આ માહિતીમાં એક એવી વસ્તુ વિષે જણાવીશું જે વસ્તુ કેલ્શિયમ, પ્રોટીન, ફાઇબર અને ઘણા બધા વિટામિન સીથી ભરેલી છે. આ વસ્તુ ગરીબોની બદામ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે આ વસ્તુ ખાવાથી આપણને સાંધા ને લગતી કોઈપણ પ્રકારની તકલીફ દૂર થાય.
આ વસ્તુ ખાવાથી 70 વર્ષ પછી પણ તમારા હાડકા ક્યારેય પણ નબળા પડશે નહીં. આ વસ્તુને તમારે દિવસમાં 35 ગ્રામ ખાવાની છે. આ વસ્તુ ખાવાથી શરીરમાં ઘણા ફાયદા થાય છે જેમ કે લોહી વધે છે. આ વસ્તુની અંદર આયરન ભરપૂર માત્રામાં છે, જે લોકોનું હિમોગ્લોબીન ઓછું થઈ ગયું તેનું લોહી વધી જાય છે.
આ વસ્તુ ખાવાથી રક્તપિત્તની તકલીફ દૂર કરે, કફ, વાત અને પિત્તના રોગને દૂર કરે છે. આ ઉપરાંત આ વસ્તુ ખાવાથી વાળ ખરતા હોય તો વાળ ખરતા બંધ થઇ જાય છે, વાળ કાળા અને ચમકદાર બને છે. આ વસ્તુ ખાવાથી ચહેરાની સુંદરતા વધે છે અને ત્વચાના ચમક આવે છે.
આ ઉપરાંત આ વસ્તુ બળવર્ધક છે જેથી જે લોકોના શરીરમાં નબળાઈ આવી ગઈ છે, જે લોકોના હાથ પગમાં દુખાવો થાય છે, સ્ત્રીઓના પગમાં નબળાઈ કે શરીરમાં નબળાઈ છે તો તેમના માટે આજે વસ્તુ એક વરદાન સ્વરૂપ છે.
તો આ વસ્તુ કઈ છે અને કોણે કેટલી માત્રામાં લેવી જોઈએ જેથી તેનો વધુ ફાયદો થઇ શકે અને શરીરમાં કોઈ બીજી સમસ્યા ન થાય. અહીંયા જે વસ્તુ વિષે જણાવ્યું છે તે વસ્તુનું નામ છે ચણા. ચણા કેવી રીતે ખાવા અને કેટલી માત્રામાં ખાવા એ પણ જાણવું જરૂરી છે.
આપણા આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે ચણા એ વ્યક્તિએ વધારે પ્રમાણમાં ખાવા જોઈએ જે લોકોને પેટની કોઈ પણ નાની-મોટી સમસ્યા ન થતી હોય. જે લોકોને કઈ ખાધા પછી પેટ ભારે ભારે થઇ જતું હોય તો અથવા તો જેમનું વજન ખૂબ વધારે હોય, તેમણે ચણા ઓછી માત્રામાં એટલે કે દિવસમાં 20 ગ્રામ જેટલા ખાઈ શકે છે.
હવે જણાએ ચણાને કેવી રીતે ખાવા: સૌ પ્રથમ 30 ગ્રામ ચણા લઇ તેને કૂકર પ્રેશર કુકરમાં નાખી તેમાં ૧ લિટર જેટલું પાણી નાખો, તેને વ્યવસ્થિત બફાવા દો. ચણા બફાઈ જાય એટલે તેમાંથી પાણી બહાર કાઢી અને ચણાને થોડા ઠંડા થવા દો.
ત્યારબાદ આ ચણાને તમારે ભૂખ્યા પેટે ખાઈ લેવાના છે અને તેના પર પાણી પીવાનું નથી. ચણા ખાઈ લીધા પછી તરત જ પાણી પીવાનું નથી. 20 થી 30 મિનિટ પછી પાણી પીવું. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે