આપણા શરીરમાં લોહી પૂરતા પ્રમાણમાં રહે તે ખુબ જ જરૂરી છે. લોહીની ઉણપ થવાના કારણે આપણું શરીર કમજોર પડી જાય છે. જેના કારણે આપણા શરીરમાં અશક્તિ આવી જાય છે જેથી આપણે જલ્દી બીમારીના શિકાર બની જઈએ છીએ.
આપણા શરીરમાં હીમોગ્લોબિનની ઉણપને પૂર્ણ કરવા માટે આપણે શું ખાવું જોઈએ જેનાથી આપણા લીહોમાં ઝડપથી વઘારો થાય તેના વિશે જણાવીશું. આપણા શરીરમાં લોહીને વઘારવામાં માટે આપણે બીટનું સેવન કરવું જોઈએ. બીટને સલાડના રૂપમાં ભોજન કરતા સમયે ખાવું જોઈએ.
મોટાભાગે ઘણા લોકો બીટ નું સેવન કરતા હોય છે બીટ એક એવી શકભાજી છે જે માત્ર લોહી એકલું નથી વધારતું પરંતુ તે ઘણી બઘી બીમારીને દૂર કરવામાં પણ ખુબ જ ફાયદાકારક છે. મૂળ વાળી વનસ્પતિ એટલે કે બીટ જે લોકો સલાડના રૂપમાં વઘારે ખાવાનું પસંદ કરે છે.
આ ઉપરાંત બીટના જ્યુસનું સેવન પણ કરી શકાય છે. બીટ આપણા આરોગ્ય માટે ખુબ જ લાભદાયક છે. બીટનું સેવન કરવાથી આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં ભરપૂર વઘારો થાય છે.જો શરીર કમજોર પડી જાય તો પણ બીટનું સેવન કરવું ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
બીટમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી આવે છે. જેમકે, આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન-સી, વિટામિન-એ, ફાયબર, ફોસ્ફરસ જેવા અનેક પોષક તત્વોનો સ્ત્રોત મળી આવે છે. જે આપણા શરીર માટે ખુબ જ આવશ્યક છે. બીટનો જ્યુસ બનાવવાની રીત અને જ્યુસ પીવાથી થતા ફાયદાઓ વિશે જણાવીશું.
બીટનો જ્યુસ પીવાના ફાયદા: લોહી વઘારવા: બીટમાં ખુબ જ પ્રમાણમાં લોહતત્વ મળી આવે છે. માટે તેનું સેવન કરવાથી આપણા લાલ રક્તમાં વધારો થાય છે. આ ઉપરાંત આપણા લોહીમાં રહેલ હાનિકારક તત્વોને દૂર કરીને લોહીને શુદ્ધ કરે છે. તેમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે જે અનેક રોગ સામે લડવા સક્ષમ છે.
માથાનો દુખાવો: વધારે પડતો તણાવ અને ટ્રેશ હોવાના કારણે માથાનો દુખાવો થતો હોય છે. માથાના સતત દુખાવો રહેતો હોય તો રોજ બીટને આહારમાં સામેલ કરવો જોઈએ. આ ઉપરાંત માથાના દુખાવામાં તરત જ રાહત મેળવવા માટે બીટનો જ્યુસ પીવો જોઈએ. બિરનો જ્યુસ પીવાથી આઘાશીશી માં રાહત મેળવી શકાય છે.
આંખો તેજ બનાવે: બીટમાં સારી માત્રામાં વિટામિન-એ મળી આવે છે. ઉંમર વઘતા જ આંખોમાં કમજોરી આવી જતી હોય છે. માટે આંખોની કમજોરીને દૂર કરવા માટે બીટને સલાડમાં સામેલ કરવું જોઈએ. આ ઉપરાંત બીટના જ્યૂસનું નિયમિત પણે સેવન કરવું જોઈએ. જેથી આંખોનું તેજ વઘે અને લાંબા સમય સુઘી આંખો સ્વસ્થ રહે.
ડાયાબિટીસ કંટ્રોલમાં રાખે: ડાયાબિટીસ દર્દી માટે બીટ ખુબ જ ફાયદાકારક છે. બીટને રોજે સલાડમાં અને તેનો જ્યુસ બનાવીને પીવાથી લોહીમાં રહેલ સુગરની માત્રાને ઘટાડવામાં મદદ મેળવી શકાય છે. બીટનો જ્યુસ ટાઈપ-2 ડાયાબિટીસના રોગીઓ માટે ખુબ જ લાભદાયક છે.
પાચનક્રિયા સુઘારે: બીટમાં સારી માત્રામાં ફાયબર મળી આવે છે. જે આપણી પાચનને લગતી સમસ્યાને દૂર કરે છે. પાચન ને ઝડપી બનાવીને પેટની સમસ્યા ને દૂર કરે છે. જેથી ગેસ, અને કબજિયાતની સમસ્યા ને દૂર કરવામાં ખુબ જ ફાયદો થાય છે. બીટના જ્યૂસનું સેવન કરવાથી પેટ સાફ રહે છે.
