આખી દુનિયામાં મોટાભગાના લોકો બહારના ફાસ્ટફૂડ અને જંકફૂડ નું સેવન કરે છે, જેમસાલે દાર અને તળેલું હોય છે તે આપણી રોજિંદા જીવનમાં ખલેલ પહોંચાડે છે. આવી સ્થતિમાં આપણા શરીરના બિન જરૂરી હાનિકારક ઝેરી પદાર્થોને દૂર કરવા ખુબ જ જરૂરી બની જાય છે.
આપણી એવી કેટલીક ખરાબ આદત આપણા શરીરમાં તણાવને વધારે છે, જેના કારણે આપણી રોજિંદ જીવનમાં ખરાબ અસર પડી શકે છે, જે આપણા શરીરમાં રહેલ એનર્જી લેવલને પણ ઓછું કરે છે જેથી આપણું શરીર કમજોર પડી જાય છે.
આવી સ્થતિમાં આપણા શરીરમાં રહેલ હાનિકારક ઝેરી તત્વોને બહાર નીકાળવા પડશે આ માટે આપણે શરીરને ડીટોક્સિફાય કરવું પડશે. આવી સ્થતિમાં આપણે એવા ડીટોક્સ ડ્રિન્ક પીવા પડશે શરીરનો વધારાનો બધો જ કચરો સાફ કરી દેશે. આજના સમયમાં શરીરને નિરોગી બનાવી રાખવું હોય તો શરીરને ડીટોક્સ કરવું ખુબ જ જરૂરી બની ગયું છે, તો ચાલો જાણીએ કેટલાક ડીટોક્સ ડ્રિન્ક વિષે.
ડીટોક્સ ડ્રિન્ક:
લીંબુની ડ્રિન્ક: લીંબુમાં વિટામિન-સી સારા પ્રમાણમાં મળી આવે છે, જે આપણી રોગપ્રતિકારક શક્તિને વધારવાનું કામ કરે છે, જે અનેક વાયરલ ઈન્ફેક્શનથી બચાવી રાખવામાં મદદ કરે છે, લીંબુ આપણા શરીરમાં ભરપૂર એનર્જી આપે અને ઉર્જાવાન બનાવી રાખવામાં મદદ કરે છે.
અઠવાડિયામાં બે થી ત્રણ વખત લીંબુનો સરબત બનાવીને પીવાથી આપણા શરીરનો જે કઈ પણ વધારાનો હાનિકારક ઝેરી કચરાને બહાર નીકાળવામાં મદદ કરશે. બિન જરૂરી કચરો બહાર નીકળી જવાથી શરીર ચોખ્ખું અને સાફ રહે છે, માટે આ એક ડ્રિન્ક શરીરને ડીટોક્સિફાય કરવામાં ખુબ જ મદદ રૂપ સાબિત થશે.
આ ઉપરાંત વજન ને કંટ્રોલમાં લાવવા માટે ઘણા લોકો લીંબુ પાણી નો ઉપયોગ કરતા હોય જે ચરબીને ઘટાડીને વજન ને ઓછું કરવામાં મદદ કરે છે, માટે વજન ઓછું કરવા માટે લીંબુ પાણી વરદાનથી ઓછું નથી.
લીંબુ આદુંનો રસ: લીંબુ અને આદું બને આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે. તેમાં ભરપૂર માત્રામાં ગુણ મળી આવે છે, આ માટે એક ચમચી આદુ અને એક ચમચી મીલ્બ્રુનો રસ બંને મિક્સ કરીને પી જવાનું છે, આ બંને ખાઈ લેવાથી શરીરનો બધો કચરો દૂર થઈ જશે અને શરીરને ડીટોક્સિફાય કરશે.
લીંબુ અને આદું મેટાબોલિઝમ રેટમાં વધારીને મજબૂત બનાવે છે અને ફેટને દૂર કરી મોટાપાની સમસ્યા માં રાહત આપે છે. આદુ અને લીંબુનો રસ પી લેવાથી જીદી કફને પણ તોડીને છૂટો કરવામાં મદદ કરે છે. માટે કફની સમસ્યા માં લીંબુ અને આદું રામબાણ સાબિત થાય છે.
શરીરને સાફ અને ચોખ્ખું રાખવા માટે આ બંને વસ્તુ ખઊબ ફાયદાકારક સાબિત થશે. માટે અઠવાડીયામાં ચાર દિવસ કોઈ પણ એક ઉપાય કરીને શરીરનો વધારાનો બધો જ ઝેરી કચરો દૂર કરી દેશે.