શરીરને સ્વસ્થ રાખવામાં કેલ્શિયમ મહત્વની ભૂમિકા ભજવે છે. જો શરીરમાં આ વિટામિનની ઉણપ હોય તો તમે ઘણી બીમારીઓનો શિકાર બની શકો છો. આવી સ્થિતિમાં, તમે આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરીને આ પોષક તત્વોની ઉણપને પૂરી કરી શકો છો.
જો કે દૂધને કેલ્શિયમનો સમૃદ્ધ સ્ત્રોત માનવામાં આવે છે, પરંતુ ઘણા લોકોને દૂધની ગંધથી અથવા કોઈ કારણોસર પીવાનું પસંદ નથી કરતા, જ્યારે કેટલાક લોકોને તેનો ટેસ્ટ ગમે છે અને પીવાનું પસંદ કરે છે.
જો તમને પણ દૂધ પીવું પસંદ નથી, તો તમે કેટલીક વસ્તુઓને ખાવામાં સામેલ કરી શકો છો જે શરીરમાં કેલ્શિયમની જરૂરિયાત ને પુરી પાડે છે. કેલ્શિયમની ઉણપ દૂર કરવા માટે દૂધની જગ્યાએ આ વસ્તુઓનો સમાવેશ કરો
1. નટ્સને આહારનો ભાગ બનાવો : ઘણા પ્રકારના નટ્સમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. આ પોષક તત્વોની ઉણપને દૂર કરવા માટે તમે બદામને આહારમાં સામેલ કરી શકો છો. તેમાં કેલ્શિયમનું પ્રમાણ વધુ હોય છે. તેની સાથે વિટામીન-ઈ, કોપર, મેગ્નેશિયમ અને અન્ય વિટામીન હાજર છે.
2. સોયાબીન ખાઓ : શરીરમાં કેલ્શિયમની ઉણપને દૂર કરવા માટે સોયાબીનનું સેવન કરી શકાય છે. તેમાં આયર્ન અને પ્રોટીન પણ પર્યાપ્ત માત્રામાં જોવા મળે છે. જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જો તમને દૂધ ન ગમતું હોય તો તમે તેના બદલે સોયાબીન ખાઈ શકો છો.
3. રાગી ખાઓ : શરીરમાં કેલ્શિયમની ઉણપને પૂરી કરવા માટે રાગીનું સેવન કરી શકાય છે. તમે તેના લોટની બનેલી રોટલી ખાઈ શકો છો. તે કેલ્શિયમને શોષવામાં મદદ કરે છે. તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે.
4. પાલક ખાઓ : પાલકમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે અને તે કેલ્શિયમથી પણ ભરપૂર હોય છે. આ પોષક તત્વોની ઉણપને પૂરી કરવા માટે પાલકને આહારમાં સામેલ કરી શકાય છે.
5. ચિયા સીડ્સનું સેવન કરો : તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને અન્ય વિટામિન્સ મળી આવે છે. શરીરમાં કેલ્શિયમની ઉણપને દૂર કરવા માટે ખોરાકમાં દૂધની જગ્યાએ ચિયાના બીજનો પણ સમાવેશ કરી શકાય છે.