શિયાળાની ઋતુ શરૂ થતાં જ શરીરમાં અનેક બીમારીઓનો ખતરો વધવા લાગે છે. આ ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે અને શરીરને બીમારી થવાનો ખતરો વધુ રહે છે. શિયાળામાં અમુક શાકભાજીનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે. શિયાળામાં મળતા મૂળાનું સેવન આપણે સલાડના રૂપમાં અને શાક બનાવીને કરીએ છીએ. તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણો ફાયદો થાય છે.
આ ઋતુમાં મૂળાનું સેવન કરવાથી મોસમી રોગોથી બચે છે અને પાચનક્રિયા સ્વસ્થ રહે છે. બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મૂળાનું સેવન ખૂબ જ અસરકારક સાબિત થાય છે. શિયાળામાં રોજ મૂળાનું સેવન કરવાથી સામાન્ય શરદી જેવી મોસમી બીમારીઓથી બચી શકાય છે.
સ્વાસ્થ્ય માટે ઉપયોગી મૂળાનું સેવન કરવાથી અનેક પ્રકારના નુકસાન પણ થઈ શકે છે. મૂળાના સ્વાસ્થ્ય માટે જેટલા ફાયદા છે તેટલા જ તે કેટલીક બીમારીઓમાં ઝેરની જેમ કામ કરે છે. તો આવો જાણીએ કે કયા રોગોમાં મૂળાના સેવનથી સ્વાસ્થ્ય પર આડ અસર થાય છે.
લો બ્લડ સુગરમાં મૂળો ઝેરની જેમ કાર્ય કરશે: મૂળાનો ગ્લાયસેમિક ઈન્ડેક્સ ઘણો ઓછો હોય છે, હાઈ બ્લડ શુગરના દર્દીઓ માટે તેનું સેવન ફાયદાકારક છે, પરંતુ જે લોકોમાં શુગર ઓછી હોય છે તેઓ જો તેનું સેવન કરે છે તો તેમની બ્લડ સુગર ઝડપથી ઘટી શકે છે.
શરદીમાં વધારો કરી શકે છે: આયુર્વેદિક નિષ્ણાતોના મતે મૂળાની તાસીર ગરમ હોય છે, પરંતુ જો તેનું સેવન સાંજે કરવામાં આવે તો તેની અસર ઠંડી હોય છે. જે લોકોને શરદીની સમસ્યા હોય તેમણે રાત્રે તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
મૂળાનું સેવન કરવાથી ડિહાઈડ્રેશન વધી શકે છે: મૂળાનું સેવન કરવાથી ડિહાઈડ્રેશનની સમસ્યા વધી શકે છે. મૂળામાં મૂત્રવર્ધક ગુણધર્મો છે જે પેશાબના ઉત્પાદનને ઉત્તેજિત કરે છે. આના સેવનથી વારંવાર પેશાબ નીકળે છે અને શરીરમાં પાણીની ઉણપ થાય છે.
પિત્તાશયનું જોખમ વધી શકે છે: જે લોકોને પથરીની સમસ્યા હોય તેમણે મૂળાનું સેવન ટાળવું જોઈએ. તેનું સેવન કરવાથી પિત્તાશયની પથરીનું જોખમ વધી શકે છે.
આ વસ્તુઓ સાથે મૂળાનું સેવન ન કરો : દૂધ : મૂળા ખાધા પછી તરત જ દૂધ પીવું તમારું પાચનતંત્રને બગાડી શકે છે. આ એટલા માટે છે કારણ કે મૂળો શરીરને અંદરથી ગરમ કરે છે અને તે પછી દૂધ પીવાથી હાર્ટબર્ન, એસિડ રિફ્લક્સ અને પેટમાં દુખાવો પણ થઈ શકે છે. તેથી બંને વચ્ચે થોડા કલાકોનું અંતર રાખવું જરૂરી છે અને પછી સેવન કરવું.
કાકડી : લોકો બપોરે સલાડમાં કાકડી અને મૂળા એકસાથે ખાય છે. જો કે,કાકડી અને મૂળા એક સાથે ન ખાવા જોઈએ! કાકડીમાં એસ્કોર્બેટ હોય છે, જે વિટામિન સીને શોષવાનું કામ કરે છે. તેથી, આ બંનેને સાથે ન ખાવું જોઈએ.
સંતરા : એક પછી એક સંતરા અને મૂળા ખાવાથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. એવું માનવામાં આવે છે કે મૂળા અને નારંગીનું મિશ્રણ કોઈ ઝેરથી ઓછું નથી. જો તમે પહેલાથી જ પેટ સંબંધિત નાની મોટી સમસ્યાઓથી પરેશાન છો, તો તે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે.