શરીરને ઘણા બધા પોષક તત્વોની જરૂર પડતી હોય છે, તેવામાં ઘણા લોકો કેલ્શિયમ ની ઉણપના શિકાર હોય છે, જેના કારણે ઘણા લોકો ને હાડકાનો અવાજ, સાંઘાના દુખાવા જેવી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. કેલ્શિયમ હાડકા ને પોષણ પૂરું પાડે છે, જેના પરિણામે હાડકા મજબૂત રહેતા હોય છે.
પરંતુ જયારે શરીરમાં કેલ્શિયમ ની ઉણપ થાય છે ત્યારે હાડકા કમજોર અને નબળા પડવા લાગે છે, જેના કારણે હાડકા ને લગતી સમસ્યાઓ થવાનું થતું હોય છે. શરીરમાં કેલ્શિયમ ની ઉણપ થવાના કારણે ડોક્ટર કેલ્શિયમ ની ગોળીઓ ખાવાનું કહેતા હોય છે.
આજના સમયમાં લોકો પૌષ્ટિક અને હેલ્ધી ખોરાક ખાતા નથી જેના કારણે શરીરમાં કેલ્શિયમ ની ઉણપ સર્જાતી હોય છે. ઘણી બધી એવી કેટલીક વસ્તુઓ મળી આવે છે જેને રોજિંદા આહારમાં સમાવેશ કરવાથી કેલ્શિયમ ની ઉણપને પુરી કરી શકાય છે. આજે અમે તમને કેલ્શિયમથી ભરપૂર એવી કેટલીક વસ્તુઓ વિષે જણાવીશું જે હાડકાને અંદરથી મજબૂત બનાવશે.
નાની ઉંમર થી બાળકોના શરીરના કેલ્શિયમ ની કમી હોય તો બાળકોના હાડકા પણ નબળા રહે છે અને એમનો વિકાસ પણ ખુબ જ ઓછો થતો જોવા મળે છે. કેલ્શિયમ બાળકોના હાડકા અને સ્નાયુઓ ને મજબૂત બનાવે છે.
ગાયનું દૂઘ: ગાયના દૂઘ માં સારા પ્રમાણમાં કેલ્શિયમ મળી આવે છે. જે હાડકાને જરૂરી પોષણ પૂરું પાડી મજબૂત બનાવી રાખે છે. આ માટે હાડકા અને સ્નાયુઓને મજબુત બનાવી રાખવા માટે ગાયનું દૂઘ પીવું જોઈએ. બાળકો ના સારા વિકાસ માટે ગાયનું દૂધ ખુબ જ સારું માનવામાં આવે છે.
દહીં: દહીં માં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, ફાયબર જેવા તત્વોનો સ્ત્રોત મળી આવે છે. આ માટે જો તમે રોજિંદા આહાર ની સાથે સમાવેશ કરવાનું ચાલુ કરો છો તો શરીરને જરૂરી કેલ્શિયમ ની કમી પુરી થાય છે. જે હાડકાને અંદરથી મજબૂત બનાવે છે, આ સાથે દહીં ખાવાથી પાચન ક્રિયામાં પણ સારી રહે છે અને વજનને નિયત્રંણમાં રાખવામાં મદદ કરે છે.
લીલા પાંદડાવાળા શાકભાજી ખાવા: લીલા પાન વાળા શાકભાજીમાં ઘણા કેલ્શિયમ, ફાયબર, આયર્ન, પોટેશિયમ જેવા ઘણા પોષક તત્વોનો ખજાનો મળી આવે છે જે હાડકા થી લઈ શરીરના દરેક અંગોને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરે છે.
કાળા તલ: તલ બે પ્રકારના આવે છે, સફેદ અને કાળા. જેમાં કાળા તલમાં ખુબ જ સારા પ્રમાણમાં કેલ્શિયમ મળી આવે છે. આ માટે જો તમે રોજે ભોજન પછી એક ચમચી કાળા તલ ની ખાઓ છો તો કેલ્શિયમ ની કમી પુરી થશે અને હાડકાને મજબૂત બનાવશે. તે કબજિયાત ને મટાડવા માં મદદરૂપ સાબિત થાય છે.
શરીરમાં કેલ્શિયમ ની કમી છે અને તે કમી ને પુરી કરી હાડકાને મજબૂત બનાવવા છે તો ઉપર જણાવેલ વસ્તુઓ ખાવાની ચાલુ કરી દો, હાડકા 55+ ઉંમરે પણ મજબૂત રહેશે.