આ માહિતીમાં તમને કાળા મરી વિષે જણાવવાના છીએ. કાળા મરી વિષે તો તમે જાણતા જ હશો. કાળા મરી ભોજનમાં સ્વાદ વધારવાનું કામ કરે છે સાથે સાથે તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક સાબિત થાય છે. કાળા મરી અનેક ઔષધીય ગુણોથી ભરપૂર છે. કાળા મરીનું સેવન કરવાથી શરીરમાંથી નાની મોટી બધી જ બીમારીઓ દવાઓ વગર દૂર થઇ જાય છે.

ચોમાસામાં થતી શરદી, વાયરલ તાવ વગેરેમાં કાળા મરી ફાયદાકારક સાબિત થાય છે. તમે કાળા મરીનો ઉપયોગ ઘણી રીતે કરી શકો છો. ઉદાહરણ તરીકે, ચામાં, શાકભાજી અથવા દાળમાં મસાલા તરીકે, અથવા સૂકા કાળા મરી પણ ખાઈ શકો છો. જે ગળાના દુખાવા જેવી સમસ્યાથી છુટકારો મેળવવામાં ખૂબ જ અસરકારક છે. તો ચાલો જાણીએ કાળા મરીના સ્વાસ્થ્ય લાભો વિષે.

વજન કંટ્રોલ કરવા માટે: એવું માનવામાં આવે છે કે કાળા મરીનું સેવન વજનને નિયંત્રિત કરવામાં ફાયદાકારક છે. કાળા મરીમાં એન્ટિઓબેસિટી જેવા ઘણા તત્વો હોય છે. જે ભૂખને નિયંત્રિત કરવામાં ફાયદાકારક છે. તેથી, તમારે મસાલા અથવા અન્ય કોઈપણ સ્વરૂપમાં કાળા મરીનું સેવન કરવું જોઈએ.

કોલેસ્ટ્રોલ: કાળા મરીનું સેવન શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં પિપરીન નામનું તત્વ હોય છે, જે શરીરમાં કોલેસ્ટ્રોલના સ્તરને વધતા રોકવામાં ફાયદાકારક માનવામાં આવે છે. ઉપરાંત, તે કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રણમાં રાખવા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ત્વચા માટે: કાળા મરીમાં એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે , જે ત્વચા માટે સારું માનવામાં આવે છે. તે ત્વચાને સ્વસ્થ રાખવાની સાથે ત્વચાપર થતી ખીલ જેવી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં પણ ફાયદાકારક સાબિત થાય છે. કાળા મરીનું સેવન ત્વચામાં એન્ટી એજિંગ તરીકે પણ કામ કરે છે. એટલા માટે તમારે રોજ કાળા મરીનું સેવન કરવું જોઈએ.

ઇન્ફેકશન થી બચાવવા માટે: બેક્ટેરિયાથી છુટકારો મેળવવામાં કાળા મરી ફાયદાકારક માનવામાં આવે છે. તે શરીરમાં બેક્ટેરિયાને વધવા દેતું નથી. જેના કારણે શરીરમાં ઈન્ફેક્શનનો ખતરો ઓછો થઈ જાય છે. કાળા મરીમાં એન્ટીબેક્ટેરિયલ જેવા ઘણા તત્વો મળી આવે છે. જે શરીરને ઈન્ફેક્શનથી બચાવવામાં સારા છે.

સાંધાના દુખાવા: કાળા મરીનું સેવન કરવાથી સાંધાના દુખાવામાં ફાયદો થાય છે. કાળા મરીનું સેવન શરીરમાં બળતરા ઘટાડવામાં મદદરૂપ માનવામાં આવે છે. કાળા મરીમાં બળતરા વિરોધી અને સંધિવા વિરોધી તત્વો મળી આવે છે. જે શરીરમાં સાંધાના દુખાવાને ઓછો કરવામાં ફાયદાકારક છે.

હેડકી દૂર કરવા માટે: 15 લીલા ફુદીનાના પાન, 1 ચમચી વરિયાળી, સાકર અને કાળા મરીને પીસીને એક ગ્લાસ પાણીમાં ઉકાળો. આ મિશ્રણને પીવાથી હેડકીની સમસ્યા દૂર થાય છે. આ શિવાય 4 થી 5 કાળા મરીને પીસીને તેને વારંવાર સૂંઘવાથી હેડકીની સમસ્યા દૂર થાય છે.

ગેસ અને એસિડિટી: આધુનિક જીવનશૈલીમાં ગેસ અને એસિડિટીની સમસ્યાને સામાન્ય છે. તે કોઈ પણ ઉંમરની વ્યક્તિને થઇ શકે છે. તમને પણ ગેસ અને એસીડીટીની સમસ્યા હોય તો લીંબુના રસમાં એક ચપટી કાળું મીઠું અને કાળા મરીનો પાઉડર ભેળવો. તમને ગેસના દુખાવામાં તરત જ રાહત મળશે.

પેટના કૃમિ દૂર કરે: કાળા મરીના પાવડરનો ઉપયોગ ભોજનમાં કરવાથી પેટમાં કૃમિની સમસ્યા દૂર થાય છે. આ સિવાય કાળા મરી સાથે કિસમિસ ખાવાથી પેટના કીડાની સમસ્યાથી પણ છુટકારો મળે છે.

કેન્સરથી બચવા: કેન્સર જેવી ભયાનક બીમારીથી બચવા માટે કાળા મરીનું સેવન ખૂબ જ ફાયદાકારક છે . કાળા મરીમાં વિટામિન સી, વિટામિન એ, ફ્લેવોનોઈડ્સ, કેરોટિન અને અન્ય એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે, જે મહિલાઓમાં સ્તન કેન્સરનું જોખમ ઘટાડે છે.

જો તમે કાળા મરીનું દરરોજ સેવન કરો છો તો તમને પણ અહીંયા જણાવેલા ફાયદાઓ મેળવી શકો છો. માહિતી ઉપયોગી લાગી હોય તો મિત્રોને જરૂરથી જણાવો અને આગળ મોકલો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *