દેશી ચણા શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. દેશી ચણા આપણા વડીલો પહેલા ના સમયમાં રોજે ખાતા હતા. આ માટે જ પહેલા ના સમયના વડીલો નું શરીર એકદમ મજબૂત અને સ્ટ્રોંગ રહેતું હતું. જેના કારણે તે બીમાર પણ ખુબ જ ઓછા પડતા હતા.
દેશી ચણા ને હંમેશા પલાળીને જ ખાવા જોઈએ. તેમાં ખુબ સારા પ્રમાણમાં પોષક તત્વો મળી આવે છે. જેમ કે, કેલ્શિયમ, ફાયબર, પ્રોટીન, વિટામિન-સી, વિટામિન-ઈ, આયર્ન જેવા મહત્વ પૂર્ણ પોષક તત્વો મળી આવે છે, જે શરીરને જરૂરી પોષક તત્વોની કમીને પુરી કરે છે.
પલાળેલા દેશી ચણા રોજે સવારે એક મુઠી ખાવાથી આરોગ્ય સારું રહે છે. આજે અમે તમને પલાળેલા દેશી ચણા ખાવાથી શરીરને થતા સ્વાસ્થ્ય ફાયદાઓ વિષે જણાવીશું. પલાળેલા દેશી ચણા ખાવાથી શરીરમાં ભરપૂર એનર્જી ની સાથે તાકાત અને ઉર્જા પણ મળી રહે છે.
તેમાં ખુબ જ સારી માત્રામાં ફાયબર રહેલ છે જે પેટ ને લગતી દરેક બીમારીઓ ને દૂર કરવામાં મદદ કરે છે. તે વર્ષો જૂની કબજિયાત માંથી પણ છુટકાળો અપાવે છે. એને ખાવાથી પેટ અને આંતરડા બને એકદમ સાફ અને ચોખ્ખા રહે છે.
જો તમને કબજિયાત રહેતો હોય તો દેશી ચણા ખાવા જોઈએ. તેને નિયમિત ખાવાથી પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ વધે છે. આ ઉપરાંત એને દેશી ગોળ સાથે ખાવામાં આવે તો પેશાબમાં થતી બળતરા અને પેશાબને લગતી સમસ્યામાં રાહત થાય છે.
દેશી ચણા ને ખાવા માટે રાતે સુવાના પહેલા એક બાઉલમાં પલાળી ને આખી રાત માટે ઢાંકીને રહેવા દેવાના છે. અને સવારે ઉઠીને તે ચણા ને ચાવી ને ખાઈ લેવાના છે. જો તમે ચાવીને દેશી ચણા ખાઈ લેશો તો એમાંથી મળી આવતું ખુબ જ સારા પ્રમાણમાં પ્રોટીન તત્વ વાળને મજબૂત અને હેલ્ધી બનાવશે.
જેથી વાળને લગતી કોઈ પણ સમસ્યા થશે નહીં. આ સિવાય તમને સ્કિન ને લગતી સમસ્યા હોય તો તે સમસ્યાને પણ દૂર કરે છે. અને સ્કિને હેલ્ધી અને ચમકદાર બનાવે છે. દેશી ચણા ખાવાથી ચહેરા પરની કરચલીઓ દૂર થઈ જાય છે અને લાંબા સમય સુધી સ્કિન ને જુવાન અને સુંદર બનાવી રાખે છે.
જો તમે વજન ને ઓછું કરવા માટે ઘણા પ્રયત્નો કાર્ય છે અને વજન કંટ્રોલમાં આવતું નથી તો નિયમિત પણે રોજે એક મુઠી દેશી પલાળેલા ચણાની ખાવાની શરુ કરી દો જે વજન ને ઓછું કરવામાં મદદરૂપ સાબિત થશે.
તેમાં ખુબ જ સારા પ્રમાણમાં આયર્ન હોય છે જે લોહીને વધારવાની સાથે લોહીને શુદ્ધ રાખે છે અને ચામડીના લગતા અનેક રોગોથી બચાવી રાખે છે. દેશી ચણા હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક છે. તે વધી ગયેલ ખરાબ કોલેસ્ટ્રોલ ની માત્રાને દૂર કરે છે અને હાર્ટ અટેક અને સ્ટ્રોકના જોખમ થી બચાવી રાખે છે.
દેશી ચણા ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીમાં પણ ખાઈ શકાય છે, જે લોહીમાં રહેલ સુગર ની માત્રાને ઘટાડવામાં મદદ કરે છે અને ડાયબિટીસ ને કંટ્રોલમાં રાખે છે. જો તમે રોજે પલાળેલા દેશી ચણા રોજે ખાઓ છો તો તેના અદભુત ફાયદાઓ મળશે.