આજના આધુનિક યુગમાં ટેક્નોલોજી ખુબ જ વધુ થઈ ગઈ છે તેવામાં દરેક વ્યક્તિએ બેઠા બેઠા બધું જ કામ પતાવી દેતા હોય છે, ટેક્નોલોજી એટલી બધી વિકસિત થઈ ગઈ છે કે એના વગર કોઈ પણ કરવામાં ખુબ જ સમય લાગી છે.
આજે દરેક વ્યક્તિ આખો દિવસ કોમ્પ્યુટર, લેપટોપ અને મોબાઈલમાં કામ કરતા હોઈએ છીએ આજે જયારે આપણે લાંબા સમય સુધી આ વી બધી વસ્તુનો ઉપયોગ કરતા રહીએ છીએ જેના કારણે સૌથી વધુ આંખો પર સ્ટ્રેસ રહે અને ખેંચાણ નો અનુભવ થાય છે.
જેના કારણે આંખોના નીચે કાળા ડાર્ક સર્કલ થઈ જાય છે. જયારે આપણા ચહેરા પર કાળા કુંડાળા થઈ જાય છે ત્યારે વ્યક્તિની ખુબસુરતી ખુબ જ ઓછી થઈ જાય છે. પરંતુ દરેક મહિલા, પુરુષ, યુવક, યુવતી દરેક એવું ઈચ્છતા હોય છે તે તેમની સુંદરતા જળવાઈ રહે.
આ માટે આંખો નીચે ના કાળા ડાર્ક સર્કલ ને દૂર કરવા ખૂબ જ જરૂરી છે. આ માટે રસોડામાં એવી કેટલીક વસ્તુ મળી આવે છે જેનો ઉપયોગ કરીને આંખો નીચેના ડાર્ક સર્કલને દૂર કરીને ચહેરાને સુંદર બનાવી રાખવામાં મદદ કરશે.
ડાર્ક સર્કલ દૂર કરવાનો ઉપાય: આ માટે સૌથી પહેલા એક બાઉલ લપ ત્યાર પછી તેમાં એક ચમચી ચણાનો લોટ લેવાનો છે ત્યાર પછી તેમાં એક અડધી ચમચી ગિલસીન ઉમેરવાનું છે, હવે બંને ને સારી રીતે મિક્સ કરી લો, ત્યાર પછી એક બટાકુ લઈને તેના નાના ટુકડામા છીણીને તેમાંથી રસ નિકાવાનો છે.
હવે તેમાંથી નીકળેલ રસ અડધી ચમચી નાખો. ત્યાર પછી બરાબર તેને મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો, હવે આ પેસ્ટને લગાવતા પહેલા ચહેરાને સાદા પાણી વડે ઘોઈએ લો, ત્યાર પછી આ પેસ્ટને આંખો નીચેના કાળા કુંડાળા માં લગાવી અગ્લી વડે 2-4 મિનિટ મસાજ કરો.
ત્યાર પછી 15-20 મિનિટ થાય ત્યાર પછી તેને ધોઈ લેવાનું છે, આવી રીતે અઠવાડિયામાં ત્રણ થી ચાર વખત કરવાથી નખો નીચેના કાળા કુંડાળા ઓછા થઈ જશે અને 11 દિવસ આ પ્રયોગ કરવાથી તમને ખુબ જ સારું પરિણામ જોવા મળશે.
આંખો નીચેના કાળા કુંડાળા દૂર કરવા માટે નો આ ઉપાય ખુબ જ સરળ અને ખુબ જ અસરકારક સાબિત થશે, જે ચહેરા ની ખોવાઈ ગયેલ સુંદરતાને પાછી લાવી દેશે.