હેલ્થ અને ફિટનેસ માટે સમયાંતરે ફેફસાંનું ડિટોક્સિંગ કરતા રહેવું જરૂરી છે. અત્યારના સમયમાં હવામાં વધી રહેલા પ્રદૂષણને કારણે વડીલોથી લઈને બાળકો સુધી શ્વાસની તકલીફ જોવા મળી રહી છે. આપણને પણ તેના વિશે ત્યારે જ ખબર પડે છે
જ્યારે સમસ્યા ખૂબ વધી જાય છે. આથી આવી સમસ્યાઓથી હંમેશા માટે દૂર રહેવા માટે દરરોજ કેટલીક કસરતોની નિયમિત પ્રેક્ટિસ કરવી જરૂરી છે. તો આવો જાણીએ આ કસરતો વિષે.
ફેફસાને કેવી રીતે ડિટોક્સ કરવું: 1- ભ્રમરી પ્રાણાયામ: આ પ્રાણાયામમાં આપણે મગજમાં ભ્રમરની ગુંજન રીતે ગુંજનો અભ્યાસ કરીએ છીએ. આ પ્રાણાયામ અસ્થમાના દર્દીઓને મદદ કરે છે. આ પ્રાણાયામ માટે સૌથી પહેલા તમારી આંખો બંધ રાખીને તમારા ચહેરા ઉપર ઍક સ્મિત રાખો.
ધ્યાન મુદ્રામાં બેસો અને કરોડરજ્જુને સીધી રાખો. તમારી પહેલી આંગળીને તમારા કાન પર રાખો. તમારા કાન અને દાઢી વચ્ચે કોમલાસ્થિ છે. તમારી પહેલી આંગળી તમારી કોમલાસ્થિ પર મુકો.
ઍક ઉંડો શ્વાસ અંદર લો અને શ્વાસ બહાર કાઢો, તેમ ધીરેથી કોમલાસ્થિ દબાવો. જ્યારે તમે મોટો અવાજ કાઢતા હોવ મધમાખી જેવો ત્યારે તમે કોમલાસ્થિ દબાવીને રાખી શકો છો અથવા અંદર બહાર દબાવી શકો છો. આ રીતે શ્વાસ અંદર લો અને 5 થી 6 વાર સરખી રીતે ચાલુ રાખો.
નોંધ: આ પ્રાણાયામ કરતા પહેલા ખાતરી કરો કે તમે કાનની અંદર આંગળી નથી મુકતા અને કોમલાસ્થિ પર મુકો છો. કોમલાસ્થિને ખૂબ જોરથી દબાવવાની જરૂર નથી, હળવેથી દબાવો અને આંગળી છોડી દો.
2- અનુલોમ-વિલોમ: આ પ્રાણાયમ માટે સૌથી પહેલા કોઈપણ આરામદાયક ધ્યાન મુદ્રામાં બેસો અને કરોડરજ્જુને સીધી રાખો. અંગૂઠાનો ઉપયોગ કરીને જમણી નસકોરું બંધ કરો અને બે સેકન્ડ માટે શ્વાસ લો. હવે બંને નસકોરા બંધ કરો અને 4 સેકન્ડ માટે શ્વાસ રોકો.
હવે જમણું નસકોરું બંધ કરીને ડાબા નસકોરા વડે 2 સેકન્ડ માટે શ્વાસ છોડો. આગળના રાઉન્ડ માટે, ડાબા નસકોરા દ્વારા શ્વાસ લેવાનું શરૂ કરો. આવું ઓછામાં ઓછું 3 વખત કરો.

3- રેચક પ્રાણાયામ: સૌથી પહેલા કોઈપણ આરામદાયક ધ્યાન મુદ્રામાં બેસો. કરોડરજ્જુને સીધી રાખો અને આંખો બંધ કરો. ત્યારબાદ 3 સેકન્ડના ધીમા અને લાંબા શ્વાસ સાથે શરુઆત કરો. 6 સેકન્ડ માટે શ્વાસને રોકી રાખો અને પછી ધીમે ધીમે શ્વાસ બહાર કાઢો. થોડા થોડા સમયના અંતરે 3 રાઉન્ડ પ્રેક્ટિસ કરો.