સૂકામેવા આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી હોય છે. આ માટે આપણે રોજે ડાયટમાં થોડા કાજુનો સમાવેશ કરવો. કાજૂમાં ઉર્જાનો એક સારો સ્ત્રોત છે. જેમાં થોડા કાજુ ખાવાથી આપણા શરીરને ઉર્જા મળે છે, આ ઉપરાંત ઘણી બીમારીઓમાં ખુબ જ ફાયદાકારક છે.
આધુનિક યુગમાં દરેક વ્યક્તિ પોતાના કામમાં ખુબ જ વ્યસ્ત હોય છે તેવામાં શરીરને સ્ટ્રોંગ અને મજબૂત બનાવી રાખવું ખુબ જ જરૂરી છે જેથી આપણે કોઈ પણ કામ કરવામાં થકા અને કમજોરીનો અહેસાસ ના થયા. આ માટે માટે આપણે ડાયટમાં ડ્રાયફ્રુટ્સનો સમાવેશ કરવો જોઈએ.
કાજૂમાં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે જેમ કે, પ્રોટીન, ફાયબર, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ, મિનરલ્સ, ખનીજ તત્વો જેવા અનેક તત્વોનો ખજાનો મળી આવે છે. જે આપણા શરીર માટે ખુબ જ જરૂરી છે. રોજે માત્ર ચાર થી પાંચ કાજુ ખાવાથી સ્વાસ્થ્યને થતા ફાયદા વિષે જણાવીશું.
કાજૂને ખાવાથી ભરપૂર ઉર્જા અને એનર્જી મળી રહે છે, આ માટે દિવસમાં જયારે પણ થાક લાગે કે કોઈ પણ કામ માં મન લાગે ત્યારે ચારથી પાંચ કાજુ ખાવા જોઈએ જે મૂડને સુધારીને કામ કરવામાં ઉતેજીત કરે છે અને વારે વારે લગતા થાકને તાત્કાલિક દૂર કરવામાં મદદ કરે છે.
કાજુ પ્રોટીનથી ભરપૂર છે માટે તેને નિયમિત યોગ્ય માત્રામાં ખાવાથી વાળ અને ત્વચાના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે, માટે વાળ અને ત્વચા સંબંધીત અનેક સમસ્યાઓમાં વધારે પૈસા દવાખાનમાં ખર્ચ કર્યા વગર કાજુને ડાયટમાં સમાવેશ કરી વાળ અને ત્વચાને હેલ્ધી બનાવી શકાય છે.
કોલેસ્ટ્રોલની સમસ્યા ખુબ જ ગંભીર માનવામાં આવે છે. જેને કંટ્રોલમાં રાખવા માટે કાજુ ને ડાયટમાં સમાવેશ કરવો જોઈએ, કાજૂમાં પ્રોટીન સારી માત્રા હોય છે જેને પચવામાં ખુબ જ ઓછો સમય લાગે છે, લોહીની કમીહોય તેવા લોકો માટે નિયમિત પણે કાજુને ખાવા જોઈએ જે લોહીના પરિભ્રમણ ને વધારી લોહીની માત્રામાં વધારો કરે છે.
નિયમિત પાને કાજૂ ખાવામાં આવે તો ભૂખ ના લગાવાની સમસ્યા દૂર થાય છે . આ ઉપરાંત ખોરાકને ઝડપી પચવામાં મદદ કરે છે. જેથી આંતરડામાં ભરાઈ ગયેલ મળને છૂટો કરી પેટને સાફ રાખવામાં મદદ કરે છે જેથી ગેસ, અપચો અને કબજિયાતમાં રાહત મળે છે.
કાજૂમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ મળી આવે છે માટે કાજુનો ઉપયોગ ત્વચા પર ફેસમાસ્ક તરીકે કરવામાં આવે તો ત્વચામાં નિખાર આવે છે આ માટે રાતે કાજુને એક દૂધના બાઉલમાં પલળીને રહેવા દો અને સવારે ઉઠીને તેને પીસીને તેમાં મુલતાનમી માટી અને થોડું દહીં મિક્સ કરીને ચહેરા પર લગાવાથી ચહેરાની તેઈલી ત્વચા, ચહેરા પરના બ્લેક હેડ્સને દૂર કરી ચહેરાને સુંદર અને ચમકદાર બનાવે છે.
કાજુ હાડકાને મજબૂત બનાવે છે. કાજૂમાં પ્રોટીન અને કેલ્શિયમ મળી આવે છે જે શરીરના હાડકાને મજબૂત બનાવી હાડકાને લગતી સમસ્યાથી બચાવે છે. આ ઉપરાંત દાંત અને પેઢાને મજબૂત બનાવી રાખવામાં મદદ કરે છે.
કાજૂમાં મોનોસેચ્યુરેટેડ નામનું તત્વ મળી આવે છે જે હૃદયને લગતી બીમારીઓ થી બચાવવામાં મદદ કરે છે. જે હૃદયને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખે છે. કાજૂમાં મળી આવતા એન્ટી ઓક્સીડેન્ટ ગુણ કેન્સરથી બચાવી રાખવામાં મદદ કરે છે. વજન ને કંટ્રોલમાં રાખવા માટે કાજુ ખુબ જ ફાયદાકારક છે. માટે વજન ધટાડવા માંગતા હોય તો કાજુને ડાયટમાં સમાવેશ કરવો જોઈએ.