ગરમીની શરૂઆત થાય ત્યારે આપણે શરીરને ઠંડક મળી રહે તેવા પીણા પિતા હોઈએ છે, તેવામાં સૌથી વધુ દરેક વ્યક્તિ છાશ પીવાનું સૌથી વધારે પસંદ કરે છે, કારણકે ઉનાળામાં સૌથી છાશ એક ઉત્તમ પીણું માનવામાં આવે છે.
છાશ આપણાં સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. માટે મોટાભાગના લોકો છાશને ભોજન સાથે લેવાનું સૌથી વધુ પસંદ કરે છે. નાના થી લઈને મોટા દરેક વ્યક્તિને ઉનાળામાં ઘરેથી છાશ પીવાનું સૌથી વઘારે કહેતા હોય છે.
છાશ પીવાથી આપણા પેટમાં ઠંડક રહે છે, જેથી ઉનાળામા છાશ સૌથી વઘારે પીવામાં આવે છે. છાશ પીવાથી પાચનને લગતી સમસ્યા પણ દૂર કરી શકાય છે, માટે ભોજન પછી એક ગ્લાસ છાશ પીવાની સલાહ આપવામાં આવે છે. માટે આજે અમે તમને છાશ પીવાથી થતા સ્વાસ્થ્ય લાભો વિષે જણાવીશું.
પેટની બળતરાને દૂર કરે: વધારે તળેલું અને મસાલા વાળું ખાઈ લેવાથી ઘણી વખત પેટમાં બળતરા થતી હોય છે, માટે આ બળતરાને શાંત કરવા માટે એક ગ્લાસ છાશ પીવી જોઈએ. જેથી પેટનો થતો દુખાવો દૂર થશે અને એસીડીટીની સમસ્યામાં પણ રાહત આપશે.
શરીરને હાઈડ્રેટ રાખે: ઉનાળામાં શરીરમાં પાણીની ઉણપ થઈ જવાથી ડીહાઈડ્રેશનની સમસ્યા પણ થઈ શકે છે, માટે શરીરને હાઈડ્રેટ રાખવા માટે રોજે કે ગ્લાસ છાશમાં સિંધાલુ મીઠું મિક્સ કરીને પીવાનું છે, જે શરીરને હાઈડ્રેટ રાખી ઉર્જાવાન બનાવશે.
પાચનક્રિયા સુઘારે: આજના સમયમાં આપણે એવા કેટલાક ખોરાક ખાઈએ જેના કારણે આપણે ખાઘેલા ખોરાક પચતા નથી જેના કારણે આપણું પેટ સાફ થતું નથી અને પાચનને લગતી સમસ્યાનો શિકાર પણ બનવું પડે છે, આ માટે આપણે પાચનને સુઘારવા માટે ભોજન પછી છાશ પીવી જોઈએ જેથી ડાયજેશનમાં સુઘારો થશે જેથી પાચન થવાથી પેટ પણ સાફ રહેશે અને પેટને લગતી કબજિયાતની સમસ્યા પણ દૂર થશે.
વજન ને કંટ્રોલમાં રાખે: વજન ધટાડવા માટે ભોજન પહેલા ખાલી પેટ એક ગ્લાસ છાશ પીવી જોઈએ જેથી વજન ઘટાડવા માટે જિમમાં જઈને ઘણી બઘી કસરત કરવા છતાં પણ વજન ઓછું થતું ના હોય તો ભોજન પહેલા એક ગ્લાસ છાશમાં ફુદીના અને સિંધાલું મીઠું મિક્સ કરીને પીવાનું છે જે ચરબીને ઓગાળીને વજનને નિયંત્રણમાં લાવી દેશે.
ત્વચાને સુંદર બનાવે: કહેલી પેટ છાશ પીવાથી તેમાંથી મળી આવતા પોષક તત્વો ચહેરાને સુંદર બનાવે છે, તને પીવાથી શરીર ડીટોક્સિફાય થાય છે જેના કારણે લોહિનું શુદ્ધિ કારણ થાય છે અને ત્વચાને અંદરથી સાફ રાખે છે. જેથી ત્વચા પરના ખીલ, ડાઘ અને કરચલી દૂર થાય છે અને ચહેરો સુંદર અને ચમકદાર બને છે.
રોજે ઉનાળામાં એક ગ્લાસ છાશ પીવાથી હૃદયના સારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે, જે બ્લડપ્રેશરના જોખમને ઓછું કરવામાં મદદ કરે છે, અને બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખે છે. છાશ પીવાથી કિડની સાફ રહે છે, માટે કિડનીમાં પથરીની હોય તો છાશ ખુબ જ લાભદાયક છે.
છાશ પીવાથી મૂડમાં સુધારો થાય છે અને તણાવ માંથી મુક્તિ મળે છે, માટે રોજે ઉનાળામાં છાશ પીવી જોઈએ જે શરીરને માનસિક તણાવથી છુટકાળો અપાવશે. છાશ પીવાના સારા ફાયદા મેળવવા માટે રોજે ભોજન પછી એક ગ્લાસ પીવી જોઈએ, જે ઉનાળામાં શરીરને અંદરથી ઠંડક આપશે.