આજના સમયની ખાવાની ખોટી આદતો અને જીવનશૈલીના કારણે લોકો નાની મોટી ઘણી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. આવી જ એક સમસ્યા છે અનિંદ્રા. પુરુષ હોય કે સ્ત્રી, ઘરની અને ઓફિસની બંને જવાબદારીઓ હોય છે જેના કારણે તે હંમેશા તણાવમાં રહે છે,

ત્યારે મોટાભાગની મહિલાઓની ફરિયાદ છે કે તેમને રાત્રે ઊંઘ આવતી નથી. અને જો તેમને ઊંઘ આવી પણ જાય છે તો એકવાર તૂટી જાય છે તો તેઓ ફરી ઊંઘી શકતા નથી. આજના સમયમાં દરેક લોકોમાં ઊંઘ ન આવવાની સમસ્યા દિવસે ને દિવસે વધતી જાય છે.

ઊંઘ ન આવવાના કારણે દિનચર્યા પણ બગડે છે સાથે જ અનેક પ્રકારની બીમારીઓ પણ શિકાર બનાવે છે. શું તમે પણ રાત્રે બાજુઓ બદલતા બદલતા આખી રાત પસાર કરો છો? શું તમે પણ રાત્રે સારી રીતે સૂઈ શકતા નથી અને સુખદ ઊંઘ મેળવવા માટે તમે ઊંઘની ગોળીઓ લો છો?.

જો હા, તો હવે તમારે ઊંઘની ગોળીઓ લેવાની જરૂર પણ નથી. હવે તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે કેવી રીતે? તો આવો અમે તમને જણાવી દઈએ કે ઊંઘ માટેનો આ જ્યુસ તમારા ફ્રીજમાં જ હોય ​​છે અને તમે કદાચ માનશો નહીં. પરંતુ તે સાચું છે તો આવો જાણીયે શું છે તે જ્યુસ.

પહેલા જાણીએ સંશોધન શું કહે છે : જે લોકો રાત્રે સારી ઊંઘ મેળવવાના ઉપાયો શોધી રહી છે તેમના માટે ચેરીનો જ્યુસ અત્યંત ફાયદાકારક છે. સ્કૂલ ઓફ લાઇફ સાયન્સ એટ નોર્થમ્બ્રિયા યુનિવર્સિટી સંશોધકોના જણાવ્યા અનુસાર દર 4 માંથી 1 વ્યક્તિ અનિદ્રાથી પીડાય છે અને દર પાંચમો વ્યક્તિને રાત્રે પાંચ કલાકથી વધારે ઊંઘ ન આવવાની સમસ્યાથી પીડાય છે.

આ જ રિસર્ચમાં એવા તથ્યો પણ સામે આવ્યા છે કે ચેરીનો જ્યૂસ પીવાથી લોકોની ઊંઘ ના આવવાની સમસ્યાથી આસાનીથી છુટકારો મેળવી શકાય છે. તમને જણાવીએ કે ચેરી એક ખાટું મીઠું ફળ છે જે ખૂબ જ સ્વાદિષ્ટ હોવાની સાથે પ્રોટીન અને વિટામિન્સથી ભરપૂર આ ફળ દરેક ઉંમરના લોકો માટે સારી ઊંઘ લાવવા માટે મદદરૂપ છે.

એક નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકો દરરોજ 2 ગ્લાસ ચેરીનો જ્યુસ પીવે છે તેઓ ચેરી જ્યુસ ન પીતા લોકો કરતા 40 મિનિટ વધારે સારી ઊંઘ લે છે. આવા લોકોમાં ઊંઘ ન આવવાની સમસ્યા દૂર થાય છે અને કુલ ઊંઘમાં 6% નો વધારો જોવા મળે છે.

તમને જણાવીએ કે આ સંશોધનમાં કેટલાક સ્વસ્થ યુવાનોને સતત 7 દિવસ સુધી ચેરીનો જ્યુસ આપવામાં આવ્યો હતો અને જ્યારે બીજા લોકોને કેટલાક અન્ય ફળોનો જ્યુસ આપવામાં આવ્યો હતો. તેમને દરરોજ સવારે – સાંજે 2 વાર જ્યુસ આપવામાં આવ્યો હતો, ત્યારબાદ સંશોધકોએ જ્યુસ પીધા પછી અભ્યાસમાં ભાગ લેનારાઓની ઊંઘની આદતોનો અભ્યાસ કર્યો. જેમાં તેઓએ ચેરીનો રસ પીનારાઓની ઊંઘમાં નોંધપાત્ર સુધારો જોયો હતો.

સારી અને સુઃખદ ઊંઘ માટે ચેરીનો જ્યુસ : સારા સ્વાસ્થ્ય માટે સારી ઊંઘ એટલે કે 8 થી 9 કલાકની ઊંઘ ખૂબ જ જરૂરી છે. આધુનિક સમયમાં મહિલાઓમાં ઊંઘ ન આવવાની સમસ્યાથી બચવા માટે દિવસમાં એક વાર ચેરીનો રસ પી શકો છો. આ ફળમાં ઉચ્ચ સ્તરના ફાયટોકેમિકલ્સ, મિલેટોનિન મળી આવે છે.

તમને જણાવીએ કે મિલેટોનિન એક શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ છે જે સુવાના અને જાગવાના ચક્રને નિયંત્રિત કરવાનું કામ છે. જો તમે ઊંઘની ગોળીઓ લો છો તો તે તમને ઘણી આડઅસરો થઇ શકે છે પરંતુ ચેરીમાં કુદરતી ગુણધર્મો છે. જેનાથી કોઈ નુકસાન પણ નથી અને ચેરીનો રસ ઊંઘનો શ્રેષ્ઠ મિત્ર છે.

સંધિવાની પીડામાં રાહત મળે : તમને જણાવીએ કે ચેરીના રસમાં એન્ટી ઈફ્લેમેટરી ગુણો હોય છે અને તે લોહીમાં યુરિક એસિડની માત્રાને સંતુલિત કરે છે. આના કારણે તે સંધિવાથી થતા પીડાને ઘટાડવામાં મદદ કરે છે અને તેનું સતત સેવન કરવાથી આ દુખાવો ઘણી હદ સુધી ઓછો થતો જોવા મળે છે.

રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે : ચેરીના રસમાં વિટામિન અને મિનરલ્સ સારી માત્રામાં હોય છે. ચેરીમાં વિટામીન સી અને વિટામીન A હોય છે એજ રીતે એક ગ્લાસ જ્યુસમાં 14 ટકા મેંગેનીઝ, 12 ટકા પોટેશિયમ અને વિટામિન K હોય છે. આ બધા જ પોષક તત્વો તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા પૂરતા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *