શિયાળામાં શુષ્ક ત્વચાની સમસ્યા સામાન્ય છે. ઠંડા પવનો ત્વચાની ભેજ છીનવી લે છે. જેના કારણે ત્વચા શુષ્ક થઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો, શુષ્ક ત્વચા થવાના અન્ય કારણો પણ હોઈ શકે છે. હા, શરીરમાં વિટામીનની ઉણપને કારણે શુષ્ક ત્વચાની સમસ્યા પણ થઈ શકે છે. તો આવો જાણીએ કે કયા વિટામીનની ઉણપને કારણે ડ્રાય સ્કિનની સમસ્યા થાય છે.
1.વિટામિન B : શરીરમાં વિટામિન-બીની ઉણપથી પણ ત્વચા શુષ્ક થઈ શકે છે. જેના કારણે ચહેરા પર ખીલ , કરચલીઓ, હોઠ સુકાવા લાગે છે. શરીરમાં વિટામિન-બીની ઉણપને દૂર કરવા માટે, લીલા શાકભાજી, ફળો, બરછટ અનાજને આહારમાં સામેલ કરી શકાય છે.
~
2. વિટામિન-C : વિટામિન-C ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. શરીરમાં આ પોષક તત્વોની ઉણપથી ત્વચાની સમસ્યા થઈ શકે છે. તે ત્વચાને હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે. આહારમાં વિટામિન-C વાળા ખોરાકનો સમાવેશ કરીને ત્વચા સંબંધિત સમસ્યાઓથી બચી શકાય છે.
3. વિટામિન-D : સ્વાસ્થ્યની સાથે વિટામિન-D ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. શરીરમાં આ વિટામિનની ઉણપને કારણે ડ્રાય સ્કિનની સમસ્યા થઈ શકે છે. તે ત્વચાને હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે. આ પોષક તત્વોને શરીરમાં પહોંચાડવા માટે નારંગીનો રસ, ઈંડા, માછલી વગેરેનું સેવન કરી શકાય છે.
4. ઓમેગા -3 ફેટી એસિડ્સ : શરીરમાં આ વિટામિન ત્વચાને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. તે ત્વચા પર સોજો, ખંજવાળ દૂર કરવામાં મદદ કરે છે. તંદુરસ્ત ત્વચા માટે માછલી, એવોકાડો, અખરોટ વગેરેનો આહારમાં સમાવેશ કરી શકાય છે.
~
5.કોલેજન : શરીરમાં કોલેજનની ઉણપ પણ શુષ્ક ત્વચાની સમસ્યાનું કારણ બને છે. આ એક પ્રકારનું પ્રોટીન છે, જે ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
જો તમારી ત્વચા પણ શુષ્ક થઈ જાય છે તો તેની પાછળ અહીંયા જણાવેલ વિટામિનની ઉણપ હોઈ શકે છે. જો તમે અહીંયા જણાવેલી વસ્તુઓનું સેવન કરશો તો તમે આ સમસ્યાથી બચી શકો છો.