ધાધર એક ચામડીનો રોગ છે જે થવાથી ખુબ જ ઝડપથી મટતો નથી, ચામડીનો રોગ એક પ્રકારને ચેપ લાગવાના કારણે થતો હોય છે. આ ઉપરાંત શરીરમાં વાયુ અને કફની વિકૃતિ થવાના કારણે ધાધર ની સમસ્યા થઈ શકે છે.

જે શરીરની ચામડીના ઉપરના ભાગમાં ફેલાય છે. ત્યાર પછી એને ખંજવાળ આવવાથી શરીરના અન્ય ભાગમાં ટચ થવાના કારણે તે ફેલાતો હોય છે. જેથી તેને ચેપી રોગ કહેવામાં આવે છે. આમ તો તે લાલ ટપકા જેવા ગોળાકાર હોય છે તે રીતે આજુબાજુમાં ફેલાતો જાય છે.

ધાધર ની સમસ્યા ખાસ કરીને બાળકો અને યુવાનોમાં સૌથી વધુ જોવા મળે છે. ખાસ કરીને ધાધર બગલ, સાથળના મૂળમાં અને ગુપ્ત ભાગોમાં તેનો ફેલાવો ઝડપથી થાય છે. ધાધર થવાની શરૂઆતમાં ખંજવાળ આવે છે પછી તે લાલ ચકામાં વધુ ફેલાય છે,

આ ચકા ની અંદર પાણી જેવા ટીશ્યુ થાય છે જેમાં બળતરા પણ થતી હોય છે. ધાધર ઉનાળામાં અને ચોમાસા માં વધુ ફેલાતું જોવા મળે છે,કારણકે ગરમી અને ઠડી બે ઋતુ અને ભેજ તે વિવિધ ભાગોમાં થાય છે, જેમકે હાથ પગમાં થતી ધાધર, આગળીઓમાં, સાથળ તથા પગની આસપાસ વગેરે ભાગમાં થતી જોવા મળે છે.

ધાધર થવાથી એલોપેથીમાં ઘણી બધી ટ્યુબો નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ તેને સચોટ પરિણામ જોવા મળતા નથી, જેટલો સમય ગોળીઓ અથવા ટ્યુબ લગાવીએ છીએ તેટલો સમય સારું લાગે છે પછી પાછું થઈ જતું હોય છે. આ માટે આયુર્વેદિક પદ્ધતિ થી તેને દૂર કરવા માટે ના કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું.

ચામડીના થતા રોગને દૂર કરવા માટે સાબુથી નહાવાના બદલે ચણા ના લોટ લગાવીને સ્નાન કરવું જોઈએ, કોટનના ખુલ્લા કપડાં પહેરવા જોઈએ.
સ્નાન કરતા સમયે પાણીને થોડું હૂંફાળું કરી તેમાં લીમડાના પાન નાખીને તે પાણીથી સ્નાન કરવું જોઈએ. જેથી તેનો જે ફેલાવો છે તે અટકી જાય છે અને ધાધર રોગને નિયત્રંણમાં લાવી શકાય છે.

વૈદો ના જણાવ્યા અનુસાર ચોમાસામાં સૌથી વધુ કુંવાડીયાનાં પાન જોવા મળતા હોય છે જેનો ઉપયોગ ધાધર પર કરી શકાય છે. આ માટે તાજા કુંવાડીયાનાં પાન નો રસ નીકાળીને દિવસમાં બે વખત ધાધર પર લગાવાથી ધાધરમાં રાહત મળે છે. થોડા દિવસ આ રસ લગાવાથી ધાધર મૂળમાંથી દૂર કરી શકાય છે.

ચામડીના રોગ થાય ત્યારે લીમડાના પાન ની પેસ્ટ બનાવી દિવસમાં બે વખત સ્નાન કર્યા પછી ધાધર પર લગાવાથી ધીરે ધીરે ધાધરને મૂળમાંથી દૂર કરી શકાય છે. આ સમયે આપણે ખાવા પીવામાં પણ ખુબ જ ધ્યાન આપવાની જરૂત છે આ માટે જયારે ચામડીના લગતા કોઈ રોગ થાય તો ખાટી વસ્તુઓ ખાવાની ટાળવી જોઈએ, આ ઉપરાંત બહારના ફાસ્ટફૂડ, દહીં, માંસાહારી વસ્તુઓ ખાવાની ટાળવી જોઈએ.

આવા સમયમાં આપણે મગનું પાણી, મગ, હળદરવાળું દૂધ, કારેલા, કંકોડા, ઘી, મગની દાળ, સરગવો, દૂધી ખાવી જોઈએ.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *