ઉનાળાની ઋતુમાં સૌથી વધુ ને વધુ પીણાં પીવાની સલાહ આપવામાં આવે છે. કાર્બોનેટેડ પાણી, ડ્રિંક્સ વગેરે જેવા વિવિધ પ્રકારના પીણાં તંદુરસ્ત અને પૌષ્ટિક હોવા જોઈએ. આ સિઝનમાં સૌથી પ્રખ્યાત ઉનાળામાં પીવામાં આવતું આ પીણું એ છાશ છે.
છાશનું વધારે પડતું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક નથી, તે સ્વાદમાં પણ ઉત્તમ હોય છે. ઉનાળાની ઋતુમાં સૌથી વધારે મહત્વ છાશ ને આપવામાં આવે છે. અને લોકો તેને પોતાના આહારમાં સમાવેશ કરવામાં આવે છે. ઘણા લોકો તેને બપોરના ભોજન સાથે લેવાનું વધારે પસંદ કરે છે. અને ઘણા લોકો તેને રાત્રિના ભોજન સાથે પીવે છે.
પરંતુ શું તમે ક્યારેય એવું વિચારીયું છે કે છાશ પીવાનો ઉત્તમ સમય કયો છે? અમે તમને જણાવી દઈએ કે છાશ પીવાનો ઉત્તમ સમય સવારે એટલે કે ખાલી પેટ તેનું સેવન કરવાથી પાચનક્રિયા મજબૂત થાય છે. ચયાપચયની ક્રિયામાં સુધારો કરે છે અને આ ઉનાળાની ઋતુમાં શરીરને ઠંડુ રાખે છે. તો ચાલો જાણીએ ખાલી પેટ છાશ પીવાથી આટલા ફાયદા થાય છે.
1 પેટની બળતરાને કંટ્રોલ કરે : જો તમને વધારે પેટમાં દુખાવો થતો હોય અથવા એસિડિટીની સમસ્યા હોય તો છાશ પીવી તમારા શરીર માટે કારગર સાબિત થઈ શકે છે. નિયમિત રીતે ખાલી પેટ છાશ પીવાથી પેટ માં થતા દુખાવામાં જલ્દી છુટકારો મળી શકે છે. તે પેટની અંદર થતી બળતરા ઓછી કરવા અને એસિડિટીને દૂર કરવામાં મદદ કરે છે.
2 ડિહાઇડ્રેશન ઘટાડવું : સામાન્ય રીતે ડીહાઈડ્રેશનની સમસ્યા ઉનાળાની ઋતુમાં થાય છે. આમ ઉપરાંત ખાલી પેટ છાશ પીવાથી ડિહાઇડ્રેશનથી મુક્તિ મળે છે, તેમ છતાં પીણામાં સિંધાલુ મીઠું ઉમેરીને પીવાથી પાચનક્રિયા પણ સુધારો થાય છે.
3 પોષણ તત્વોથી ભરપૂર : છાશ પીવાથી આપણા શરીરમાં કેલ્શિયમ અને પ્રોટીન જેવા પોષક તત્વોની ઉણપ પુરી પડે છે. ખાલી પેટ છાશનું સેવન કરવાથી શરીરને લાંબા સમય સુધી ઉર્જાવાન રાખવામાં મદદરૂપ થાય છે.
4 ઝાડા ઘટાડવા : જો તમને ઝાડાની સમસ્યા હોય તો જો તમે ખાલી પેટ પર એક ગ્લાસ છાશ લો અને તેની અંદર થોડો આદુનો પાઉડર ઉમેરવાથી ઝાડા થવાની સમસ્યા દૂર થઇ જશે. આખા દિવસમાં તમે કેટલીયે વાર તમે આનું સેવન કરી શકો છો, જેના કારણે ઝાડા થવાથી શરીર માં પાણી ધટી જવાની સમસ્યા દૂર થઇ જશે.
5 વજન નિયંત્રિત કરો : છાશનું સેવન ખાલી પેટ કરવાથી શરીરમાં વજન અને કોલેસ્ટ્રોલના લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત, છાશમાં રહેલ સક્રિય પ્રોટીન, એન્ટી કેન્સર, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિવાયરસ આ બધા ગુણો ધરાવે છે જે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
6 પેટની સમસ્યામાં રાહત : જો તમને પેટને લગતી કોઈ પણ સમસ્યા હોય તો તમે એક ગ્લાસ ખાલી પેટ છાશ લો. આ પેટની સમસ્યામાં માંથી રાહત મેળવવા સાથે પાચનક્રિયા મજબૂત કરવામાં કારગર સાબિત થાય છે. ખાલી પેટ આ છાશ પીવાથી પેટને ઠંડક કરે છે, માટે છાશને સર્વશ્રેષ્ઠ માનવામાં છે.
7 ત્વચાને સાફ કરવા : છાશમાં રહેલ વિટામિન-બી, પ્રોટીન, કેલ્શિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો આવેલ હોય છે. જે ખાલી પેટ પર તેનું સેવન કરવાથી શરીરને ડિટોક્સિફાય કરવામાં અને ત્વચાને અંદરથી સાફ કરવામાં મદદરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત, છાશનો ઉપયોગ ત્વચાની અન્ય ઘણી પ્રોબ્લમ જેવા કે ખીલ, કરચલીઓ, ડાઘા વગેરે દૂર કરવા માટે પણ થાય છે.
8 હૃદયને સ્વસ્થ રાખો : નિષ્ણાતો ના જાણાવીયા અનુસાર ખાલી પેટ છાશ પીવાથી હૈ બ્લડ પ્રેશરનું જોખમ ઓછું કરે છે અને શરીરની ધમનીઓ મજબૂત થાય છે. આ માટે બ્લડ પ્રેશર થી બચવા માટે આ એક સરળ ઉપાય કરવો ખુબ જ ફાયદાકારક સાબિત થશે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી શેર કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે.