ગોળ આપણા સ્વાસ્થ્યના સારા બંધારણ માટે ખુબ જ ઉપયોગી છે. ગોળ શેરડી માંથી બનાવામાં આવે છે, આ ઉપરાંત શેરડી માંથી ખાંડ પણ બનાવામાં આવે છે, પરંતુ ખાંડ કરતા ગોળ આપણા સ્વાસ્થ્ય માટે સૌથી સારું માનવામાં આવે છે.
ગોળમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી આવે છે, જેમ કે, આયર્ન, ફોસ્ફરસ, કેલ્શિયમ, પ્રોટીન જેવા ઘણા બધા પોષક તત્વો મળી આવે છે જે પોષક તત્વો આપણે ખાંડ માંથી મળતા નથી માટે ખાંડ ની જગ્યાએ ગોળનું સેવન કરવું સૌથી શ્રેસ્ટ માનવામાં આવે છે.
માટે ગોળનું સેવન આપણે આહારમાં કરવું જોઈએ. ગોળ ખાવાના સૌથી વધુ ફાયદા જોઈતા હોય તો ગોળને સવારે નરણાકાંઠે ઉઠીને ખાલી પેટ ખાવો જોઈએ જેથી આપણાં સ્વાસ્થ્ય ને અનેક ઘણા સ્વાસ્થ્ય લાભો પણ થાય છે. માટે આજે અમે તમને ખાલી પેટ દેશી ગોળનું સેવન કરવાના ફાયદા વિષે જણાવીશું.
દેશી ગોળમાં ભરપૂર માત્રામાં આયર્ન મળી આવે છે જે હીમોગ્લોબિનની ટકાવાળી માં વધારો કરે છે. જે આપણા શરીરમાં રહેલ લોહીને શુદ્ધ કરે છે અને લોહીની માત્રામાં વઘારો કરે છે. લોહીના વિકારથી થતા રોગોને દૂર કરવા માટે દેશી ગોળનું સેવન ખુબ જ ફાયદાકારક છે.
ગોળનું સેવન કરવાથી શરીરમાં ભરપૂર શક્તિ મળી રહે છે. જેથી શરીરમાં થાક લાગતો નથી જેથી નબળાઈ દૂર થાય છે. માટે રોજે એક ટુકડો ગોળનું સેવન ખાલી પેટ કરવું જોઈએ જે શરીરમાં ભરપૂર એનર્જી અને સ્પૂર્તિવાન રાખે છે અને શરીરને અંદરથી મજબૂત બનાવે છે. માટે ભોજન સાથે પણ ગોળનું સેવન કરી શકો છો.
ચહેરાને ચમકદાર બનવી રાખવામાં ગોળનું સેવન કરવું જોઈએ, રોજે દેશી ગોળનું સેવન કરવાથી ખીલ, ડાઘ, ફોલ્લીઓ અને કરચલીને દૂર કરે છે. ગોળ ટોક્સિનને બહાર નીકાળી દે છે, જેથી ચહેરા પર પ્રાકૃતિક નિખાર આવે છે અને ચહેરાને સુંદર અને ચમકદાર બનાવે છે. આ ઉપરાંત વૃદ્ધાવસ્થાના ચિન્હોને ગાયબ કરી દે છે.
આપણે કોઈ પણ ટેન્શન, તણાવ કે ચિંતા ના કારણે આપણે માથાનો દુખાવો વારે વારે થઈ જતો હોય છે. તેમના માટે ગોળનું સેવન કરવું ખુબ જ સારું છે, ગોળનું સેવન કરવાથી માથાનો દુખાવો દૂર થાય છે. દેશી ગોળને ગાયના ઘી સાથે મિક્સ કરીને ખાવાથી માઈગ્રેનના દુખાવામાં રાહત મળે છે.
પેટને લગતી સમસ્યાને દૂર કરવા માટે ગોળ ખાઈ શકાય છે, ગોળનું સેવન કરવાથી ડાયજેશન સિસ્ટમને સુઘારે છે. જેથી પાચનક્રિયા મજબૂત બને છે, જેથી જુના માં જૂની કબજિયાત હોય તો રોજે સવારે ખાલી પેટ દેશી ગોળનું સેવન કરવું જોઈએ. જેથી કબજિયાત દૂર થઈ જાય છે.
શરીરં વાયુ અને પિત્તને લગતી સમસ્યા હોય તો તેને દૂર કરવા માટે દેશી ગોળનું સેવન સૌથી ઉત્તમ માનવામાં આવે છે. માટે ખાલી પેટ ગોળનું સેવન કરવાથી વાયુ અને પિત્તમાં રાહત મળે છે, ગોળમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને ફોસ્ફરસ મળી આવે છે, જે હાડકાને અંદરથી મજબૂત બનાવે છે.
ગોળમાં એન્ટી એલર્જિક તત્વ મળી આવે છે જે દમના રોગમાં ખુબ જ ફાયદાકારક છે, માટે દમના દર્દીએ દેશી ગોળનું સેવન કરવું જોઈએ. દેશી ગોળમાં મળી આવતા પોટેશિયમને લીઘે બલ્ડપ્રેશર પણ નિયંત્રણમાં રહે છે. માટે બલ્ડપ્રેશર દર્દી માટે દેશી ગોળ ખુબ જ ગુણકારી માનવામાં આવે છે.
ગોળ કફની તાસીર વાળા દર્દી માટે ખુબજ લાભદાયક છે કારણકે ગોળની તાસીર ગરમ છે જે કફને તોડીને બહાર નીકાળવામાં મદદ કરે છે. રોજે એક ગોળના ટુકડાનું સેવન સવારે ખાલી પેટ કરવાથી સાઘાના દુખાવા દૂર થાય છે. મહિલાઓ માટે ગોળનું સેવન ખુબ જ ફાયદાકારક છે.
માટે રોજે મહિલાઓએ ખાલી પેટ ગોળનું સેવન કરવું જોઈએ. પુરુષો માટે પણ ગોળનું સેવન કરવું જોઈએ જેથી શરીરમાં શારીરિક કમજોરી દૂર થાય છે અને શક્તિમાં વઘારો થાય છે.