કોલેસ્ટ્રોલ એ લોહીમાં જોવા મળતો મીણ જેવો ચીકણો પદાર્થ છે. તે નસોને અવરોધે છે. આને જ ખરાબ કોલેસ્ટ્રોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે કારણ કે તેનું સ્તર વધવાથી હૃદય રોગ, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધે છે.
આ લેખમા તમને કેટલીક વસ્તુઓ વિષે જણાવીશું જે કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે ઝેર સમાન છે સાબિત થાય છે. આ વસ્તુઓ તમારા સ્વાસ્થ્ય માટે ઝેર સમાન સાબિત થઇ શકે છે અને હાર્ટ એટેકનું જોખમ વધારી શકે છે.
જંક ફૂડ અને તળેલી વસ્તુઓ ટાળો : જંક ફૂડ વિવિધ તેલ, મસાલા અને લોટમાંથી બનાવવામાં આવે છે, જે કોલેસ્ટ્રોલ વધારવાનું કામ કરે છે. આ ખાદ્યપદાર્થોમાં ચિપ્સ, નાચોસ, મિલ્ક ચોકલેટ, સોડા, ફળોના સ્વાદવાળા પીણાં વગેરેનો સમાવેશ થાય છે. તેલમાં તળેલા ખોરાક તમારા સ્વાસ્થ્ય અને કોલેસ્ટ્રોલ માટે ખરાબ છે. આ ખોરાક પણ સ્થૂળતાનું કારણ બને છે. તળેલા ખોરાક શરીરના તમામ અંગો માટે હાનિકારક છે.
લાલ માંસ ખાવાનું ટાળો : જ્યારે ખોરાકમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ શરીરમાં વધી જાય ત્યારે લાલ માંસ ખાવાનું ટાળવું જોઈએ. લાલ માંસ એ સસ્તન પ્રાણીઓમાંથી મેળવેલ માંસ છે. ઉદાહરણ તરીકે, મટન, લેમ્બ, પોર્ક, બીફનું સેવન હંમેશા ટાળો.
ચિકન ખાવાનું ટાળો : મોટાભાગના લોકો ચિકન ખાવાનું પસંદ કરે છે અને તેમનો મુખ્ય ખોરાક પણ માને છે. પરંતુ જો તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ વધી ગયું છે, તો તમારે ચિકન ખાવાનું બંધ કરી દેવું જોઈએ. જો તમારામાં કોલેસ્ટ્રોલ વધારે હોય ત્યારે ચિકન ખાઓ તો તે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધારે છે.
ડેરી ઉત્પાદનોનું સેવન ઓછું કરો : જો કોલેસ્ટ્રોલ વધારે હોય તો ડેરી ઉત્પાદનોનું સેવન ઓછું કરો, કારણકે ડેરી ઉત્પાદનો શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધારવાની સંભાવના હોય છે. તેથી, કોલેસ્ટ્રોલ વધવા પર, દૂધમાંથી બનેલી વસ્તુઓનું સેવન ઓછું કરો.
મીઠાઈ : મીઠા ખોરાકમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે અને તેથી કોલેસ્ટ્રોલનું જોખમ વધે છે. આઈસ્ક્રીમ, કેક, પેસ્ટ્રી વગેરે જેવી ખાદ્ય વસ્તુઓ ટાળવી જોઈએ. આ બધી વસ્તુઓ હૃદય માટે જોખમી છે. આ ઉપરાંત, તમે નિયમિતપણે જે ડેરી ઉત્પાદનોનું સેવન કરો છો તે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધારી શકે છે.
ફુલ ક્રીમ મિલ્ક, ચીઝ અને બટર જેવા ડેરી ઉત્પાદનોનું સેવન ટાળવું અથવા ઓછું કરવું વધુ સારું છે. જો તમને કોઈ સમસ્યા હોય તો નિષ્ણાતની સલાહ જરૂરથી લો.