વાળ દરેક મહિલાઓ અને પુરુષોને લાંબા, કાળા અને સિલ્કી બની રહે તે ખુબ જ પસંદ હોય છે. પરંતુ આજના સમયમાં મોટાભાગના લોકો વાળને લગતી અનેક પ્રકારની બીમારીના બનતા જોવા મળી રહ્યાં છે, જેમકે વાળ ખરવા, વાળ સફેદ થવા, વાળમાં વધુ પડતો ડેન્ડ્રફ જેવી અનેક તકલીફ થી જજુમી રહ્યા છે.
આજે વ્યક્તિની ખાવાની કેટલીક ખરાબ કુટેવ, અને બદલાયેલ જીવન શૈલીમાં વ્યક્તિ હોવા ના કારણે વાળની સમસ્યા ઉત્પન્ન થતી હોય છે, આજના સમયમાં બજારમાં ઘણી બધી હેર કેર પ્રોડક્ટ મળી રહી છે જેમાં વધુ પ્રમાણમાં કેમિકલ યુક્ત પદાર્થો મળી આવે છે,
જેનો ઉપયોગ વધુ કરવાથી વાળ કમજોર પડી જતા હોય છે અને ઘણી વખત વાળ ખરવાનું ચાલુ થઈ જતું હોય છે, આ સિવાય વાળને પૂરતું પોષણ ના મળવાના કારણે કાળા વાળ ઘીરે ઘીરે સફેદ થવા લાગે છે. આ માટે આજે અમે તમને વાળને નેચરલી રીતે કાળા બનાવવા માટે નો ઉપાય જણાવીશું.
વાળ કાળા અને મજબૂત બની રહે તે દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે. આ માટે જો તમે વાળને લગતી અનેક પ્રકારની તકલીફ હોય તો આજે અમે તમને એક ઘરેલુ ઉપાય જણાવીશું જેની મદદથી વાળને લગતી અનેક પ્રકારની સમસ્યાને દૂર કરવામાં ખુબ જ અસરકારક સાબિત થશે
વાળને કાળા કરવાનો ઘરેલુ ઉપાય:
આમળાં અને જાસૂદના ફૂલનો ઉપયોગ: જો તમારા વાળ પણ નાની ઉંમર માં જ સફેદ થવા લાગ્યા છે તો જાસૂદના ફૂલ ની સાથે આમળાંનો ઉપયોગ કરી શકો છો. આ માટે સૌથી પહેલા બે થી ત્રણ જાસૂદના ફૂલની પેસ્ટ તૈયાર કરી લો અને અને એક કે બે આમળાંનો રસ બનાવીને તે પેસ્ટમાં ઉમેરો,
ત્યારબાદ સારી રીતે એને હલાવી લો, પછી તેમાં ત્રણ થી ચાર ટીપા નારિયેળ તેલના નાખીને હલાવી પેસ્ટ તૈયાર કરી લો, હવે આ પેસ્ટને વાળના મૂળમાં અને વાળમાં સારી રીતે લગાવી લો, હવે 40-45 મિનિટ થાય ત્યાર બાદ વાળને સારી રીતે ધોઈ લો. આ પેસ્ટનો ઉપયોગ વાળમાં કરવાથી વાળ જડમૂળમાંથી કાળા થઈ જશે અને વાળને પૂરતું પોષણ આપી વાળને મજબૂત બનાવશે.
ડુંગળીનું તેલ: ડુંગળીનું તેલ વાળ માટે સૌથી અસરકારક માનવામાં આવે છે, જો તમે નિયમિત પણે રોજે વાળમાં ડુંગળીનું તેલ લગાવી 5 મિનિટ સુધી માલિશ કરશો તો વાળ એકદમ હેલ્ધી થઈ જશે અને વાળ કાળા અને મજબૂત બનશે.
નેચરલી મહેંદી અને મેથી પાવડર: મેથીનો પાવડર ઘણી બધી બધી બીમારીઓ ને દૂર કરવા માટે ઉપયોગ થતો આવ્યો છે. મેથી વાળના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. આ માટે નેચરલી મહેંદીમાં મેથીનો પાવડર મિક્સ કરીને તેમાં છાશ મિક્સ કરીને સારી રીતે હલાવી લો, ત્યાર બાદ તેને વાળમાં લગાવી લો, ત્યાર બાદ 30 મિનિટ પછી વાળને ધોઈ દેવા,
આમ થોડા દિવસ કરવાથી વાળનું સ્વાસ્થ્ય સારું રહે છે. તે વાળને સફેદ થતા અટકાવે છે. આ સિવાય વાળમાં ડેન્ડ્રફ થઈ ગયું હોય તો તેને દૂર કરે છે અને વાળને મજબૂત બનાવી રાખે છે. મેથી પાવડર તેમાં રહેવાના કારણે વાળ નેચરલી રીતે કાળા બનાવશે.
જો તમે વાળને નેચરલી રીતે કાળા અને મજબૂત બનાવવા માંગતા હોય ઓ ઉપરોક્ત જણાવેલ ઉપાયનો ઉપયોગ કરી શકો છો, અહીંયા જણાવેલ માહિતી એક સામાન્ય માહિતી પર આધારિત છે જેને અપનાવતા પહેલા નિષ્ણાત અથવા ડોક્ટરની સલાહ લઈ શકો છો.