આપણું શરીર ઘણા બધા મહત્વ પૂર્ણ અંગોહી બનેલું છે, શરીરના દરેક અંગોને પૂરતા પ્રમાણમાં લોહીની જરૂર હોય છે, આ ઉપરાંત વિટામિન્સ, મિનલ્સ પણ સારી માત્રામાં મળી રહે તે ખુબ જ આવશ્યક છે. શરીરના અંગોને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો ના મળવાના કારણે ઘણી બધી તકલીફનો સામનો કરવો પડી શકે છે.
શરીરમાં આવતી કમજોરીને દૂર કરવા અને વારેવારે કોઈ કામ કરવામાં લગતા થાકને દૂર કરવા માટે આપણે વિટામિન-સી યુક્ત આહાર લેવો જોઈએ જે આપણા શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી અને ઉર્જા આપે છે.
આપણા શરીરનું બંધારણ હાડકાથી થયેલ છે આ માટે હાડકાને સ્વસ્થ હેલ્ધી અને મજબૂત બનાવી રાખવા પણ ખુબ જ જરૂરી છે. આ માટે આપણે આહારમાં પ્રોટીન અને કેલ્શિયમ થી ભરપૂર હોય તેવા ખોરાકનો સમાવેશ કરવો જોઈએ.
જેથી આપણા હાડકા મજબૂત અને સ્ટ્રોંગ રહે. આજના સમયમાં મોટાભાગના લોકો હાડકાને લગતી સમસ્યાથી પીડાઈ રહ્યા છે એવા લોકો માં પણ કેલ્શિયમની કમી વધુ રહેતી હોય છે આ માટે તે ડોકટર પાસે જાય છે અને ડોક્ટર કેલ્શિયમ ની ગોળીઓ આપે છે અને તે ખાવી પડે છે.
પરંતુ આપણે ગોળીઓ ખાધા વગર જ કેલ્શિયમ અને પ્રોટીન મળી રહે તેવા ખોરાક ને રોજિંદા આહારમાં સમાવેશ કરવો જોઈએ, જેથી વધતી ઉંમરે પણ સાંધા ના દુખાવા, ઢીંચણના દુખાવા, કમરના દુખાવા જેવી હાડકાને લગતી કોઈ પણ સમસ્યાથી બચી શકીશું. હાડકા કમજોર પડી જાય તો શરીર ખુબ જ નબળું પડી જાય છે આ માટે શરીરને મજબૂત બનાવી રાખવા માટે કેલ્શિયમ યુક્ત આહાર ખાવો જોઈએ.
લીલા પાન વાળા શાકભાજી ખાઓ: જો તમને કોઈ પણ જગ્યાએ લીલા પાન વાળા શાકભાજી દેખાય જાય ત્યારે લઇ લેવા જોઈએ અને તેનું સેવન કરવું જોઈએ, તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, પ્રોટીન જેવા મહત્વ પૂર્ણ તત્વો મળી આવે છે. જે આપણા હાડકાને મજબૂત બનાવવાની સાથે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બનાવે છે જે અનેક રોગો સામે લડવાની શક્તિ વધારે છે.
ફ્રૂટ્સ નું સેવન: ફ્રૂટ્સનું સેવન કરવું અર્પણ શરીર માટે ખુબ જ જરૂરી છે, ફ્રૂટ્સ નું સેવન કરવાથી વિટામિન-સી, કેલ્શિયમ, પ્રોટીન, આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા મહત્વ પૂર્ણ તત્વોનો સારો સ્ત્રોત મળી આવે છે. જે આપણા શરીરના દરેક અંગોને મજબૂત અને સ્ટ્રોંગ બનાવે છે. આ માટે સીઝનમાં મળી આવતા ફળો નું સેવન રોજે કરવું જોઈએ.
ડ્રાયફ્રૂટ્સ નું સેવન: ડ્રાય ફ્રૂટ્સ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે. તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, પ્રોટીન, સલ્ફર, પોટેશિયમ જેવા તત્વોનો ખજાનો મળી આવે છે આ માટે બદામ, અંજીર, કિસમિસ, કાજુ, સિયાસીડ્સ નો સમાવેશ કરવો જોઈએ. જો તમારે ડ્રાય ફ્રૂટ્સ ના વધારે ફાયદા જોઈતા હોય તો એને રાતે પલાળી સવારે ખાલી પેટ ખાઈ લેવા જોઈએ.
પલાળેલા ડ્રાય ખાવાથી આપણી પાચનક્રિયામાં સુધારો થાય છે, વાળને લગતી અનેક પ્રકારની બીમારીઓ દૂર છે, સ્કિનમાં નેચરલી ચમક આવે છે અને વૃદ્ધાવસ્થાના ચિન્હો ને દૂર કરે છે. કેન્સર, ડાયાબિટીસ, એનિમિયા જેવી બીમારીમાં ખુબ જ લાભદાયક છે.
દૂધ પીવું: તમારે રોજે એક ગ્લાસ દૂધ પીવું જોઈએ, કેલ્શિયમથી ભરપૂર એવા ગાયનું દૂધનો સમાવેશ કરવાથી હાડકાને જરૂરી પોષક તત્વ મળી આવે છે, જે સાધના દુખાવા, કમરના દુખાવા ઢીંચણના દુખાવામાં બૂમો પાડે છે તેમને તો ખાસ ગાયનું દૂધ સૂએ પહેલા પીવું જ જોઈએ. જે હાડકાને લાંબા સમય સુધી સ્વસ્થ અને હેલ્ધી અને મજબૂત બનાવી રાખે છે.
જો તમે પણ હાડકાને લગતી સમસ્યા હોય, વાળને લગતી કોઈ સમસ્યા હોય, આયર્નની ઉણપ જેવી સમસ્યા હોય, સાંધાના દુખાવા, કમરમાં દુખાવા, ઢીંચણના દુખાવાથી પરેશાન હોય તો રોજિંદા જીવનમાં આ વસ્તુનો સમાવેશ કરવો જોઈએ.