સ્વસ્થ રહેવા માટે સંતુલિત આહાર અને દૈનિક કસરત જરૂરી છે. જો તમે તેનું ધ્યાન રાખતા નથી, તો સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે. સંતુલિત આહારમાં તમામ જરૂરી પોષક તત્વો મળી આવે છે, જે સ્વાસ્થ્ય માટે જરૂરી છે. આમાંના કોઈપણ પોષક તત્વોની ઉણપને કારણે અનેક રોગો જન્મે છે.

આમાંનો એક રોગ ઓસ્ટીયોપોરોસીસ છે. ઓસ્ટીયોપોરોસીસ એ હાડકાને લગતો રોગ છે. આ રોગ શરીરમાં કેલ્શિયમની ઉણપને કારણે થાય છે. આ માટે કેલ્શિયમ અને વિટામીન-ડી ધરાવતી વસ્તુઓને દરરોજ ડાયટમાં સામેલ કરો. જો તમે પણ કેલ્શિયમની ઉણપને દૂર કરવા માંગો છો તો દરરોજ આ વસ્તુઓનું સેવન કરો. તો આવો જાણીએ.

ગોળ ખાઓ : ગોળને સુપર ફૂડ કહેવામાં આવે છે. તેમાં ઘણા જરૂરી પોષક તત્વો મળી આવે છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. ડાયટ ચાર્ટ મુજબ 1 ગ્રામ ગોળમાં 16.38 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે. આ માટે જો કેલ્શિયમની ઉણપ હોય તો ગોળનું વધુને વધુ સેવન કરો.

દૂધ પીવો : હાડકાંને મજબૂત કરવા માટે ડૉક્ટરો હંમેશા દૂધ પીવાની સલાહ આપે છે. કેલ્શિયમની ઉણપથી હાડકાં નબળા પડે છે. આ માટે રોજ દૂધ પીવો. જો તમે ઈચ્છો તો દૂધમાં મિક્સ કરીને ડ્રાય ફ્રૂટ્સનું સેવન કરી શકો છો. ખાસ કરીને રોજ સવારે નાસ્તાના સમયે અને રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધ પીવો.

ફણગાવેલા મગ ખાઓ : ફણગાવેલા મગમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેના સેવનથી શરીરમાં કેલ્શિયમની ઉણપ નથી થતી. આ ઉપરાંત અંકુરિત મગ ખાવાથી વધતા વજનને નિયંત્રિત કરવામાં પણ મદદ મળે છે. તે શરીરને તમામ જરૂરી પોષક તત્વો પણ પ્રદાન કરે છે.

રાગી ખાઓ : રાગીમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. ડાયટ ચાર્ટ મુજબ 100 ગ્રામ રાગીમાં 364 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે. તેથી, કેલ્શિયમની ઉણપને દૂર કરવા માટે, રાગીનો આહારમાં સમાવેશ કરો. આ સિવાય રાગીમાં ઘણા જરૂરી પોષક તત્વો મળી આવે છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે વિવિધ પ્રકારના રોગોમાં ફાયદાકારક છે.

ચીઝ : ચીઝ પણ કેલ્શિયમ મેળવવાનો એક સારો સ્ત્રોત છે. રોજ ચીઝનું સેવન કરવાથી આપણા શરીરને જરૂરી કેલ્શિયમ મળી રહે છે પરંતુ તેનું વધુ માત્રામાં સેવન કરવાથી આપણા શરીરની ચરબી પણ વધી શકે છે. માટે તેનું થોડા પ્રમાણમાં રોજ સેવન કરવું જોઈએ.

અંજીર : અંજીરને પણ કેલ્શિયમનો ઉત્તમ માનવામાં આવે છે. તેનું નિયમિત સેવન કરવાથી આપણે હાડકાંને લગતી બીમારીઓથી દૂર રહી શકાય છે. તેમજ તે આપણા હાડકાંના વિકાસમાં પણ મદદ કરે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *