આજના સમયમાં મહિલાઓ હોય કે પુરુષ દરેકને વાળના પ્રત્યે ખુબ જ અબોલ પ્રેમ હોય છે. ખાસ કરીને મહિલાઓને વાળ લાંબા, સિલ્કી અને ભરાવદાર હોય તે સૌથી વધુ ગમે છે. કારણકે વાળના કારણે ચહેરાની સુંદરતા પણ બે ઘણી વઘારે દેખાય છે.

પરંતુ જો કોઈ પણ વ્યક્તિને વાળની સમસ્યા થવાનું શરુ થઈ જાય તો તેમને ઘણી તકલીફનો સામનો કરવો પડતો તેવું જોવા મળે છે. વાળને લગતી સમસ્યા ઘણા બધા કારણો થી થઈ શકે છે, આજના સમયમાં તમે જાણતા હશો કે સૌથી વધુ પ્રદૂષણ જોવા મળી રહ્યું છે તેવામાં આપણે ક્યાંકબહાર નીકળીએ તો ધૂળ અને માટી ઊડતી હોય છે.

તે ધૂળ અને માટી ઉડીને આપણા વાળમાં ચોંટી જાય છે, જેને દૂર કરવા માટે આપણે જાત જાતના શેમ્પુ અને કંડીશનર નો ઉપયોગ કરતા હોઈએ છીએ. તમને જણાવી દઉં કે શેમ્પુમાં કેમિકલ મળી આવે છે જેનો સૌથી વધુ ઉપયોગ કરવાથી આપણા વાળને ઘણું નુકસાન પણ થઈ શકે છે.

આ સિવાય આપણા વાળને પૂરતું પોષણ ના મળી રહે તો વાળ ખરવા લાગતા હોય છે. માથાના વાળ ઓછા થઈ જવાના કારણે માથામાં ઘણી વખત ટાલ પડી ગઈ હોય તેવું જોવા પણ મળતું હોય છે, જે આપણી સુંદરતા ને ખરાબ કરે છે. આ માટે આજે અમે તમને વાળને પૂરતું પોષણ મળી રહે તે માટે અમે તમને એક હેરપેક વિષે જણાવીશું જેનો ઉપયોગ કરવાથી વાળને પૂરતું પોષણ મળશે અને વાળ મજબૂત અને લાંબા થશે.

હર પેક બનાવામાં માટે આપણે દહીંની જરૂર પડશે જે વાળને મજબૂત, લાંબા અને સિલ્કી બનાવી રાખવામાં મદદ કરશે. દહીંમાં વિટામિન-સી, વિટામિન-ઈ, કેલ્શિયમ જેવા અનેક પોષક તત્વોનો ખજાનો મળી આવે છે.

દહીંનો હેરપેક બનાવવાની રીત: આ માટે તમારે સૌથી પહેલા એક કાચનું બાઉલ લઈ લેવાનું છે, હવે એક લીંબુ, ઓલિવ ઓઈલ અને દહીં જોડે રાખે. હવે એક બાઉલમાં ત્રણ ચમચી ઘરે બનાવેલ દહીં લેવાનું છે, ત્યાર પછી તેમાં બે ચમચી ઓલિવ ઓઈલ નાખીને બરાબર હલાવી લો,

હવે તે પેસ્ટને વાળ અને વાળના મૂળમાં લગાવી દો, ત્યાર પછી તેને 35 મિનિટ સુઘી રહેવા દેવાનું છે. 35 મિનિટ થઈ જાય પછી વાળમાં એક લીંબુનું પાણી બનાવીને વાળમાં લગાવી 5 મિનિટ પછી વાળને એકદમ થોડા હૂંફાળા પાણીથી ઘોઈ દેવાનું છે.

આ રીતે વાળમાં હેરપેક લગાવાથી વાળમાં રહેલ માટી અને પ્રદુષણ કીટાણુઓ દૂર થઈ જશે, દહીંનો આ હેરપેક વાળને પૂરતું પોષણ પૂરું પાડશે, જેથી વાળની મજબૂતાઈ પણ વઘશે. વાળ વધુ ખરતા હોય તો હેરપેકનો ઉપયોગ કરીને વાળને ખરતા રોકી શકાય છે.

વાળને લગતી સમસ્યામાં ઘરે જ બનાવેલ ઘીનો ઉપયોગ કરવો જોઈએ જેમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી આવે છે. મહિલાઓ માટે આ હેરપેક ખુબ જ ફાયદાકારક છે, કારણકે આ હેરપેક લાગવાથી વાળ લાંબા, કાળા, મજબૂત અને સિલ્કી બની જશે. આ હેરપેકનો ઉપયોગ કરવાથી 55 વર્ષની ઉંમરે પણ વાળ કાળા અને મજબૂત રહેશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *