વાળ આપણા દેખાવમાં વઘારો કરે છે. મહિલાઓ હોય કે પુરુષો હોય દરેક ને વાળ પ્રત્યે ખુબ જ લગાવ હોય છે. સૌથી વધુ મહિલાઓ એવું વિચારે છે કે તેમના વાળ મજબૂત, લાંબા, કાળા અને સિલ્કી બની રહે, જે વ્યક્તિની સુંદરતામાં વઘારવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે.
વ્યક્તિની ભાગદોડ ભરી જીવન શૈલીની સાથે કેટલીક કેમિકલ યુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી વાળ ને લગતી સમસ્યાઓ થવાનું ચાલુ થતું હોય છે. પરંતુ જો તમે વાળને લગતી સમસ્યા જેવી કે વાળ ખરવા, વાળ નબળા પડવા, વાળ ટૂંકા રહેવા, વાળ સફેદ થવા, ડેન્ડ્રફ વગેરે દૂર કરવા વાળની સારસંભાર લેવી પણ ખુબ જરૂરી છે.
જો તમે વાળને લાગી કેટલીક બાબતોનું ખાસ ઘ્યાન રાખો છો તો વાળને ખરતા રોકી શકાય છે આ સાથે વાળને કાળા અને લાંબા કરવામાં પણ ઘણી મદદ મળે છે. આ માટે સૌથી પહેલા તો પ્રદુષિત વાતાવરણમાં બહાર નીકળો ત્યારે વાળને ઢાંકીને રાખવા જોઈએ, જો તમે વધુ પડતા તડકામાં બહાર નીકળીયા હોય અને ચહેરાને ખરાબ થતા અટકાવવા માટે ચહેરા પર બાંધો છો તેવી જ રીતે વાળને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવા માટે વાળને પણ બાંઘેલ રાખવા જોઈએ.
આ સિવાય કોઈ પણ ખોરાક ખાઈ લેવો, ગમે તેવો ખોરાક લેવાથી અને અયોગ્ય સમયે ખોરાક લેવાના કારણે પણ વાળને લગતી સમસ્યા જોવા મળે છે, આવા સમયે શરૂઆતમાં 5-6 વાળ ખરતા હોય છે અને પછી ઘીરે ઘીરે વાળ વધુ ખરવાનું શરુ થતું હોય છે આવા સમયે વાળને લગતી સમસ્યાથી બચવા માટે કેટલાક ઉપાય અપનાવવા જોઈએ.
વાળને ખરતા રોકવા માટે વાળને જરૂરી પોષણ મળી રહે તે ખુબ જ જરૂરી છે. આ માટે તમે એવા ખોરાક ખાઓ જેમાં વિટામિન અને પોષક તત્વો ભરપૂર માત્રામાં મળી રહે. જેમ કે, વિટામિન-ઈ, સલ્ફર અને ઝીંક જેવા પોષક તત્વોથી ભરપૂર ખોરાક લેવો જોઈએ. જે વાળના મજબૂત આપવામાં મદદ કરે છે.
આ સિવાય વાળમાં તેલ નાખવું. વાળમાં તેલ દરેક વ્યક્તિ નાખતા હોય છે પરંતુ ઘણા લોકોને તેલ ને નાખવાની સાચી રીત ખરાબ હોતી નથી, તમને જણાવી દઉં કે વાળ માટે એરંડિયાનું તેલ સૌથી વધુ ફાયદાકારક છે. જયારે પણ તમે વાળમાં તેલ લગાવો ચો તે પહેલા તેલને થોડું હણાયું ગરમ કરી લો અને પછી તેલ ને વાળમાં હળવા હાથે લગાવી માલિશ કરો, આમ કરવાથી વાળ મજબૂત, સિલ્કી અને કાળા બની રહેશે.
શરીરના આરોગ્ય માટે લીમડો જેટલો ફાયદાકારક છે તેટલો જ વાળના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આ માટે અમારે લીમડાના પાન ની પેસ્ટ બનાવીને તેનો રસ નીકાળી લેવાનો છે અને ત્યારબાદ તે રસ ને વાળના મૂળમાં લગાવાનું છે, જે વાળને જરૂરી પોષણ પૂરું પાડશે અને વાળને મૂળમાંથી મજબૂત, કાળા, લાંબા અને સિલ્કી બનાવી રાખવામાં મદદ કરશે.
આ માટે લીમડાનો ઉપયોગ વાળમાં કરી શકાય છે જે વાળની દરેક સમસ્યા દૂર કરવા માટે રામબાણ સાબિત થશે. આ ઉપરાંત આમળાના પાવડર ની પેસ્ટ બનાવીને વાળમાં લાગવાથી વાળ હેલ્ધી અને મજબૂત બને છે, તે વાળને મૂળમાંથી કાળા બનાવવા માં સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે.
જો તમે વાળને હંમેશા માટે સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવા માંગતા હોય તો વાળને પ્રદુષિત વાતાવરણ થી દૂર રાખો, તડકાની દૂર રાખો, કેમિકલ યુક્ત પ્રોડક્ટ નો ઉપયોગ કરવાનું ટાળો. જો તમે આ વસ્તુનું ખાસ ઘ્યાન રાખશો તો વાળને લગતી સમસ્યા કોઈ દિવસ જોવા મળશે નહીં.