શરીરમાં લોહી હોવું ખુબ જ જરૂરી છે. કારણકે શરીરના દરેકના દરેક અંગોને લોહીની જરૂર પડતી હોય છે. આ માટે જો અમારા શરીરમાં લોહીની ઉણપ છે તે લોહીની ઉણપ ને દૂર કરવા એટલેકે લોહી વધારવા માટે શું કરવું જોઈએ તેના વિષે જણાવીશું.
શરીરમાં જયારે લોહીની ઉણપ થાય છે ત્યારે અશક્તિ, ચક્કર, કમજોરી આવે, માથાના દુખાવા, સાંઘાના દુખાવા, કમર અને ઘુંટણ ના દુખાવા જેવી અનેક તક્લીફનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય કોઈ પણ કામ કરતી વખતે હાથ પગ દુખાવા રહેતા હોય છે.
જો શરીરમાં લોહી ઓછું હોય તો રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. આ માટે આજે અમે તમને એવી કેટલીક વસ્તુઓ વિષે જણાવીશું જેનું સેવન નિયમિત પણે કરવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર કરવા માં મદદ કરશે.
દાડમ: લોહી ઓછું હોય તો દાડમ ખાવાથી લોહી વધે છે. જો તમારા શરીરમાં હિમોગોલબીન નું સ્તર ખુબ જ ઓછું થઈ ગયું હોય તો દાડમ ને ખાવાથી ઘટી ગયેલ સ્તર ને વધારી શકાય છે. આ માટે નવું લોહી બનાવવા માટે દાડમ ખાઈ શકાય છે.
પાલક: પાલક લીલા શાકભાજી તરીકે ઓળખવામાં આવે છે. જેમાં ખુબ જ સારા પ્રમાણમાં આયર્ન ઉપરાંત કેલ્શિયમ, વિટામિન-સી, ફાયબર વગેરે મળી આવે છે, આ માટે જો તમે નિયમિત પાલક નું સેવન કરો છો તો તે લોહીને નવું બનાવવા અને લોહીને શુદ્ધ કરવામાં મદદરૂપ સાબિત થશે.
ગાજર: ગાજરમાં આયર્ન ખુબ જ પ્રમાણમાં મળી આવે છે, આ માટે ગાજરને નિયમિત ખાવામાં આવે તો ઘટી ગયેલ લોહીના સ્તરને વધારવામાં મદદ કરે છે, આ સાથે તેને ખાવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે અને શરીરમાં નવી ઉર્જાનો સંચાર પણ થાય છે.
ટામેટા: લોહીને વધારવા માટે લાલ ટામેટા ને ખાવા જોઈએ, ટામેટામાં વિટામિન-સી, વિટામિન-એ, ફાયબર, પોટેશિયમ, આયર્ન જેવા મહત્વ પૂર્ણ તત્વો આવેલ હોય છે, આ માટે જો તમારા શરીરમાં લોહીની ઉણપ સર્જાય તો રોજે આહાર સાથે ટામેટા ખાવાનું ચાલુ કરવું જોઈએ જે લોહીના સ્તરને વધારવામાં મદદ કરશે.
જો તમે પણ લોહીની ઉણપ હોવાના કારણે શું ખાવું જોઈએ તેના થી પરેશાન રહો છો તો ઉપર જણાવેલ વસ્તુનો આહાર માં સમાવેશ કરવું જોઈએ. જે લોહીના સ્તરને ખુબ જ ઝડપથી વઘારવામાં મદદ કરશે.