આપણા સ્વાસ્થ્ય માટે મકાઈ ખુબ જ ફાયદાકારક છે. તેમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો મળી આવે છે. મકાઈ નો ઉપયોગ અનેક રીતે કરી શકાય છે. જેમકે, સેવન મકાઈના રોટલા, મકાઈનો સૂપ, મકાઈ નો સલાડ, પોપકોર્ન વગેરે રીતે મકાઈનો ઉપયોગ કરીને સેવન કરવામાં આવે છે.
મકાઈ ના અનેક સ્વાસ્થ્ય લાભો પણ છે. મકાઈ ખાવા ખુબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ હોય છે. નાના મોટા દરેકને મકાઈ ખાવાનું ખુબ જ ગમે છે. મકાઈને બાફીને કે શેકીને તેના પર મસાલો અને લીંબુ નાખીને ઘણા લોકો સેવન કરે છે. મકાઈને પૌષ્ટિક આહાર માનવામાં આવે છે.
મકાઈ માં ભરપૂર પ્રમાણમાં ફાયબર આવેલ છે જે પેટની સમસ્યા એટલે કે કબજિયાત, ગેસ, અપચો માં ઘણી રાહત આપે છે. ઘણી બઘી વાનગી બનાવવા માટે મકાઈનો ઉપયોગ કરવામાં આવે છે. મકાઈ ખાવાથી સ્વાસ્થ્યને ક્યાં ક્યાં લાભો થાય છે તેના વિષે જણાવીશું.
મકાઈમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ, ફાયબર, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, લોહતત્વ, ઝીંક, આયર્ન, વિટામિન, પ્રોટીન, બીટા કેરોટીન, વિટામિન-એ, સોડિયમજેવા મહત્વ પૂર્ણ તત્વો મળી આવે છે. જે તત્વો આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
આંખો નું તેજ વઘારે: આંખોના સ્વાસ્થ્ય માટે મકાઈ ને ખુબ જ સારું માનવામાં આવે છે. મકાઈ માં રહેલા વિટામિન એ, અને બીટા કેરોટીન નામના તત્વો આવેલ છે. જે ઉમર વઘતા આંખો ને તેજસ્વી રાખવા માં મદદ કરે છે. માટે મકાઈ ને શેકીને તેમાં સિંઘાલું મીઠું અને લીંબુ નાખીને સેવન કરવું જોઈએ.
હાડકા મજબૂત કરે: મકાઈમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન જેવા તત્વો મળી આવે છે. માટે મકાઈ ને રોટલા બનાવી ને તમારે આહારમાં સમાવેશ કરવો જોઈએ. મકાઈનું સેવન કરવાથી સાંઘાના દુખાવા કે સ્નાયુના દુખાવામાં રાહત મળે છે. સાંઘાના દુખાવા થવાનું જોખમ ઓછું થઈ જાય છે.
પાચન ને સુઘારે: મકાઈમાં ફાયબર આવેલ છે. મકાઈને આહારમાં સેવન કરવાથી પાચન ક્રિયાને સુઘારવામાં મદદ કરે છે. આ ઉપરાંત પેટ ને સાફ કરે છે. જેથી અનેક બીમારી માંથી બચવા મદદ કરે છે.
વજન નિયંત્રણ કરે: મકાઈમાં ફાયબરનું પ્રમાણ વઘારે હોવાથી જયારે મકાઈ ખાઈએ છીએ ત્યાર પછી લાંબા સમય સુઘી ભૂખ નથી લગતી. જેના કારણે વજન નિયંત્રણ માં રાખવામાં મદદ કરે છે. વજન ઓછું કરવા મકાઈને બાફીને સેવન કરવું. અથવા બ્રાઉન રાઈસ માં બાફેલી મકાઈ નાખીને સેવન કરવાથી વજન ઘટાડી શકાય છે.
શરીરને મજબુત કરે: મકાઈમાં રહેલ વિટામિન, ઝીંક, મેગ્નેશિયમ, આયર્ન જેવા મહત્વ પૂર્ણ તત્વો મળી આવે છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિને વઘારવામાં મદદ કરે છે. મકાઈને સલાડના રૂપમાં પણ ખાઈ શકો છો.
તેના માટે બાફેલા મકાઈના દાણા, ટામેટા, ડુંગળી, લીંબુ, સિંઘાલુ મીઠું અને કોથમીર આ બઘાને મિક્સ કરીને બપોરે અથવા રાત્રે ભોજન સાથે સલાડ તરીકે ખાઈ શકો છો. મકાઈનું સેવન ડાયાબિટીસ ના દર્દી એ ઓછું કરવું જોઈએ. બને ત્યાં સુઘી ડાયબીટીસના દર્દીએ મકાઈનું સેવન ના કરે તેટલું સારું છે. કારણકે તેનાથી શુગર લેવલ વઘી શકે છે.