પેટ સાફ થવું એ દરેક લોકો માટે ખુબજ જરૂરી છે. ઘણી વાર પેટ સાફ ન થતા શરીર અંદર ઘણી નકામો કચરો જમા થઇ જાય છે. આ નકામા કચરાને શરીરમાંથી બહાર કાઢવો ખુબજ જરૂરી છે. જો શરીરની અંદર એકત્ર થયેલા ઝેરીલા પદાર્થોને બહાર કાઢવામાં ન આવે તો શરીરમાં ઘણા રોગો પેદા થઇ શકે છે.
તેથી જરૂરી બની જાય છે એવી વસ્તુઓ વિશે જાણવું જે જે શરીરને અંદરથી સાફ કરવાનું કામ કરે છે. તો અહીંયા તમને એવી કેટલીક વસ્તુઓ વિષે જણાવીશું જે માત્ર 24 કલાકમાં આખા શરીરને ડિટૉક્સ કરી દેશે. શરીરની ગંદકી સાફ કરવી એટલે કે શરીરને ડિટૉક્સ કરવાની પ્રક્રિયા એક પ્રાચીન પ્રક્રિયા છે.
આ પ્રક્રિયા યોગ્ય રીતે કરવામાં આવે એ ખુબજ જરૂરી છે. જો આ ઉપાય યોગ્ય રીતે ન કરવામાં આવે, તો શરીરમાં તેની અસર જોવા મળે છે જેવી કે પાણી ઓછું થઈ જવું, થાક, ઉબકા અને ચક્કર આવવા વગેરેની પણ સમસ્યા થઈ શકે છે. તમને જણાવીએ કે આપનું શરીર લીવર, કિડની અને કોલન વડે પોતાની જાતે સાફ થતું રહે છે.
લીવર શરીરમાં ફિલ્ટર નું કામ કરે છે એટલે કે લોહીમાં ઝેરી પદાર્થોને જતા રોકે છે. લીવર શરીરમાંથી ઝેરી પદાર્થો કાઢવાનું કામ કરે છે અને કિડનીઓ દરેક સમયે લોહીને ફિલ્ટર કરતી રહે છે.
કિડનીઓ શરીરમાં રહેલા ઝેરી પદાર્થોને મૂત્રનાં માધ્યમથી બહાર કાઢે છે. તેથી આ અંગોનાં કાર્યોને પ્રોત્સાહન આપવા માટે આપણે યોગ્ય રીતે ખાદ્ય પદાર્થોનું સેવન કરવું એ ખુબજ જરૂરી બની જાય છે. તો ચાલો જાણીએ કેટલીક વસ્તુઓ વિષે જે શરીરને ડીટોક્સ કરવાનું કામ કરે છે.
ધાણાનું પાણી: ધાણાના પાનમાંથી બનાવવામાં આવતા રસથી કિડનીને ડિટોક્સ કરી શકાય છે. આ રસ બનાવવા માટે સૌ પ્રથમ ધાણાને ધોઈને કાપીને એક લીટર પાણીમાં નાંખો. તેમાં થોડું અજવાળ પણ ઉમેરો. હવે તેને ધીમા ગેસ પર 8 થી 10 મિનિટ સુધી પકાવો. તેને ઠંડુ કરીને ખાલી પેટ પીવો.
પાણી પીવું: યોગ્ય માત્રામાં પાણી પીવું એ કિડનીને ડિટોક્સ કરવા અને તેને સ્વસ્થ રાખવાની શ્રેષ્ઠ રીત છે. યોગ્ય માત્રામાં પાણી પીવાથી કિડની સાફ રહે છે અને યોગ્ય રીતે કાર્ય કરે છે, સાથે જ ત્વચા હાઇડ્રેટેડ રહે છે, જેના કારણે તેની ચમક રહે છે. સવારની શરૂઆત બે ગ્લાસ હુંફાળા પાણીથી કરો. બાકીના આખા દિવસ દરમિયાન 8-9 ગ્લાસ પાણી પીવો.
બ્રોકલી અને કોબીજ: બ્રોકલી અને કોબીજ આ બન્ને શાકમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. આ ફાઈબર શરીરમાં રહેલા ઝેરીલા પદાર્થો બહાર કાઢવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે. આ બંનેને કોઈ પણ રૂપમાં ખાવાથી શરીર માટે ફાયદાકારી સાબિત થાય છે આ સાથે જ આ ખાવાથી કબ્જિયાતની સમસ્યા પણ દૂર થશે.
નારિયેળ પાણી: નારિયેળ પાણી શરીર માટે ખુબજ ફાયદાકારક માનવામાં આવે છે. તમને જણાવીએ કે નારિયેળ પાણીમાં ઈલેક્ટ્રોલાઈટ્સ અને એંટીઑક્સીડેંટ હોય છે જે શરીરથી ટૉક્સિનને કાઢીને બૉડી સિસ્ટમને સાફ કરવાનું કામ કરે છે.
ફળો: આહારમાં મોસમી જેવા ખાટા ફળો અને તેમના રસનો સમાવેશ કરવાથી માત્ર કિડની જ નહીં પરંતુ તેની સાથે આરોગ્ય તેમજ સ્થૂળતાને નિયંત્રિત કરી શકાય છે. પાંદડાવાળા શાકભાજીમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. દ્રાક્ષ, લીંબુ, નારંગી, કેળા, કીવી પણ કિડનીના સ્વાસ્થ્ય અને સ્વચ્છતા માટે સારી રીતે કામ કરે છે.
બીટ: શરીરમાં લોહીની ઉણપ દૂર કરવા માટે બીટનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ બીટને જ્યુસના રૂપમાં લેવાથી શરીરની અંદરથી સફાઈ થવામાં મદદ મળે છે. બીટમાં ભરપૂર માત્રામાં આયરન હોય છે જે શરીરમાં લોહીને વધારવામાં પણ મદદ કરે છે.
લીંબૂ: લીંબૂને વિટામિન સીભરપૂર સ્ત્રોત માનવામાં આવે છે. વિટામિન સી એંટીઑક્સીડેંટ્સનો મુખ્ય સ્ત્રોત છે. પાણીમાં લીંબૂનો રસ મિક્સ કરી પીવાથી શરીર ડિટૉક્સ સાફ થવામાં મદદ મળે છે. લીંબૂ સિવાય આદુ, બીટનો રસ પણ ડિટૉક્સ કરવામાં મદદ કરે છે.