આજના આધુનિક યુગમાં મોટાભાગે દરેક વ્યક્તિનું જીવન ભાગદોડ ભર્યું બની ગયું છે. તેવામાં ઘણા લોકો સ્વાસ્થ્ય ને લગતી અનેક બીમારી થી પીડાઈ રહ્યા છે. શરીરમાં થતી નાની મોટી બીમારીઓ વાતવરણ અનુકૂળ ના આવવાના કારણે પણ થતી હોય છે,
આ સિવાય ખાવા પીવાની કેટલીક ખરાબ કુટેવનાં કારણે પણ જોવા મળતી હોય છે. ખાવાની ખરાબ કુટેવ હોવાના કારણે વ્યક્તિનું પેટ ખરાબ રહેતું હોય છે, તેવામાં તે વ્યક્તિને પેટ સંબધિત કબજિયાત, અપચો, ગેસ જેવી સમસ્યાઓ નો સામનો કરવો પડતો હોય છે.
વ્યક્તિનું જયારે પેટ ખરાબ રહે છે તેવા સમયમાં ઘણી બધી બીમારીઓ નું જોખમ થવાનું ખુબ જ વધી જાય છે. જેમ કે, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, વજન વઘવા જેવી ગંભીર બીમારી નો સામનો પણ કરવો પડતો હોય છે.
આ માટે આવી પરિસ્થિતિમાં વ્યક્તિએ ખરાબ થઈ ગયેલ પેટને કઈ રીતે સાફ કરવું તેના વિષે જણાવીશું. આંતરડામાં જામી ગયેલ મળ ને છૂટો થઈ જવાના કારણે પેટ એકદમ સાફ થઈ જશે જેથી કબજિયાત જેવી ગંભીર બીમારો દૂર થાય છે.
પેટને સાફ રાખવા માટે રોજે સવારે એક ગ્લાસ હૂંફાળા પાણીમાં એક આખા લીંબુનો રસ અને એક કાળા મરીનો ભૂકો કરી તેમાં નાખીને સારી રીતે હલાવી દો, હવે તેને ગાળીને પછી પી જવાનું છે, આ પીણું પીવાથી પેટ અને આંતરડામાં જામી ગયેલ બધા જ કચરાને એકદમ સાફ કરી દેશે.
જેથી કબજિયાત જેવી પેટ ની બીમારી ને પણ આસાનીથી દૂર કરશે. પેટ સાફ અને ક્લીન થઈ જવાના કારણે એકદમ ફ્રેશ મહેસુસ થાય છે અને શરીરમાં એક નવી ઉર્જાનો સંચાર પણ થાય છે. આ પીણું પીવાથી વર્ષો જૂની કબજિયાત હોય તો એને પણ દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.
લીંબુમાં સારી માત્રામાં ફાયબર અને વિટામિન-સી મળી આવે છે જે પાચનતંત્ર ને મજબૂત બનાવે છે અને શરીરમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. જે ઘણા બઘા રોગો સામે લડવાની ક્ષમતા માં વઘારો કરે છે.
આ પીણું પીવાથી પેશાબમાં બળતરા, પથરીનો દુખાવો, પેશાબ અટકીને આવવો જેવી સમસ્યા હોય તો તેને પણ મટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. જો તમને પેશાબ ને લગતી બીમારી હોય કે પથરીનો દુખાવો ઉપડે ત્યારે આ પીણું પીવાથી રાહત મળે છે.
આ પીણું એક શક્તિ શાળી પીણું માનવામાં આવે છે. જેમાં ઘણા પોષક તત્વો પણ મળી આવે છે, જે પેટ અને કમરના ભાગમાં વધી ગયેલ ચરબીને બરફના જેમ ઓગાળીને વજન ને ઓછું કરવામાં પણ ઉપયોગી સાબિત થાય છે.