આજના સમયમાં સૌથી ખતરનાક કહેવાતો રોહ તે ડાયબિટીસ છે, જે આપણી કેટલીક ખાવાની ખરાબ ટેવના કારણે થાય છે. આજે મોટાભાગના ઘણા લોકો ડાયબિટીસ રોગથી પીડાઈ રહ્યા છે, તેવામાં નાની ઉંમરના લોકોની સંખ્યા માં દિવસે ને દિવસે વધતી જ જાય છે.
જેને કાબું માં લાવવા માટે રોજે ઇન્સ્યુલિન ના ઇન્જેક્સન પણ લેવા પડતા હોય છે.જેથી સુગર લેવલ નિયત્રંણમાં રહે છે. ડાયબિટીસ રોગમાં રોજે દવા ખાવાની ટેવ પડી જાય છે. પરંતુ આજે અમે તમને એવી વસ્તુઓ વિષે જણાવીશું જેને ખાવાથી થોડા સમય પછી ડાયાબિટીસ ની ગોળીઓ પણ ખાવાની જરૂર નહીં પડે.
ડાયબિટીસ ને કંટ્રોલમાં લાવવા માટે લોહીમાં રહેલ સુગરના પ્રમાણ ને ઓછું કરવું પડશે, લોહીમાં થયો સુગરનું પ્રમાણ ખતમ થઈ જવાથી ડાયાબિટીસ રોગ મૂળમાંથી દૂર થાય છે. આ માટે આ વસ્તુનું સેવન કરવાથી લોહિમાં રહેલ સુગર ને ઓછું કરી શકો છો.
ડાયાબિટીસ જેવા ભયંકર રોગને નિયત્રંણમાં રાખવા માટે રોજે ખાવા પીવામાં ખુબ જ ઘ્યાન રાખવું જોઈએ. આ સાથે બહારના ખોરાક અને ઠંડા ખોરાક ખાવાનું બંધ કરી દેવું જોઈએ. તો ચાલો ડાયાબિટીસ ને કંટ્રોલ કરવાના ઉપાય વિષે જાણીએ.
તુલસી: તુલસીમાં ઘણા બધા ઔષધીય ગુણ મળી આવે છે માટે તેનો ઉપયોગ અનેક પ્રકારની જડીબુટીઓ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો. આ માટે રોજે સવારે ઉઠીને ખાલી પેટ 5 તાજા પાન ખાઈ લેવા જોઈએ. જે લોહીમાં રહેલ સુગરને ઓછું કરવામાં મદદ કરશે અને શરીરમાં રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરશે.
જાંબુના ઢિલીયા: અત્યારે ચાલી રહેલ સીઝનમાં જાંબુ ખુબ જ આસાનીથી મળી રહે છે.આ માટે જાંબુના ઢિલીયા નીકાળીને તેને સુકવી દેવા ત્યાર પછી તેનો પાવડર બનાવી લો, આ પાવડરનું રોજે દિવસમાં બે વખત એક ગ્લાસ પાણી સાથે લેવાનું છે, જે ડાયાબિટીસ જેવા ભયંકર રોગને કંટ્રોલમાં રાખશે.
લીમડાના તાજા પાન: કડવા લીમડાના પાન ના સારા ફાયદા મેળવવા માટે તમારે લીમડાના પાન ને તોડીને તરત જ ખાઈ લેવું જોઈએ આ માટે રોજે સવારે ઉઠીને ત્રણ અને સાંજે ત્રણ પાન ચાવી ચાવીને ખાઈ લેવા જોઈએ. જે ડાયબિટીસ રોગમાં ખુબ જ ફાયદાઓ આપે છે. એનું નિયમિત પણે સેવન કરવાથી સહરીરમાં રહેલ બધો જ હાનિકારક ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. જેથી તે લોહીને પણ શુદ્ધ કરે છે અને ખરાબ કોલેસ્ટ્રોલને પણ દૂર કરે છે જેથી ડાયાબિટીસમાં કાબુ મેળવી શકાય છે.
કારેલું: કારેલા ઘણા બધા પોષક તત્વો મળી આવે છે, કારેલું કડવું હોય છે જે ડાયાબિટીસ દર્દી માટે ખુબ જ ગુણકારી સાબિત થાય છે. આ માટે તમે કારેલાનું જ્યુસ બનાવી ને પી શકો છો. જે સુગર લેવલને નિયત્રંણમાં રાખવામાં મદદ કરશે.
જો તમે પણ ડાયાબિટીસ જેવું રોગોથી પીડાઈ રહ્યા છો તો આ વસ્તુ ખાઈ શકો છો. જે ડાયાબિટીસ ઉપરાંત અન્ય સ્વાસ્થ્ય લાભ પણ થઈ શકે છે. પરંતુ જો તમને ડાયાબિટીસ ખુબ જ વધુ હોય તો ડોકટરની સલાહ લઈને જ આ વસ્તુઓનું સેવન કરવું જોઈએ.