આજના સમયમાં શરીરને સ્વસ્થ અને ફિટ રાખવા માટે શારીરિક પ્રવૃત્તિ ખૂબ જ જરૂરી છે. આજનું જીવન ભાગદોડ અને બેઠાડુ થઇ ગયું છે જેનાથી આપણને ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શરીરને સ્વસ્થ્ય, તંદુરસ્ત અને ફિટ રાખવા માટે સારો ખોરાક અને દિવસમાં અડધો કલાક યોગા, કસરત કે શારીરિક પ્રવૃત્તિ પાછળ માટે ફાળવવો જોઈએ.
તો આજે અમે તમને એક રીત વિષે જણાવીશું જે તમને હેલ્ધી અને ફિટ રાખવામાં ખુબજ મદદ કરશે. તો આજે અમે તમને નિયમિત રીતે સાયકલ ચાલવાથી થયા ફાયદા વિષે જણાવીશું. સાયકલ ચલાવવી ઘણી રીતે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.
આ પર્યાવરણીય પ્રદૂષણ ઘટાડવાથી લઈને ટ્રાફિક હળવો કરવા માટે દરેક વસ્તુ માટે ફાયદાકારક છે. આટલું જ નહીં પરંતુ આરોગ્ય નિષ્ણાતો પણ સાયકલ ચલાવવાની પ્રેક્ટિસને ઘણા પ્રકારના સ્વાસ્થ્ય જોખમોને ઘટાડવા માટે ખૂબ અસરકારક માને છે.
તો માહિતીમાં આગળ આપણે જોઈશું સાયકલ ચલાવવાથી થતા ફાયદા કયા કયા છે. રોજિંદા જીવનમાં દરરોજ સાયકલ ચલાવવાની આદત તમને શારીરિક રીતે સક્રિય રાખવામાં મદદ કરે છે, જે કુદરતી રીતે સ્થૂળતા, હૃદય રોગ, કેન્સર, માનસિક બીમારી, ડાયાબિટીસ અને સંધિવા જેવા ગંભીર રોગોનું જોખમ ઘટાડે છે.
સાયકલિંગ એ મુખ્યત્વે એરોબિક કસરતનો એક ભાગ છે જેનો અર્થ છે કે તે તમારા હૃદય, રક્તવાહિનીઓ અને ફેફસાંની કસરત કરવાની એક સરળ રીત બની શકે છે. તો ચાલો દરરોજ સાઈકલ ચલાવવાના સ્વાસ્થ્ય લાભો વિશે.
હૃદયરોગનું જોખમ ઘટાડે : તમને જણાવીએ કે ઘણા અભ્યાસ દર્શાવે છે કે શારીરિક નિષ્ક્રિયતા હૃદય રોગ, સ્ટ્રોક, હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ એટેકનું જોખમ વધારે છે પરંતુ નિયમિત રીતે સાયકલ ચલાવવી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
આ કસરત તમારા હૃદય અને ફેફસાંને ઉત્તેજિત કરે છે અને રક્ત પરિભ્રમણને પણ સુધારે છે, જે હૃદયના રોગોનું જોખમ ઘટાડી શકે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો નિયમિતપણે સાયકલ ચલાવે છે તેમને હૃદય રોગનું જોખમ ઓછું હોય છે.
વજન નિયંત્રિત થાય: જે લોકોનું વજન વધી ગયું હોય એ લોકોએ દવા ખાઈને વજન ઘટાડવાની જરૂર નથી. તમને જણાવીએ કે સાયકલિંગ એ વજનને નિયંત્રિત કરવા અથવા ઘટાડવાનો એક સારો માર્ગ છે જે વજન વ્યવસ્થાપનમાં મદદ કરે છે . તમારા મેટાબોલિક રેટને વધારવાની સાથે, તે સ્નાયુઓના નિર્માણમાં મદદ કરે છે.
નિયમિત સાયકલ ચલાવવી એ કેલરી બર્ન કરવાની સૌથી અસરકારક રીત માનવામાં આવે છે. તમને જાણીએ ને નવાઈ લાગશે પરંતુ સંશોધન સૂચવે છે કે સાયકલ ચલાવવાથી 1 અઠવાડિયામાં 2,000 જેટલી કેલરી બર્ન કરી શકાય છે. બ્રિટિશ સંશોધન દર્શાવે છે કે દરરોજ અડધો કલાક સાયકલ ચલાવવાથી એક વર્ષમાં પાંચ કિલોગ્રામ ચરબી બર્ન થઈ શકે છે.
આ સાથે દરરોજ સાયકલ ચલાવવાના બીજા ઘણા બધા ફાયદાઓ થાય છે. તો ચાલો જાણીએ બીજા ફાયદાઓ વિષે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે, રેગ્યુલર સાયકલ ચલાવવાથી કાર્ડિયોવેસ્ક્યુલર ફિટનેસમાં વધારો થાય છે. શરીરમાં સ્નાયુઓની શક્તિ અને લવચીકતામાં વધારો થાય છે.
જે લોકો તણાવમાં રહેતા હોય એવા લોકોમાં તણાવના સ્તરમાં ઘટાડો થાય છે. શરીરમાં હાડકાં મજબૂત થાય છે, શરીરમાં ચરબીનું સ્તર ઘટે છે આ સાથે માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટે પણ ફાયદાકારક છે.