ઘણા લોકોના શરીરમાં ગરમી વધુ જોવા મળે છે જેના કારણે મોઢાંમાં ઇન્ફેકશન થઈ શકે છે. આ શિવાય મોઢાંની ઘણી બીમારી પણ થઈ શકે છે, જેવી કે મોઢાંની ગરમી, મોઢાંમાં ચાંદા પડવા, મોઢામાં ફોલ્લાંઓ અને મોઢામાંથી દુર્ગંધ આવવી વગેરે. આજે અમે તમને આ સમસ્યાના ઘરેલુ ઉપચાર બતાવવાના જઈ રહ્યા છીએ. તો જાણવા માટે આ લેખ અંત સુધી વાંચો.
આપણે જાણીએ છીએ કે જયારે મોઢામાંથી દુર્ગંધ આવે છે ત્યારે કોઈ વ્યક્તિ નજીક આવીને વાત કરવા તૈયા૨ હોતું નથી. આવી સ્થિતિમાં તાજી ગ્રીન પાર્સલીનાં પાન ચાવો અને અલોવેરા જેલથી પેઢાં પર મસાજ કરો. આ બંને વસ્તુઓ કુદરતી એન્ટીબાયોટિકનું કામ કરે છે. આનાથી મોંનાં ટોક્સિન્સ ખતમ થાય છે અને ચાવવાથી વધુ માત્રામાં લાળ બને છે.
જેઠી મધ, શતાવરી, આમળાં અને ખડી સાકર સરખા વજને લઈ બરાબર ખાંડી અને બારીક ચૂર્ણ બનાવવું. ત્યારબાદ એકથી દોઢ ચમચી જેટલું આ ચૂર્ણ સવારે અને રાત્રે એક ગ્લાસ દૂધ સાથે નિયમિત લેવું. આ ઉપાયથી તરત જ આરામ મળશે.
શરીરની ગરમીને અકરને મોં આવી ગયું હોય, મોંમાં ચાંદાં પડ્યાં હોય, મોઢામાં લાલ લાલ થઇ ગયું હોય, કંઈ ખાતાં મોંમાં બળતરા થતી હોય તો વડની છાલનો ઉકાળો મોંમાં રાખી મૂકવાથી ફાયદો થાય છે.
ઘણીવાર પાચન ક્રિયાની ખરાબીને લીધે મોંમાંથી દુર્ગંધ આવે છે. તેનાથી છુટકારો મેળવવા માટે 5 મુનક્કા અને 5 એલચીને છોલીને તેના દાણા મોઢામાં મુકવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે.
મોંમાંથી આવતી દુર્ગંધથી રાહત મેળવવા માટે ધાણા ચાવવાથી દુર્ગંધ દૂર થાય છે. આ માટે સમુદ્રફ્ળ ગાયના ઘી સાથે ખાવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે. આ ઉપરાંત બહેડા-આમળાં-હરડેનો ઉકાળો કરી તેનાથી કોગળા કરો. આ ઉપરાંત તલ ચાવવા અથવા તલના તેલના કોગળા કરો. આનાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે.
વારંવાર કબજીયાતના કારણે મોઢામાં ચાંદા પડી જતા હોય તો દિવસમાં 2 કેળાં ખાઈ જાઓ. કેળા ખાવાથી માત્ર 1 દિવસમાંજ મોંના ચાંદા મટી જશે.
એલચી દાણા, તુલસીનાં બી અને સુગંધી વાળો સરખે ભાગે મેળવી નાગરવેલનાં પાનમાં નાખીને ખાવાથી મોઢાંની દુર્ગંધ દૂર થાય છે અને મોઢું પહેલા જેવું સ્વચ્છ થાય છે. જયારે તમારું મોઢું પાકે અને ગરમી થાય ત્યારે આ ઉપાય જરૂર કરો. આ ઉપરાંત બાવળની લૂગદી (પાનની કે ફ્ળની) મોઢામાં રાખવી અથવા મેંદીનાં પાન ચાવવાં.
ઘણી વખત ગરમ ગરમ ખાવાથી કે શરીરની ગરમી ને કારણે મોઢાંમાં ચાંદા પડે છે, અને પછી તીખું કે ગરમ ખાવાથી ખુબજ બળતરા થાય છે અને કઈ ખાઈ શકતા નથી. આવી પરિસ્થિતિમાં ચાંદા મટાડવા ખુબજ જરૂરી છે. આ માટે કાથો, એલચી મોઢાનાં ચાંદાં પર દબાવી રાખો. એક જ દિવસમાં મોઢાના ચાંદા મટી જશે.