આપણે પૌષ્ટિક ખાધેલ આહાર આપણા શરીરને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખે છે. પરંતુ આપણી કેટલીક ખાવાની ખરાબ ટેવના કારણે આપણા શરીરમાં ઘણા બધા જેરી પદાર્થો ઉત્પન્ન થાય છે, જેના કારણે શરીરના ઘણા અંગોને નુકસાન થતું હોય છે.
આપણે ખાવામાં આવે કેટલાક ખોરાક ખાઈએ છીએ જેના પરિણામે તે ખોરાક પચતો નથી જેના કારણે તે ખોરાક પણ સડવા લાગે છે, જેથી એની અસર આપણા લીવર પાર પડતી હોય છે, જેના કારણે આપણું લીવર સ્વસ્થ મહસૂસ કરતુ હોય છે.
લીવરમાં વધારે કચરો ભેગો થઈ જવાથી લીવર ખરાબ થઈ શકે છે, આ માટે લીવરને ચોખ્ખું રાખવા શરીરની ડીટોક્સ કરવું જોઈએ, જેથી આપણા શરીરમાં રહેલ હાનિકારક ઝેરી તત્વો પણ દૂર થઈ જાય છે જેથી આપણું આખું શરીર સાફ રહે છે અને લીવરની ગંદકી પણ દૂર કરી લીવર ને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખે છે.
લીવર નો બધો જ કચરો દૂર કરવા માટે અમે તમને એવા ડ્રિન્ક વિષે જણાવીશું જેને પીવાથી લીવર એકદમ ચોખ્ખું થઈ જશે અને બધી જ ગંદકી દૂર થઈ જશે. જે આપણે અનેક નાની મોટી બીમારીમાંથી બચાવી રાખવામાં મદદ કરે છે.
લીવરમાં રહેલ ઝેરી કચરાને દૂર કરવાના ડ્રિન્ક:
શેરડીનો તાજો રસ: શેરડીનો રસ પીવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે જેથી શેરડી આપણા આરોગ્ય માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. એક ગ્લાસ શેરડીનો તાજો રસ પીવાથી આપણા શરીરમાં રોગપ્રિકારક શક્તિમાં વધારો થાય છે. લીવર માટે શેરડી ખુબ જ ગુણકારી માનવામાં આવે છે.
માટે લીવરમાં રહેલ ગંદકીને દૂર કરવા માટે નિયમિત શેરડીનો તાજો રસ પીવો જોઈએ જે લીવરને સાફ અને ચોખ્ખું રાખશે, અને શરીરને ડીટોક્સ કરવામાં મદદ કરશે. શેરડીનો તાજો રસ કમરાના રોગો માટે પણ ખુબ જ ગુણકારી માનવામાં આવે છે.
ગ્રીન વેજિટેબલનો જ્યુસ: આપણા શરીરના સારા સ્વાસ્થ્ય માટે લીલા શાકભાજી વધારે ખાવા જોઈએ. કારણકે લીલા શાકભાજીમાં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે જે આપણા શરીર માટે ખુબ જ આવશ્યક માનવામાં આવે છે, માટે લીલા શાકભાજીના જ્યુસ બનાવીને પીવાથી શરીરમાં રહેલ બધો જ ઝેરી કચરો દૂર કરીને લીવરને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખે છે.
બીટનો જ્યુસ: બીટ આપણા આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારક છે, બીટમાં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે, જેમકે આયર્ન, કેલ્શિયમ, વિટામિન-સી, પોટેશિયમ, ફોસ્ફરસ, જેવા અનેક તત્વોનો સારો સ્ત્રોત મળી આવે છે, જે લોહીને શુદ્ધ કરી લોહીને વધારવાનું કામ કરે છે.
બીટમાં મળી આવતા એન્ટી ઓક્સીડેન્ટ શરીરમાં રહેલ વધારાના હાનિકારક બેક્ટેરિયાને દૂર કરવાનું કામ કરે છે, જે લીવરને ચોખ્ખું બનાવી રાખવામાં મદદ કરે છે, માટે લીવરના સારા સ્વાસ્થ્ય માટે બીટનો જ્યુસ પીવો ખુબ જ ફાયદાકારક છે.
બીટનો જ્યુસ બનાવીને પિવાથી વાળ અને ત્વચાના સારા સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ લાભદાયક છે, બીટને ભોજન સાથે સલાડ ના રૂપમાં પણ ખાઈ શકાય છે, જેથી બીટને રોજિંદા આહારમાં સમાવેશ કરવો જોઈએ. શરીરના સારા સ્વાસ્થ્ય માટે આપણે આપણી ખાણી પીણી નો ખુબ જ ધ્યાન રાખવું જોઈએ.