શરીરમાં અવાર નવાર ઘણી બધી બીમારીઓ થતી હોય છે. તે બીમારીઓ આપણી કેટલીક ખાવાની ખરાબ કુટેવ અને બદલાયેલ જીવન શૈલી ના કારણે થતી જોવા મળતી હોય છે. આજના સમયમાં મોટાભાગના લોકો બેઠાળુ અને પરિશ્રમ વગરનું જીવન જીવતા હોય છે.
તેવામાં શરીરમાં નાની મોટી એવી ઘણી બીમારી આવવાના કારણે વ્યક્તિ ઘણી મુશ્કિલ માં આવતી જતી હોય છે. તેવી જ કેટલીક બીમારીને દૂર કરવા માટે રોજિંદા આહારમાં આ એજ વસ્તુની એક વાટકી ખાવાની ચાલુ કરી દેવી જોઈએ.
તમારે જે એક વાટકી ખાવાની છે તે દહીં ની છે. જે ઘરે બનાવેલ હોવું જોઈએ. જેને બપોરે ભોજન પછી ખાવાનું છે. દહીંને રોજે ભોજન પછી ખાવાથી ખાધેલ ખોરાક ને પચાવામાં આસાની રહે છે. આ ઉપરાંત શરીરનો જમા થયેલ હાનિકારક બેક્ટેરિયાને પણ દૂર કરવામાં મદદ કરે છે.
દહીં ઘણા બધા પોષક તત્વોથી ભરપૂર છે. જેમ કે, કેલ્શિયમ, ફાયબર, પોટેશિયમ, ઝીંક, પ્રોટીન, વિટામિન-સી વગેરે મળી આવે છે. જેને રોજિંદા આહારમાં સમાવેશ કરવાથી સ્વાસ્થ્ય ને ઘણા બઘા ફાયદાઓ થાય છે. આ માટે આજે અમે તમને દહીં ખાવાથી થતા સ્વાસ્થ્ય ફાયદાઓ વિષે જણાવીશું.
પાચનક્રિયા સુઘારે: જો તમે કોઈ પણ ખોરાક ખાઓ છો અને તે ખોરાક ઝડપથી પચતો નથી તો રોજિંદા આહારમાં બપોરે એક વાટકી દહીંનો સમાવેશ કરવો જોઈએ, દહીં ખાવાથી ડાયજેશન સિસ્ટમ સક્રિય બને છે જેના કારણે મંદ પડી ગયેલ પાચનક્રિયામાં સુઘારો થાય છે.
કબજિયાત મટાડે: આજને ઘણા લોકો કબજિયાત ની સમસ્યાથી ખુબ જ પીડાઈ રહ્યં છે, તેમના માટે દહીં રામબાણ સાબિત થશે, દહીં ખવાથી પેટ અને આંતરડાની કાર્ય ક્ષમતા વઘારી જુના માં જૂનો કચરો હશે તો તેને પણ ખુબ જ આસાનીથી નીકાળવામાં મદદ કરશે અને કબજિયાત માંથી છુટકાળો અપાવશે.
વજન ઘટાડે: વધારે વજન હોવાથી વ્યક્તિ ઘણી બધી ગંભીર બીમારીના શિકાર બનતા હોય છે. આ માટે વજન ને ઓછું કરવા માટે રોજિંદા આહારમાં ડાયટમાં દહીં નો સમાવેશ કરવો જોઈએ. જે વધી ગયેલ ચરબીના થર ને ઓગાળીને વજન ને ઓછું કરશે. આ મેઈ જો તમે વજન ને ઓછું કરવાના ઘણા પ્રયત્નો કરતા હોય તો દહીં ખાવાનું ચાલુ કરી દો.
તણાવ મુક્તિ આપે: વધારે પડતા કામ અને ટેન્શન ના કારણે વ્યક્તિ ખુબ જ તણાવમાં રહેતો હોય છે તેવા લોકો નિયમિત પણે દહીં ને આહારમાં સમાવેશ કરે છે તો માનસિક તણાવ ઓછો થાય છે અને મન ને શાંતિ મળે છે.
હાડકા મજબૂત બનાવે: હાડકા આપણા મજબૂત રહેવા ખુબ જ રૌરી છે, જયારે પણ હાડકા પોચા થવા લાગે છે ત્યારે સાંધા ના દુખાવા, જોઈન્ટ પેઈન, કમરના દુખાવા, ઢીચણ ના દુખાવા વગેરે જોવા મળે છે જેના કારણે ઉઠવા બેસવા ચાલવામાં માં ઘણી મુશ્કેલી આવે છે.
આ માટે જો તમે રોજિંદા આહારમાં દહીં નો સમાવેશ કરો છો તો તેમાંથી મળી રહેતા પ્રોટીન અને કેલ્શિયમ હાડકાને જરૂરી પોષણ આપશે જેના કારણે હાડકા અંદરથી મજબૂત અને સ્ટ્રોંગ બનશે. માટે દહીંનો સમાવેશ કરીને હાડકા અને જોઈન્ટ ને મજબૂત બનાવી શકાય છે.
વાળને સ્ટ્રોંગ બનાવે: આજે મોટાભાગના લોકો વાળ ખરવા, ખોડો, સફેદ વાળ થી ખુબ જ પરેશાન થઈ ગયા છે. આ માટે જો તમે વાળને લગતી સમસ્યાને દૂર કરવા માંગતા હોય તો રોજે દહીં ખાવાનું ચાલુ કરવું જોઈએ. આ ઉપરાંત વાળમાં દહીં લાગવાથી વાળમાં રહેલ ખોડો દૂર કરી વાળને સિલ્કી બનાવી શકાય છે.
ત્વચામાં નિખાર લાવે: ત્વચામાં ને વિટામિન-સી ની જરૂર હોય છે જે દહીંમાંથી ખુબ જ સરળતાથી મળી રહે છે આ માટે દહીં ને રોજે ખાવાથી ચહેરા પર વૃદ્ધાવસ્થાના ચિન્હો આવતા પણ અટકે છે અને ચહેરા પર નિખાર લાવે છે.