બાળકોના સ્વાસ્થ્ય ને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે પૂરતું પોષણ મળી રહે તેના પર વધુ ઘ્યાન રાખવામાં આવે છે. જેથી અનેક બીમારીનું જોખમ ઓછું થઈ જાય છે. એટલા માટે બાળકોને યોગ્ય પૌષ્ટિક આહારનું સેવન કરવાનું કહેતા હોય છે.
પૌષ્ટિક આહારમાં મિનરલ્સ, વિટામિન્સ, પ્રોટીન, કાર્બો હાઈડ્રેટ, કેલ્શિયમ જેવા પોષક તત્વોનો સમાવેશ થાય છે. બાળકોના સારા વિકાસ માટે આ બઘા પોષક તત્વો ખુબ જ જરૂરી છે. જેથી બાળક શારીરિક બીમારી અને માનસિક બીમારી જેવા અનેક રોગથી બચાવી શકીએ છીએ.
હાલના સમયમાં માં મોટાભાગના બાળકો ફાસ્ટ ફૂડ, ચોકલેટ જેવી વસ્તુઓનું સેવન સૌથી વધુ કરતા હોય છે. જેના કારણે બાળકોનું વજન પણ વધે છે સાથે બાળકોના મગજનો વિકાસ પણ ઓછો થતો હોય છે. કારણકે બહારના ખાવાના ખોરાકમાં પૌષ્ટિક આહાર મળતો નથી. જેથી બાળક કુપોષણનો શિકાર પણ બને છે.
આપણા બાળકો કુપોષણનો શિકાર ના બને તે માટે આપણે બાળકોને યોગ્ય પૌષ્ટિક આહારનું સેવન કરાવવું જોઈએ. તો ચાલો જાણીએ બાળકોને કેવા આહારનું સેવન સૌથી વઘારે કરાવવું જેથી બાળકનો વિકાસ સારો થાય અને બાળકો અનેક રોગથી બચી શકે છે.
શાકભાજીનું સેવન: શાકભાજીમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી આવે છે. માટે દરેક સીઝનમાં મળી આવતા દરેક શાકભાજીનું સેવન બાળકોને કરાવવું જોઈએ જેથી આપણા બાળકોને પૂરતા પોષક તત્વો મળી રહે. જેથી બાળકોનો શારીરિક વિકાસ ખુબ જ સારો થાય.
ફળોનું સેવન: રોજે સીઝનમાં આવતા ફળોનું સેવન કરવું જોઈએ. ફળો બાળકોના સ્વાસ્થ્ય ને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. માટે બાળકોના સારા વિકાસ માટે ફળો ખવડાવવા જોઈએ જેથી બાળક હેલ્ધી અને ફિટ રહે. બાળકો માટે સફરજન, ચીકુ, મોસંબી, કેળાં, કીવી જેવા અનેક ફળોનું સેવન કરવું જોઈએ. ફળોનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.
અનાજનું સેવન: બાળકોના સારા વિકાસ માટે આહારમાં અનાજનું સેવન કરાવવું ખુબ જ જરૂરી છે. આ માટે ઘઉં, બાજરી, ઓટમીલ, જેવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. બાળકોના સ્વાસ્થ્ય માટે બહારના ફાસ્ટ ફૂડ કરતા ઘણા અનાજ નું સેવન કરાવવું જોઈએ જે બાળકના આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
દૂઘ સેવન: બાળકો માટે દૂધ એક પૌષ્ટિક આહાર માનવામાં આવે છે. દૂઘમાં કેલ્શિયમ મળી આવે છે. જે બાળકોના હાડકાને મજબૂત બનાવે છે. માટે રોજે દિવસમાં એક વખત દૂઘ પીવડાવવું જ જોઈએ સાથે દૂધમાં બદામ નાખીને પીવડાવાથી બાળકના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે દૂધ અને બદામનું સેવન કરવાથી બાળકોની યાદશક્તિમાં વઘારો થાય છે. માટે દૂધ અને બદામ બાળકના વિકાસ માટે ખુબ જ ફાયદાકારક છે.
દહીંનું સેવન: દહીંમાં સારી માત્રામાં કેલ્શિયમ મળી આવે છે જે બાળકોની માંશપેશીઓને મજબૂત બનાવે છે. માટે રોજે બપોરે આહાર સાથે બે ચમચી દહીંનું સેવન કરાવવું જોઈએ જે બાળકોના સારા વિકાસ માટે ખુબ જ ફાયદાકારક છે.
બાળકોના સારા વિકાસ માટે પ્રોટીન ખુબ જ જરૂરી છે. બાળકોને આહારમાં કઠોળ, વટાણા, ડ્રાયફૂટ, ઈંડા જેવી વસ્તુઓનું પણ સેવન કરવું જોઈએ. આ ઉપરાંત બાળકોને વિટામિન-સી, વિટામિન-એ, વિટામિન-ડી થી ભરપૂર વસ્તુનોને આહારમાં સમાવેશ કરવો જોઈએ. જે બાળકોની આંખો અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી રાખવામાં મદદ કરે છે.
બાળકોના સારા વિકાસ માટે આહારમાં કરો આ વસ્તુઓનો સમાવેશ બાળકની યાદશક્તિ મજબૂત થશે બાળકોને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે આ વસ્તુના સેવનથી બાળકોની મગજની યાદશક્તિ કયારેય ઓછી નહીં થાય બાળકોના શારીરિક વિકાસ અને સ્નાયુઓ મજબૂત રહેશે.