વાળ કાળા, લાંબા, અને સિલ્કી રહે તે દરેક મહિલાઓ નું સપનું હોય છે. આ ઉપરાંત પુરુષ પણ એવું ઈચ્છતા હોય છે તેમાં વાળ કાળા અને મજબૂત અને સિલ્કી રહે. આજે અમે તમને એક એવા તેલ વિષે જણાવીશું જેને વાળમાં લગાવાથી દરેક સ્ત્રી અને પુરુષ ની ઈચ્છા પુરી થશે.
આજે 17 થી 40 વર્ષની ઉંમરે મોટાભાગના લોકોને વાળને લગતી અનેક સમસ્યાઓ થવા લાગી છે. જેમાં વાળ નાની ઉંમરે જ ખરવા, વાળ સફેદ થઈ જવા, વાળ બે મુખ વાળા થવા, વાળ માં ખોડો જેવી અનેક નાની મોટી વાળની સમસ્યાથી પીડાઈ રહ્યા છે.
વાળ કમજોર પડવાના કારણે અને વાળને પૂરતું પોષણ ના મળવાના કારણે વાળની સમસ્યા ઉત્પન્ન થાય છે. આજે ચાલી રહેલ કેમિકલ યુક્ત કંપનીના ધૂમડાનું પ્રદુષણ અને વાહનો ના ધુમાડાનું પ્રદુષણ નું પ્રમાણ ખુબ જ વધી ગયું છે,
જેના પરિણામે વાળમાં સૂકા પણું આવતું હોય છે અને વાળ કમજોર અને નરમ પડી જતા હોય છે. આ ઉપરાંત ખોરાક માં વધારે તીખું, તળેલું જેવા અનિયમિત ખોરાક વધુ ખાવાના કારણે વાળને જરૂરી પોષણ મળતું નથી.
વાળની સારસંભાળ ના લેવાના કારણે વાળને લગતી અનેક પ્રકારની સમસ્યા ઉત્પન્ન થતી હોય છે આ માટે વાળની દરેક સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે નિયમિત પણે જો તમે આ તેલનો ઉપયોગ દિવસ એક વખત કરશો તો વાળની બધી જ તકલીફ દૂર થશે.
વાળને ચોખ્ખા રાખવા માટે શેમ્પુ અને કન્ડિશનર ની સાથે વાળની યોગ્ય રીતે માવજત કરવી પણ ખુબ જ આવશ્યક છે, વાળને મજબૂત બનાવવા માટે માથાની ચામડીને મજબૂત બનાવવી પડશે, આ માટે આ તેલની માલિશ માથાની ચામડી અને વાળના મૂળમાં કરવાની છે.
બજારમાં જાત જાતના તેલ મળી આવે છે, પરંતુ વાળ માટે કોકોનટ તેલ સૌથી ઉત્તમ માનવામાં આવે છે. વર્ષોથી કોકોનટ તેલનો ઉપયોગ થતો આવ્યો છે. કોકોનટ તેલને એક વાટકીમાં નીકાળી પછી તેને વાળ ના મૂળમાં અને માથાની ચામડીમાં સારી રીતે લગાવી 5 મિનિટ મસાજ કરો.
માથામાં તેલ તમારે રાતે સુવાના એક કલાક પહેલા લગાવી આખી રાત રહેવા દેવાનું છે. પછી સવારે માથું પાણી વડે ઘોઈ લેવાનું છે. આ તેલને નાખ્યા પછી ઘરની બહાર ના નીકળવું. આ તેલની માલિશ કરવાથી થોડા દિવસમાં વાળની મજબૂતાઈ વધશે અને વાળને ખરતા અટકાવશે.
આ તેલનો ઉપયોગ કરવાથી વાળને પૂરતું પોષણ પણ મળશે અને વાળને ભેજવાળા બનાવી રાખે છે જેના કારણે નાની ઉંમરે થતા સફેદ વાળ પણ ઘીરે ઘીરે કાળા અને સિલ્કી બનશે. આ તેલની માલિશ કરવાથી મગજની કાર્ય ક્ષમતામાં વઘારો થાય છે. અને તણાવ અને ચિતા માંથી મુકતી આપે છે. વાળ માટે આ તેલ ખુબ જ ફાયદાકારક છે.