આપણા શરીરના ઘણા બધા અંગો છે, જે અંગો આપણા શરીરને કોઈ પણ કામ યોગ્ય રીતે પૂર્ણ કરવામાં મદદ કરે છે, તમને જણાવી દઉં કે આજના સમયમાં એટલા બધા રોગો થઈ ગયા છે, જેમાંથી કેટલાક એવા રોગો હોય છે જે ઝડપથી મટી જતા હોય છે,
અને કેટલાક એવા રોગો પણ હોય છે જે ઘર કરી જતા હોય છે અને એ રોગો મટાડવા માટે લાખો રૂપિયાનો ખર્ચ પણ કરવો પડતો હોય છે પરંતુ ઘણી વખત ખર્ચ કરવાથી વ્યક્તિ બચી શકતો નથી. શરીરમાં રોગો થવા એ આપણી અયોગ્ય આહાર લેવાની કુટેવ અને વ્યસ્ત લાઈફસ્ટાઈલ ના આધારે પણ થતી હોય છે.
એવી જ એક બીમારી આજના સમયમાં ખુબ જ વધુ જોવા મળી રહી છે તે બીમારી નસો ની બ્લોકે જ છે. નસોમાં બ્લોકેજ થવી તે ખુબ જ ચિંતાનો વિષય છે. નસો બ્લોક થવાના કારણે નસો બહારની તરફ ફૂલવા લાગે છે, અને સોજો પણ આવવા લાગે છે.
આ માટે આજે તમને એવા કેટલાક ઉપાય જણાવીશું જેની મદદથી નસો બ્લોકેજ ની સમસ્યા છે તે દૂર થઈ જશે. જો તમે બ્લોક નસોને ખોલવા માટે ઘરે જ આ ઉપાય અપનાવી લેશો તો તમને ચોકકસ આ તકલીફ માંથી છુટકાળો મળી જશે.
ઘરેલુ ઉપાય: આ માટે તમારે ઓલિવ ઓઈલની જરૂર પડશે અને તેની સાથે વિટામિન-ઈ ની કેપ્સુલ ની પણ જરૂર પડશે. આ માટે સૌથી પહેલા એક બાઈલ લઈ લો તેમાં સૌથી પહેલા એક કે બે ચમચી ઓલીવ ઓઇલ લો, ત્યારબાદ તેમાં બે વિટામિન-ઈ ની કેપ્સુલ એડ કરો,
ત્યારબાદ આ બંને મિશ્રણ ને સારી રીતે મિક્સ કરીને હલાવી લો, હવે આ મિશ્રણ ને જે જગ્યાએ નસ બ્લોકેજ હોય તે જગ્યાએ લગાવીને 10 મિનિટ સુધી સતત માલિશ કરો અને એક કલાક સુધી આ પેસ્ટને લગાવેલ રહેવા દો, આ સમય દરમિયાન તમે તડકામાં બેસસો તો તે સૌથી સારું રિઝલ્ટ જોવા મળશે.
જો તમે બ્લોક નસો ને ખોલવા માટે અને સોજો કે દુખાવાની સમસ્યામાં આ ઉપાય અપનાવશો તો ઘણી રાહત મળશે. આ સિવાય તમે બીજો ઉપાય પણ અપનાવી શકો છો, આ માટે તમારે કાળાંમરીનો પાવડર અને તજનો પાવડર મિક્સ કરીને હૂંફાળા પાણી સાથે પીવાથી પણ બ્લોક નસોને ખોલવામાં મદદ કરશે.
આ ઉપરાંત જો તમે વારે વારે બ્લોક નસોના કારણે ખુબ જ પરેશાન રહેતા હોય તો રોજે સવારે દાડમના રસની ચાર ચમચી પી જાઓ. દાડમ નો રસ પીવાથી શરીરમાં લોહીનું પરિવહન સારું થાય છે અને નસોને બ્લોક થતા અટકાવે છે.
જો શરીરમાં લોહી જાડું રહેતું હોય જેના કારણે ગંઠાઈ જતું હોય તો નિયમિત પાને રોજે ભોજન પછી એક ચમચી અળસીનું સેવન કરવાનું શરુ કરવું જોઈએ જે લોહીને જાડું થતા અટકાવે છે અને શરીરના દરેક અંગોમાં લોહીને પહોંચાડે છે.
આ ઉપરાંત તમે આહારમાં લસણ નો પણ સમાવેશ કરી શકો છો, જો તમે કોઈ પણ ભોજન બનાવો છો તો તેમાં લસણ મિક્સ કરીને બનાવી ને ખાવાથી પણ શરીરમાં ક્યારેય નસો બ્લોક થશે જ નહીં. કારણકે લસણ ગરમ હોવાના કારણે તે લોહીને જાડું થતા અટકાવે છે. લસણ ખરાબ કોલેસ્ટ્રોલ ને પણ દૂર કરે છે અને હૃદયને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખે છે.
શરીરમાં કોઈ પણ નસો બ્લોક થઈ હોય તો તેને ખોલવા માટે અનેક પ્રકારના પ્રયત્નો કર્યા હોય તો રસોડામાં રહેલ એક લસણ ની કળી લઈને તેને શેકીને ખાઈ લેવાની છે. જેથી શરીરની કોઈ પણ બ્લોક થયેલ નસ ખુલી જશે.