આજના સમયમાં વ્યક્તિનું જીવન પહેલા કરતા ખુબ જ બદલાઈ ગયું છે. આજે મોટાભાગના લોકોમાં ખાવાની કેટલીક ખરાબ આદતો અને જીવનશૈલીમાં થતા બદલાવના લીધે શરીરમાં કેલ્શિયમ અને વિટામિન-ડી ની ઉણપથી પીડાઈ રહ્યા છે.
શરીરમાં હાડકા, માંશપેશીઓ, સ્નાયુઓને મજબૂત અને સ્વસ્થ રાખવા માટે કેલ્શિયમ અને વિટામિન-ડી ની સૌથી વધુ જરૂર પડતી હોય છે. જયારે શરીરમાં વિટામિન-ડી ની કમી થાય છે ત્યારે ઘણી બઘી બીમારીઓનો સામનો કરવો પડતો હોય છે.
આવી સ્થિતિમાં કેલ્શિયમ અને વિટામિન-ડી ની ઉણપને દૂર કરવા અને તેના સંબધિત સમસ્યાઓથી બચવા માટે આહારમાં કયા ખોરાકનો સમાવેશ કરવો જોઈએ તેના વિષે જણાવીશું. જો તમે આ વસ્તુનું સેવન કરશો તો કેલ્શિયમ અને વિટામિન-ડી બંને સારી માત્રામાં મળી રહેશે.
દહીં: દહીં દરેક ભારતીયને ભાવતું હોય છે, આ માટે મોટાભાગે લોકો દહીંને બપોરના ભોજન સાથે ખાવાનું પસંદ કરતા હોય છે. તમને જણાવી દઉં કે દહીંમાં કેલ્શિયમ, ફાયબર, વિટામિન-ડી, વિટામીન-સી, પોટેશિયમ, જેવા મહત્વ પૂર્ણ તત્વો હોય છે, જે શરીરને મજબૂત બનાવે છે,
તે વજન ઓછું કરવા એ પાચન સંબધિત સમસ્યાને દૂર કરવા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. દહીંને રોજિંદા આહારમાં સમાવેશ કરવાથી કમજોર પડી ગયેલ હાડકા અને માંશપેશીઓને મજબૂત બનાવે છે, જે લાંબા સમય સુઘી હાડકાને હેલ્ધી બનવું રાખવામાં મદદ કરે છે.
દૂઘ: દૂઘમાં પણ ઘણા બધા પ્રકાર હોય છે, જેમાં મોટાભાગના લોકો ગાયનું અને ભેંસનું દૂઘ પીતા હોય છે. ગાયનું દૂઘ પીવું શરીર માટે ફાયદાકારક છે. ગતના દુઘમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝીંક અને વિટામિન-ડી ભરપૂર માત્રામાં મળી આવે છે. દરરોજ જો તમે એક ગ્લાસ ગાયનું દૂઘ પીવો છો તો દિવસ દરમિયાન જરૂરી કેલ્શિયમ અને વિટામિન-ડી ની માત્રા મળી રહે છે.
ઈંડા: ઘણા લોકો ઈંડા ને માંસાહારી સમજીને દૂર રહેતા હોય છે, પરંતુ ઈંડા ખાવાની સલાહ ડોક્ટર પણ આપતા હોય છે. ઈંડામાં ખુબ જ સારા પ્રમાણમાં પ્રોટીન ઉપરાંત વિટામીન-ડી પણ મળી આવે છે. દિવસ દરમિયાન એક કે બે ઈંડા ખાવાથી શરીરને જરૂરી પોષક તત્વોની કમી પુરી થાય છે.
મશરૂમ: રોજે એક મશરૂમ ખાવાથી શરીરમાં વિટામિન-ડી અને કેલ્શિયમ ની કમી પુરી થાય છે. મશરૂમ માં વિટામિન- બી1, બી2, વિટામિન-ડી, કોપર જેવા ખનીજો સારી માત્રામાં હોય છે. મશરૂમ પણ ઘણા પ્રકારના હોય છે, જેમાં સફેદ મશરૂમ આવે છે તમે સારી માત્રામાં વિટામિન-ડી મળી આવે છે.
મોસંબી: મોસંબી એવું ફળ છે જે કોઈ પણ સીઝનમાં આસાનીથી મળી આવે છે, તેમાં વિટામિન-સી, વિટામિન-ડી, કેલ્શિયમ, પોટેશિયમ, ફોલેટ, આયર્ન, જેવા વિટામિન્સ મળી આવે છે. તેનું નિયમિત પણે સેવન કરવાથી કમજોર અને નબળા પડી ગયેલ હાડકાને મજબૂત બનાવે છે અને શરીરમાં કમજોર પડી ગયેલ રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે.
જો તમે પણ કેલ્શિયમ, વિટામિન-ડી ની ઉણપથી પીડાઈ રહ્યા છો તો ઉપરોક્ત જણાવેલ વસ્તુને ખાવાનું શરુ કરી દેવું જોઈએ, આ વસ્તુનું નિયમિત પણે સેવન કરવામાં આવે તો વૃદ્ધાવસ્થામાં પણ હાડકાને લગતી કોઈ સમસ્યા નહીં થાય.