થ રહે છે.

યોગ અને એક્સરસાઇઝની જેમ સાયકલ ચલાવવું પણ એક એક્ટિવિટી છે. જેનાથી હાર્ટ અને ફેફસાં બંને સ્વસ્થ રહે છે. માત્ર આટલું જ નહીં સવારના સમયે સાયકલ ચલાવવી આખા દિવસની એનર્જી જળવાઇ રહે છે અને રાત્રે સારી ઊંઘ પણ આવે છે.

આપણા શરીર ને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવું હોય તો ઓછા માં ઓછી ૩૦ મિનિટ સાયકલ ચલાવવી ખુબજ ફાયદાકારક સાબિત થાય છે. સાયકલ ચલાવવાથી આપણા શરીરને કેટલાક શારીરિક સામાજિક અને માનસિક સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે.

સાયકલ ચલાવવાના ફાયદા:-

સ્નાયુ મજબૂત કરવા :- સાયકલ ચલાવવીએ શારીરિક કસરત છે. તે શરીરના દરેક સ્નાયુઓને મજબૂત કરે છે. જો બાળકો દરરોજ સાયકલ ચલાવે તો તેમના હાડકા અને સ્નાયુઓ મજબૂત અને સ્ટ્રોંગ બને છે. જેના કારણે બાળકો ફિટ રહે છે.

હૃદયને સ્વસ્થ રાખે :- સાયકલ ચલાવામાં આવે તો હૃદયના ધબકારા સામાન્ય કરતા પણ વધારે ધબકે છે. આ એક એવી કસરત છે, જે આપણા હૃદયને સ્વસ્થ રાખે છે. માટે હૃદય ને સ્વસ્થ અને નિરોગી રાખવા માટે સાયકલ ચલાવી ખુબ ફાયદાકારક સાબિત થાય છે.

ડાયાબિટીસના દર્દી માટે :- ડાયાબિટીસના દર્દીઓને વિવિધ રોગો જેવા કે ચામડીના રોગ, હૃદયના રોગ, આંખોના રોગ, કિડનીના રોગોનું જોખમ વધારે રહેલું હોય છે. ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે સાયકલ ચલાવવી ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.

તણાવ દૂર કરવા :- દરરોજ સાયકલ ચલાવામાં આવે તો માનસિક કે શારીરિક તણાવ દૂર થાય છે. અને આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

વજન ઉતારવા :- દરરોજ સાયકલ ચલાવામાં આવે તો થોડા જ દિવસમાં તમે વજન ઓછું કરી શકો છો. તમારી વધી ગયેલી ચરબીને ધટાડી શકાય છે. ઘણા લોકોને વજન ઓછું કરવા માટે ઘણું બધું કરે છે. એમના માટે આ એક સિમ્પલ અને સરળ ઉપાય છે.

જુવાન રહેવામાં મદદરૂપ :- સવારે થોડા વહેલા ઉઠીને સાયકલ ચલાવાનું શરૂ કરવાથી બ્લડના સેલ્સ અને સ્કિનમાં ઑક્સિજન પૂરતા પ્રમાણમાં મળી રહેવાથી ત્વચા તંદુરસ્ત અને સુંદર બને છે અને સ્કિનની ચમક જળવાઇ રહે છે.

રાત્રે સારી ઊંઘ આવશે :- જો તમે સવાર સવારમાં 30 મિનિટ સુધી સાયકલ ચલાવો છો તો રાત્રે તમને સારી ઊંઘ આવી જશે. આમ તો સવાર-સવારમાં સાઇકલ ચલાવવાથી તમને થોડોક થાકનો અનુભવ થશે. પરંતુ તે થોડોક સમય પૂરતો જ લાગશે. ત્યારબાદ આપણા શરીરમાં આખો દિવસ એનર્જી રહેશે.

બીમારીઓથી દૂર રહેશો :- સાઇકલ ચલાવવાથી આપણી બૉડીમાં ઇમ્યુનીટી પાવર વધારે એક્ટિવ રહે છે. જેના કારણે વ્યક્તિ ઓછા બીમાર પડે છે. અને શરીર સ્વસ્થ રહે છે. આપણે ધણી બધી બીમારીઓથી દૂર રાખે છે.

મેમરી પાવર વધશે :- સાયકલ ચલાવાથી બ્રેઇન સેલ્સ એક્ટિવ રહે છે. તેમણે મેમરી પાવર સામાન્ય લોકોની સરખામણીમાં ખુબજ વધારે હોય છે. સાયકલ ચલાવાથી બૉડીમાં નવા બ્રેઇન સેલ્સ પણ બનતા રહે છે. જેથી બ્રેઈનની મેમરી પાવરફુલ રહે છે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી શેર કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *