આજના સમયમાં ડાયબિટીસ એક ખતરનાક રોગ માનવામાં આવે છે. ડાયબિટીસ થવાના કારણે વ્યક્તિને ઘણી બધી તકલીફ નો સામનો કરવો પડતો હોય છે. આ એક એવો રોગ છે જે શરીર માટે ગંભીર થઈ શકે છે. જેના પરિણામે ઘણા લોકો મુત્યુને ભેટતા હોય છે.
ડાયબિટીસ રોગ આજે ઘણા લોકોને નાની ઉમરથી જ થઈ જતો હોય છે. ડાયબિટીસ થવા પાછળ આપણી અનિયમિત જીવન શૈલી અને ખાવાની કેટલીક ખરાબ કુટેવો હોવાના કારણે હોઈ શકે છે. લોહીમાં જયારે સુગર ભળે છે ત્યારે ડાયબિટીસ ના શિકાર બનતા હોય છે.
જયારે વ્યક્તિ ખાંડ નું સેવન વધુ માત્રામાં કરતા હોય કે ખાંડ ની બનેલ વાનગીઓ વધુ માત્રામાં ખાતા હોય તેવા ઘણા લોકોને ડાયબિટીસ નો રોગ જોવા મળતો હોય છે. ડાયબિટીસ જેવા ગંભીર રોગને નિયત્રંણમાં રાખવો ખુબ જ જરૂરી છે.
આ માટે રોજિંદા જીવનમાં ખાવા પીવામાં કાળજી રાખવાની સાથે દિવસ દરમિયાન વધુ ચાલવું જોઈએ અને તડકાવા બને તેટલો વધુ સમય બેસવું જોઈએ. આજે અમે તમને એવી કેટલીક વસ્તુઓ વિષે જણાવીશું જેનું સેવન કરવાથી લોહીમાં રહેલ સુગર લેવલ ઘટાડશે અને ડાયબિટીસને નિયત્રંણમાં રાખશે.
તુલસી: તુલસી ઔષધીય ગુણો થી ભરપૂર છે. આ માટે ડાયબિટીસ ને નિયત્રંણમાં રાખવા માટે ખાઈ શકાય છે. જો તમે લોહીમાં રહેલ સુગર ને ઓછું કરવા માંગતા હોય તો રોજે 4-5 તુલસીના તાજા પાન ખાવા જોઈએ. તુલસીના રસમાં ઘણા બધા ઔષઘીય ગુણો મળી આવે છે જે ડાયબિટીસ ને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે.
કડવા લીમડાના પાન: કડવો લીમડો આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારક છે, દરેક વ્યક્તિ જાણે છે કે કડવી વસ્તુ ગમે તેવા રોગને મટાડવામાં સહાયક બને છે, આ માટે રોજે બે લીમડાના પાન ને ચાવી ને ખાવાના છે, જે લોહીમાં ભળી ગયેલ સુગર ને ઓછું કરે છે અને ડાયબિટીસ ને કંટ્રોલ કરે છે. લીમડાના પાન થી ડાયાબિટીસ રોગમાં ઘણી રાહત મળશે.
મેથીદાણા: મેથીદાણા માં ઘણા બધા પોષક તત્વો અને ઔષધીય ગુણો મળી આવે છે, આ માટે રોજે એક ચમચી મેથીદાણા ને પાણીમાં નાખીને આખી રાત પલાળીને રહેવા દો અને સવારે ઉઠીને તે પાણીને પી જઈને તેના દાણા ચાવીને ખાઈ લેવાના છે, મેથીદાણા અને તેનું પાણી પીવાથી સુગર લેવલ કંટ્રોલમાં રહે છે, આ માટે ડાયબિટીસ દર્દી માટે મેથીદાણા ખુબ જ ઉપયોગી સાબિત થઈ શકશે.
જો તમે ડાયબિટીસ ના દર્દી હોય તો ખાવા પીવામાં ખુબ કાળજી રાખવી જોઈએ અને કોઈ પણ વસ્તુ ખાઓ છો તો તે પહેલા ડોક્ટર ની સલાહ લઈને ખાવી જોઈએ. ડાયબિટીસ અવારનવાર વધી જતું હોય તો નિયમિત અંતરે ચેકઅપ કરાવતા રહેવું જોઈએ.