વજન ઘટાડે: બીટમાં ફાયબર મળી આવે છે આ ઉપરાંત તેમાં ખુબ જ ઓછી કેલરી હોય છે જે પેટની ચરબીને જમા દેતી અને જમા ચરબીને દૂર કરવામાં મદદ કરે છે. માટે વજન ને ઘટાડવા માટે બીટને ડાયટમાં સલાડ બનાવીને ખાઈ શકાય છે.આ ઉપરાંત બીટના જ્યુસનું સેવન વજન ઘટાડવા માટે ખુબ જ ફાયદાકારક છે.
ગર્ભવતી મહિલાઓ માટે: ગર્ભવસ્થા દરમિયાન મહિલાઓમાં લોહીનું પ્રમાણ ઘટે છે. જેના કારણે બાળક અને માતા બીમાર થવાની સંભાવના વઘે છે. બીટમાં સારી માત્રામાં લોહ તત્વ મળી આવે છે જે દરેક મહિલાઓ માટે ખુબ જ ઉપયોગી છે. બીટના જ્યુસમાં સારી માત્રામાં ફોલિક એસિડ મળી આવે છે જે બાળકોના વિકાસ માટે ઉપયોગી છે. આ ઉપરાંત તેના સેવનથી બાળક અને માતા બંનેમાં શક્તિ અને ઉર્જામાં વઘારો કરે છે. દરેક મહિલાઓના સ્વાસ્થ્ય માટે બીટનો જ્યુસ ખુબ જ ફાયદાકારક છે.
હૃદયને સ્વસ્થ રાખે: બીટ આપણા હૃદય માટે ખુબ જ ઉપયોગી છે. બીટમાં બ્યુટેન નામનું તત્વ મળી આવે છે જે લોહીને જાડું થતા રોકે છે. જેથી હૃદયને લગતી બીમારીથી છુટકાળો મેળવી શકાય છે. લીહોનું પરિવહન ખુબ જ સરળ અને ઝડપી બને છે જેથી બીટના જ્યુસનું નિયમિત સેવન કરવાથી હાર્ટ અટેક અને સ્ટ્રોકના જોખમને ઘટાડે છે.
ટાલમાં વાળ ઉગાડે: બીટના પાનનો ઉપયોગ કરવાથી માથામાં પડેલ ટાલમાં પણ વાળ ઉગાડી શકાય છે. બીટના એક થી બે પાન લઈને તેમાં હળદર ચોપરી લેવી ત્યાર પછી તેને પારાખાણીમાં પીસીને પેસ્ટ બનાવી લો, ત્યાર પછી તે પેસ્ટને માથામાં પડેલ ટાલમાં સારી રીતે લગાવી ને માલિશ કરવાથી થોડા સમય માં ટાલમાં પણ વાળ ઉગવા લાગશે.
આ ઉપરાંત માથામાં થયેલ ખોડો, જુ વગેરેને દૂર કરવામાં મદદ કરે છે. વાળને મજબૂત બનાવવા માટે બીટના જ્યુસનું સેવન પણ કરી શકાય છે. બીટના જ્યુસનું સેવન કરીને વાળને ખરતા અટકાવી શકાય છે. વાળના સ્વાસ્થ્ય માટે બીટ ખુબ જ લાભદાયક છે.
આ ઉપરાંત બીટના જ્યૂસનું સેવન નિયમિત અંતરે કરવામાં આવે તો ત્વચા પરના ખીલને દૂર કરીને ત્વચામાં નિખાર લાવે છે. આ ઉપરાંત શરીરમા રહેલ થાક, નબળાઈ, શારીરિક કમજોરી જેવી સમસ્યાને દૂર કરીને શરીરમાં જોશ અને સ્ફૂર્તિ લાવવામાં બીટનો જ્યુસ ખુબ જ ફાયદાકારક છે.
બીટની જ્યુસ બનાવવાની રીત: સૌથી પહેલા 3 બીટ લઈને તેની છાલ નીકાળી લો, ત્યાર પછી તે બીટને ઘોઈ લેવા, હવે તે બીટને નાના નાના ટુકડા કરીને મિક્સરમાં પીસી લેવાના છે, થોડું પીસાઈ જાય ત્યારે તેમાં 10 ચમચી જેટલું પાણી નાખવાનું છે. ત્યાર પછી એક આખા લીંબુનો રસ નીચોવી લેવાનો છે. હવે ફરીથી એક વખત મિક્સરમાં ક્રશ કરી લેવું.
ત્યાર પછી એક પેન લઈને તેમાં એક કપડું મૂકીને તેમાં ક્રશ કરેલો રસ તેમાં નાખીને સારી રીતે આંટી મારીને દબાવીને રસ નીકાળી લેવાનો છે. હવે બીટનો જ્યુસ પીવા માટે તૈયાર થઈ ગયો છે. આ જ્યૂસને દિવસમાં એક વખત કોઈપણ સમયે લઇ શકાય છે. સવારે આ જ્યુસ પીવો ખુબ જ ફાયદાકારક સાબિત થશે. અઠવાડીયામાં ત્રણ દિવસ આ જ્યૂસનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત બીટને રોજે સલાડમાં સમાવેશ કરવો જોઈએ.