આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આ આર્ટિકલમાં તમને એક સરસ વાત વિષે જવાણીશું કે તમારા આંતરડા માં ગંઠાઈ ગયેલો મળ જામી ગયો હોય, તમને કબજિયાત મટવાનું નામ ના લેતી હોય અને આંતરડામાં મળ જામવાથી તમને સતત વાયુ ની ઉત્પતિ થતું હોય, તમારા શરીરનો વાયુ અને ગેસ જ્યારે મટતો જ ન હોય અથવા તો કોઈપણ દવા લ્યો તો પણ તમને મટતું જ નથી.

તમારા પેટમાં વાયુ છે, તમારું પેટ ભર્યું ભર્યું રહે છે, તમને ટોયલેટ બરાબર આવતું નથી અથવા તમારે વારંવાર ટોયલેટ જવું પડે છે અથવા તો તમારે એક બે દિવસે જવું પડે છે અથવા તો તમારો મળ કઠણ આવે છે આવી પરિસ્થિતિમાં છાશને આપણે યાદ કરવી જોઈએ કારણ કે છાશ છે તે ઉત્તમ સુપાચ્ય ગુણ ધરાવે છે.

છાશ તમારા ભોજનને પચાવી જાણે છે અને તમારા આંતરડાને એકદમ ચોખ્ખા કરે છે. પરંતુ આંતરડામાં જયારે આ પ્રકારનો ગંઠાઈ ગયેલો મળ સુકાઈ ગયો હોય ત્યારે છાશમાં તમે છાશમાં ત્રણ વસ્તુ મિક્સ કરીને છાશનું સેવન કરશો તો તમારા આંતરડામાં મળ સુકાઈ ગયો હોય તે ફટાફટ બહાર નીકળી જશે અને તમને એકદમ રાહતનો અનુભવ થશે.

આ માટે આપણે સૌથી પહેલા એકદમ મોળી છાશ લેવાની છે, ખાટી છાસ બિલકુલ નથી લેવાની. ત્યારબાદ મોળી છાશમાં જીરું નાખવાનું છે, થોડુંક સિંધવ મીઠું નાખવાનું છે અને તમારે અજમો અથવા તો અજમાનું ચૂરણ નાખવાનું છે.

અજમો જીરું અને સિંધવ આ ત્રણેયને તમારી છાસમાં નાખી દેશો, બરાબર મિક્સ કરી દેશો અને તમે આ છાશનું સેવન કરશો તો તમારા આંતરડા માં મળ જે સુકાઈ ગયો છે, મળ ભેગો થયો છે, થયો છે ભેગો થયો છે, તમારું પેટ સાફ નથી થતું એવામાં આ છાશ નું સેવન કરવાથી આવતું તો ધીરે-ધીરે આ મળ બહાર નીકળી જશે.

આ છાશ તમારા વાયુની સમસ્યામાંથી અજમો મુક્તિ અપાવશે, તમને પાચનની સમસ્યા હશે, ભૂખ નહીં લગતી હોય, પેટ ભર્યું ભર્યું લાગતું હશે તો આમાંથી તમને જીરું મુક્તિ અપાવશે.

જો તમારા પેટના નાના મોટા રોગો છે તેમાં સિંધવ તમને મુક્તિ અપાવશે. તો જ્યારે આ છાશ અજમો જીરું અને સિંધવ આ ચાર વસ્તુનું મિશ્રણ થાય અને એ વસ્તુ આપણે સેવન કરીએ ત્યારે આપણા શરીરને ચોક્કસ ફાયદાઓ થાય. આ છાશ પીવાથી તમારો ખોરાક ફટાફટ પચી જશે અને તમારું પેટ એકદમ હળવુંફૂલ રહેશે.

જો તમને પણ પેટની કોઈ સમસ્યા હોય જેવી કે કબજિયાત, અપચો, પેટનું ફૂલવું વગેરે સમસ્યામાં છાશમાં આ ત્રણ વસ્તુ નાખીને છાશનું સેવન કરવાથી ચોક્કસ લાભ થાય છે. અમે આશા રાખીએ છીએ જે તમને આ માહિતી પસંદ આવી હશે,

Leave a comment

Your email address will not be published. Required fields are marked *