ગરમીની ઋતુમાં સૌથી વધુ ગરમી થવાથી પરસેવો થતો હોય છે. તેવામાં પ્રદુષણ અને ખરાબ આંબોહવાના હોવાના કારણે સ્કિનને લગતી અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. માટે ગરમી કરતા લોકો શિયાળાની ઠંડી સૌથી વધુ પસંદ કરતા હોય છે.

ચહેરા પર આમ તો મોટાભાગે લોકો ફેશવોસ, સાબુથી ચહેરો ધોતા હોય છે અને તેના ઉપર ક્રીમ પણ લગાવતા હોય છે, આ ઉપરાંત ઘણા બ્યુટી પાર્લરમાં જઈને ફેશિયલ, સ્ક્ર્બ, વગેરે કરાવતા હોય છે. પરંતુ આ બધું કરવાતી ત્વચા તો સુંદર થઈ જાય છે થોડા સમય માટે પણ તે લાંબા સમય સુઘી રહી શકતી નથી.

તમે જાણતા જ હશો કે બ્યુટી ક્રીમ જેવી પ્રોડક્ટમાં ઘણા બધા રસાયણો અને કેમિકલ મિક્સ કરીને બનાવામાં આવે છે જે આપણી ત્વચા માટે નુકસાન કારક સાબિત પણ થઈ શકે છે. જેથી ચહેરા પર ખીલ અને ડાઘ થવા લગતા હોય છે. જેથી ચહેરો સુંદર દેખાવાની જગ્યાએ ખરાબ દેખાવા લાગે છે.

આપણી ત્વચાને સાફ, સુંદર અને ચમકદાર બનાવવા માટે કેટલીક વસ્તુઓનો ઉપયોગ પ્રાચીનકાળથી થતો આવ્યો છે, જેમ કે, મુલતાની માટી, ચંદન, એલોવેરા જેવી વસ્તુઓ પહેલાના જમાનામાં લોકો સૌથી વધુ ઉપયોગ કરતા હતા, જેના ત્વચા પર કોઈ પણ સાઈડ ઇફેક્ટ વગર જ સુંદર અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.

આ માટે આજે અમે તમને વર્ષોથી ઉપયોગ કરવામાં આવતા ચંદનનો ઉપયોગ કરવાનો છે. ચંદનમા મળી આવતા ઔષઘીય ગુણ સ્કિનન મેં લગતી સમસ્યા ને દૂર કરવામાં ખુબ જ અસરકારક સાબિત થાય છે. વધતી ઉંમરે કરચલીને પણ દૂર કરવામાં ખુબ જ ઉપયોગી છે.

સ્કિનને મુલાયમ બનાવે: વાતાવરણમાં બદલાવ થવાથી તેની અસર આપણી સ્કિન પર પડતી હોય છે,પરંતુ જો તમે હંમેશા માટે સ્કિનને મુલાયમ અને કોમળ બનાવવા માંગતા હોય તો ચંદનના તેલનો ઉપયોગ કરવો સૌથી બેસ્ટ છે. આ માટે રાત્રે સુતા પહેલા થોડું તેલ એક બાઉલમાં લઈને તે તેલથી ચહેરા પર 5 મિનિટ હળવા હાથે માલિશ કરો અને આખી રાત રહેવા દેવું ટાયર પચીસ આવે ઉઠીને થોડું પાણી ગરમ કરીને ચહેરાને ઘોઈને સાફ કરી લેવો, આ રીતે માલિશ કરવાથી ત્વચા સુંદર ચમકદાર અને મુલાયમ બનશે.

સન બર્ન માટે: ઉનાળામાં સન બર્નની સમસ્યા દૂર કરવા માટે ચંદનનો ફેસપેક ખુબ જ ફાયદાકારક છે. આ માટે એક બાઉલમાં એક ચમચી દહીં , એક ચમચી મઘ, એકસી હમચી કાકડીનો રસ, અને એક ચમચી ચંદન પાવડર મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી લો, ત્યાર પછી તે પેસ્ટને ચહેરા પર હળવા હાથે લગાવી દો,

ત્યાર પછી તે ફેસપેક સુકાઈ જાય ત્યારે તેને સાદા પાણી વડે ઘોઈ લેવું, આ રીતે ફેસપેક નો ઉપયોગ કરવાથી સૂર્ય પ્રકાશના કિરણોથી ત્વચાને રક્ષણ પૂરું પાડે છે અને ત્વચાને સુંદર અને ચમકદાર બનાવે છે.

ઓઈલી સ્કિન માટે: ઘણા લોકો ને સ્કિન ઓઈલી હોય છે, તેમના માટે ચંદન પાવડર ખુબ જ ઉપયોગી સાબિત થશે. આ માટે એક ચમચી ચંદન પાવડર લઈને તેમાં એક-બે ચમચી ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો, ત્યાર પછી તેને ચહેરા પર લગાવીને 20-25 મિનિટ રહેવા દો અને પછી ચહેરાને સાદા પાણીથી ઘોઈ લેવો.

આ રીતે ચંદન પાવડરનો ઉપયોગ કરવાથી ત્વચાની ઓઈલી સ્કિન દૂર થઈ જશે, સાથે ત્વચા પર ચોટેલ ધૂળ માટીના રજકણો પણ દૂર થશે. જેથી ત્વચા પર ખીલ અને ડાઘ થતા બંઘ થશે.

ચહેરા પરના ખીલ, ડાઘ, કરચલી અને તેઈલી ત્વચાને દૂર કરવા માટે ચંદન નો ઉપયોગ કરી શકાય છે, માટે અઠવાડિયા એક કે બે વાર ચંદનનો આ રીતે ઉપયોગ કરીને ચહેરાને મુલાયમ અને સુંદર બનાવી શકાય છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *