એમાં કોઈ શંકા નથી કે ચા વિશ્વના સૌથી પ્રિય પીણાંમાંનું એક છે. ચા વિશે દરેકની પસંદગી પણ અલગ-અલગ હોય છે. મસાલા ચાથી લઈને કેમોલી ચા સુધી, તમને ચાના ઘણા વિકલ્પો મળશે.
પરંતુ એક મજાની વાત એ છે કે અલગ-અલગ પ્રકારની ચા અનેક ફાયદાઓથી ભરપૂર છે, પરંતુ વધુ પડતી ચા પીવાથી નુકસાન પણ થઈ શકે છે. તો જો તમે પણ ચાના શોખીન છો અને દિવસમાં ઘણીવાર થોડી થોડી ચા પીવો છો તમારે તેનાથી થતું નુકશાન પણ જાણવું જરૂરી છે.
ઊંઘની સમસ્યા: જો તમને ઊંઘની સમસ્યા છે અથવા રાત્રે સારી રીતે ઊંઘ આવતી નથી તો તમે તમારી મનપસંદ ચાને દોષ આપી શકો છો. વધુ પડતી ચા પીવાથી તમારી ઊંઘ બગડી શકે છે. ચામાં રહેલું કેફીન તમારા ઊંઘના ચક્રને ખલેલ પહોંચાડે છે. આ એટલા માટે કારણકે કેફીન મેલાટોનિન હોર્મોનને અસર કરે છે, જે ઊંઘની પેટર્નને અસર કરે છે.
છાતીમાં બળતરા: તમારી મનપસંદ ચા ઘણીવાર છાતીમાં સમસ્યાઓનું કારણ બને છે. આ એટલા માટે છે કારણ કે કેફીન પેટમાં એસિડના નિર્માણમાં વધારો કરે છે, જે છાતીમાં બળતરા, પેટનું ફૂલવું અને બેચેનીનું કારણ બને છે.
ગર્ભાવસ્થા દરમિયાન સમસ્યાઓ: વધુ પડતી ચા માતા અને બાળક બંનેને નુકસાન પહોંચાડે છે. કેફીનનું વધુ પડતું સેવન પણ જટિલતાઓનું જોખમ વધારે છે. તેથી, આ સમય દરમિયાન કેફીન-મુક્ત ચા અથવા હર્બલ ચા પીવાની ભલામણ કરવામાં આવે છે.
માથાનો દુખાવો: માથું દુખતું હોય ત્યારે આપણે ઘણીવાર એક કપ ચા પીવાની ઈચ્છા કરીએ છીએ, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તમારી ચા પીવાની આદત વાસ્તવમાં માથાનો દુખાવોનું કારણ છે. વધુ ચા પીવાથી તમે તેના પર નિર્ભર થઈ જાઓ છો, પરંતુ તેનાથી પરેશાની અને માથાનો દુખાવો વધે છે.
પોષક તત્વોનું ઓછું શોષણ: કેફીનનું વધુ પડતું સેવન ખરેખર તમારા પાચનમાં અવરોધ લાવી શકે છે અને પોષણનું શોષણ ઘટાડી શકે છે. ચામાં ટેનીન નામનું ઘટક હોય છે, જે આપણા ખોરાકમાંથી આયર્નના શોષણમાં અવરોધ ઊભો કરે છે. આ જ કારણ છે કે ભોજન સાથે ચા ક્યારેય ન પીવી જોઈએ.
બેચેની વધવી: તણાવને દૂર કરવા અથવા વ્યસ્ત જીવનમાંથી બ્રેક લેવા માટે આપણે ઘણીવાર ચાના કપનો સહારો લઈએ છીએ, પરંતુ તમને જણાવીએ કે આ આદત ખરેખર તણાવ અને ચિંતા વધારી શકે છે. કારણકે કેફીનનું વધુ પડતું સેવન બેચેની વધારવાનું કામ કરે છે. તેને ઘટાડવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે ચાનું સેવન ઓછું કરવું અને તેના બદલે ગ્રીન ટી પીવી.
જો તમે અહીંયા જણાવેલી સમસ્યાઓથી પરેશાન થઇ ગયા છો અથવા તમે ચાના શોખીન છો તો તમારે ચા પીવાની બંધ કરી દેવી જોઈએ અથવા તો પીવાની ઓછી કરી દેવી જોઈએ.