પહેલા કરતા અત્યારના સમયે લોકોની જીંદગી ભાગદોડ ભરી અને ખુબજ વ્યસ્તપૂર્ણ થઈ ગઈ છે, એવામાં શરીરનું સ્વાસ્થ્ય જાળવવું ખુબ જ જરૂર બન્યુ છે. શરીરમાં રહેલા દરેક અંગો યોગ્ય રીતે કામ કરે એ આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખુબજ જરૂરી છે.

આપણા શરીરમાં રહેલા હાડકાં શરીરના આકાર, બંધારણ અને શરીરના સંતુલનમાં મહત્વનો ફાળો આપે છે. હાડકાં ખરાબ થવાથી ઓસ્ટીયોપોરોસિસ, રિકેટ્સ, હાડકાનું કેન્સર અને હાડકાના ચેપ જેવી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

આ કારણોસર ઘરના વડીલ હંમેશાં બાળપણથી જ આપણને ડેરી પ્રોડક્ટ અને કેલ્શિયમ સપ્લિમેન્ટનું સેવન કરવાની સલાહ આપે છે જેથી આપણે હાડકા લાંબા સમય સુધી મજબૂત રહે છે આપણને હાડકાની કોઈ સમસ્યા થાય નહીં. મજબૂત હાડકાં માટે માત્ર કેલ્શિયમ નહીં પરંતુ, અન્ય પોષકતત્ત્વની પણ શરીરમાં ખુબજ જરૂર છે.

આપણા હાડકા તંદુરસ્ત હોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તંદુરસ્ત આહાર, જીવનશૈલીમાં ફેરફાર અને શારીરિક પ્રવૃત્તિઓથી હાડકાંને તંદુરસ્ત બનાવી શકાય છે. તમારા હાડકાંને સ્વસ્થ બનાવવા માટે તમે આહારમાં કઈ ખાદ્ય ચીજોનો સમાવેશ કરી શકો છો તે વિષે તમને આ આર્ટિકલમાં જણાવીશું. તો ચાલો જાણીએ.

અખરોટ : અખરોટમાં પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ અને વિટામિન્સ જેવા ઘણા પોષક તત્વો હોય છે. અખરોટ ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે આ સાથે સાથે તે આપણા મગજ માટે ફાયદાકારક છે. અખરોટ નબળી પાચનશક્તિને મજબૂત બનાવવાનું કામ કરે છે. આથી તેનું સેવન તમને સ્વસ્થ રાખવાની સાથે સાથે તમારા હાડકાઓને પણ મજબૂત બનાવે છે.

બદામ: બદામ ખાવામાં મોંઘી પડે છે પરંતુ બદામમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, વિટામિન ઇ, ઓમેગા 3, ફાઇબર અને એન્ટી -ઓક્સિડન્ટ હોય છે. આ સિવાય તેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ પણ સારી માત્રામાં હોય છે જે હાડકાંને મજબૂત બનાવે છે.

નિયમિત એક મુઠ્ઠી બદામ ખાવાથી શરીરનું મેટાબોલિઝમ પણ વધે છે. તેના સેવનથી ખરાબ કોલેસ્ટ્રોલ પણ ઘટે છે. ઘણા અભ્યાસો પરથી જાણવા મળ્યું છે કે બદામનું નિયમિત સેવન હાડકાંને મજબૂત બનાવે છે.

દૂધ: આજના સમયમાં શહેરમાં રહેતા લોકો માટે સારું દૂધ પીવું થોડું મુશ્કેલ છે. દૂધમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવે છે. તમે ઘણી રીતે દૂધનું સેવન કરી શકો છો જેમ કે દૂધને સ્મૂધી બનાવીને, તેમાં ઓટ્સ ઉમેરીને અથવા તો એકલુ દૂધ પણ પી શકો છો અથવા હળદર વારુ દૂધ પણ પી શકો છો.

પનીર: પનીર કેલ્શિયમ અને ફોસ્ફરસથી ભરપૂર છે જેથી તે હાડકાંના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. કાચા પનીરનું સેવન કરવાથી હાડકાં મજબૂત બને છે અને શરીર ઉર્જાવાન રહે છે. આ સાથે પનીર ખાવું શરીરના બીજા અંગો માટે પણ ખુબજ ફાયદાકારક છે.

વિટામિન ડી: હાડકાંઓની મજબૂતાઈ વધારવા અને સ્વસ્થ હાડકાં માટે વિટામિન ડી ખૂબ જ જરૂરી છે. ત્વચાની કોશિકાઓમાં જમા થયેલ કોલસ્ટ્રોલને બ્રેક કરીને સનલાઈટના સંપર્કમાં આવે છે, ત્યારે શરીરની અંદર ચરબીમાં સેલ્યુબલ વિટામિન બને છે.

સૂર્યપ્રકાશ, ભીંડા, પાલક, સોયાબીન જેવા ખાદ્યપદાર્થમાંથી વિટામિન ડી મળે છે અથવા તો સવારે થોડી વાર તડકામાં જવાથી પણ તમે વિટામિન ડી મેળવી શકો છો અને હાડકાને મજબૂત બનાવી શકો છો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *