આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

મજબૂત હાડકાં માટે સંતુલિત આહાર લેવો ખૂબ જ જરૂરી છે. હાડકાંને સ્વસ્થ રાખવા માટે તમને મુખ્યત્વે પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ અને વિટામિન ડીની જરૂર હોય છે. સંતુલિત આહાર ખાવાથી તમને તંદુરસ્ત હાડકાં માટે જરૂરી તમામ પોષક તત્વો મેળવવામાં મદદ મળે છે.

હાડકાં માટે કેલ્શિયમ એક આવશ્યક વિટામિન છે. સામાન્ય સંજોગોમાં, પુખ્ત વયના લોકોને એક દિવસમાં 700 મિલિગ્રામ કેલ્શિયમની જરૂર હોય છે. આ માટે નિષ્ણાતો તમને દરરોજ સંતુલિત આહાર લેવાની સલાહ આપે છે.

દૂધ, ચીઝ અને અન્ય ડેરી ખોરાક, લીલા પાંદડાવાળા શાકભાજી જેમ કે બ્રોકોલી, કોબી અને ભીંડા વગેરે, સોયાબીન કેલ્શિયમના ઉત્તમ સ્ત્રોત છે. જાણીએ કઈ એવી વસ્તુઓ તમારા હાડકા ઘડપણમાં પણ ઠીક રહે.

કેળા : કેળા મેગ્નેશિયમનો સારો સ્ત્રોત છે. મેગ્નેશિયમ એ હાડકાં અને દાંતના નિર્માણ માટે જરૂરી વિટામિન છે. હાડકાંને મજબૂત બનાવવા માટે તમારે દરરોજ એક થી બે કેળાનું સેવન કરવું જોઈએ. રોજ કેળું ખાવું નબળા હાડકાંની સમસ્યાને દૂર કરવામાં કારગર સાબિત થઈ શકે છે.

પાલક: લીલા પાંદડાવાળા શાકભાજી કેલ્શિયમથી ભરપૂર હોય છે જે તમારા દાંત અને હાડકાંને બનાવવામાં મદદ કરે છે. બાફેલી પાલકનો એક કપ શરીરની દૈનિક કેલ્શિયમની જરૂરિયાતના 25 ટકા જેટલો પૂરો પાડી શકે છે. ફાઈબરથી ભરપૂર આ પાંદડામાં વિટામિન એ અને આયર્ન પણ ભરપૂર માત્રામાં હોય છે. જેના દ્વારા તમારા શરીર અને હાડકાંને સારું પોષણ મળી શકે છે.

અખરોટ: અખરોટમાં કેલ્શિયમ હોય છે, પરંતુ તેમાં મેગ્નેશિયમ અને ફોસ્ફરસ પણ હોય છે, જે હાડકાના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. મેગ્નેશિયમ હાડકામાં કેલ્શિયમના શોષણમાં મદદ કરે છે. જો તમે ઉંમર પ્રમાણે તમારા હાડકાંને મજબૂત રાખવા માંગતા હોવ તો અખરોટ વધુ સારું પોષણ પ્રદાન કરી શકે છે.

ડેરી પ્રોડક્ટસ : દૂધ, દહીં અને ચીઝ જેવા ઉત્પાદનોમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે હાડકાની મજબૂતાઈ અને બંધારણ માટે સૌથી મહત્વપૂર્ણ વિટામિન છે. એક કપ દૂધ અને એક કપ દહીં એ કેલ્શિયમના ઉત્તમ સ્ત્રોત છે જે તમે દરરોજ ખાઈ શકો છો.

સંતરા: સંતરાનો જ્યુસ શરીરને કેલ્શિયમ અને વિટામિન ડી પ્રદાન કરે છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે? એવું પણ કહેવાય છે કે સંતરના જ્યૂસના નિયમિત સેવનથી ઓસ્ટિયોપોરોસિસનું જોખમ પણ અમુક હદ સુધી ઘટાડી શકાય છે.

વિટામિન ડી: આપણા આહારમાંથી યોગ્ય માત્રામાં વિટામિન ડી મેળવવું આપણને મુશ્કેલ લાગે છે. તેથી જ મજબૂત હાડકાં માટે આપણે સૂર્યપ્રકાશમાંથી આ વિટામિન ડી મેળવી શકીએ છીએ. વહેલી સવારે ગરમ તડકામાં ચાલવું શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે.

દરરોજ સૂર્યના સંપર્કમાં આવવાથી આપણે સૂર્યપ્રકાશમાંથી વિટામિન ડી બનાવી શકીએ છીએ. વિટામિન ડી ધરાવતી દવાઓ પણ બજારમાં ઉપલબ્ધ છે, પરંતુ તેનું સેવન ડૉક્ટરની સલાહ પર જ કરવું જોઈએ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *