કેલ્શિયમ હાડકા માટે ખૂબ જ જરૂરી હોય છે. શરીરમાં હાડકા કમજોર પડવાના કારણે વધતી ઉંમરે હાડકામાં કડકડ અવાજ, સાંઘા ના દુખાવા જેવી સમસ્યા થવા લાગે છે જેના કારણે ઘડપણ માં પણ ચાલવા ઉઠવા બેસવામાં પણ તકલીફ પડતી હોય છે.
દરેક વ્યક્તિ શરીરને સ્વસ્થ રાખવા માટે ઘણા બધા પૌષ્ટિક અને હેલ્ધી ખોરાક ખાતા હોય છે. પરંતુ બહારના ખોરાક વધુ પ્રમાણમાં ખાવાના કારણે જરૂરી પોષક તત્વો મળતા નથી. બજારમાં ઘણી બધી કેલ્શિયમ ની ગોળીઓ પણ મળી આવે છે જેને ખાવાથી પણ કેલ્શિયમ ની ઉણપ દૂર કરી શકાય છે.
પરંતુ કેલ્શિયમ ની ઉણપને દૂર કરવા માટે ગોળીઓ ખાવા કરતા કેલ્શિયમ થી ભરપૂર હોય એવા ખોરાક ખાવા જોઈએ. જે શરીરને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યા વગર જ હાડકા મજબૂત અને શરીરને સ્વસ્થ રાખશે.
કેલ્શિયમ યુક્ત આહાર:
ફળો ખાવા જોઈએ: ફળોમાં સારા પ્રમાણમાં કેલ્શિયમ, પ્રોટીન, ફાયબર, આયર્ન, વિટામિન-સી, વિટામિન-ઈ જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે, આ માટે સીઝનમાં મળતા ફળો માંથી કોઈ પણ એક ફળ રોજે ખાવું જોઈએ. જે શરીર ને સ્વસ્થ અને હાડકાને મજબૂત બનાવશે.
ડ્રાયફ્રૂટ્સ ખાઓ: કિસમિસ, અંજીર, બદામમાં ખુબ જ સારા પ્રમાણમાં કેલ્શિયમ મળી આવે છે, જેને રોજે રાતે પલાળીને સવારે ખાલી પેટ ચાવીને ખાવા જોઈએ. જો તમે કોઈ પણ એક ડ્રાયફ્રૂટ્સ ને રાતે પલાળીને ખાઓ છો તો હાડકાને જરૂરી કેલ્શિયમ મળી રહેશે અને હાડકાને મજબૂત બનાવશે.
દૂઘ અને કેળાં: દૂધ ણ કેળામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળી રહે છે. આ માટે રોજે એક ગ્લાસ દૂધમાં એક પાકું કેળું નાખીને દૂધ પીવાથી કેલ્શિયમ ની ઉણપ દૂર થાય છે, અને હાડકાને મજબૂત બનાવે છે, આ સાથે સ્નાયુઓ અને માંશપેશીઓ પણ મજબૂત થાય છે. દૂધ અને કેળા શરીરમાં રોગપ્રિકારક શક્તિને મજબૂત બનાવે છે.
પનીર: પનીર માં પણ ખુબ જ સારા પ્રમાણમાં કેલ્શિયમ હોય છે, પનીરનું સેવન કરવાથી કેલ્શિયમ ની સાથે પ્રોટીન પણ સારા પ્રમાણમાં મળી આવે છે જે હાડકા ને મજબૂત બનાવાની સાથે વાળને પણ હેલ્ધી બનાવે છે.
પાલક: પાલક કેલ્શિયમ નો ખજાનો માનવામાં આવે છે, તેને અઠવાડિયામાં ત્રણ દિવસ ખાવાથી હાડકાને જરૂરી કેલ્શિયમ ની ઉણપ ને પુરી કરે છે આ સાથે તે શરીર સ્વસ્થ અને હેલ્ધી અને નિરોગી રાખે છે. તેમાં સારા પ્રમાણમાં આયર્ન પણ હોય છે જે લોહીને નવું બનાવામાં મદદ કરે છે.
અહીંયા જણાવેલ વસ્તુ કેલ્શિયમ નો ખજાનો છે, જેને રોજિંદા આહારમાં સમાવેશ કરવામાં આવે તો હાડકાને જરૂરી કેલ્શિયમ પણ મળી રહેશે અને શરીર ને સ્વસ્થ અને હેલ્ધી બનાવશે.