ડાયાબિટીસ કંટ્રોલ ટિપ્સ : ડાયાબિટીસ એક એવો રોગ છે જે શરીરને ખુબ જ કમજોર કરી નાખે છે. આજના સમયમાં ખાવાની ખોટી ટેવના કારણે મોટાભાગે લોકો ડાયાબિટીસ જેવી મોટી બીમારીના શિકાર બનતા હોય છે. આજના સમયમાં ડાયાબિટીસ એક ખતરનાક બીમારી માનવામાં આવે છે. ડાયાબિટીસ કંટ્રોલ ટિપ્સ કરવાની ટિપ્સ જણાવીશું. (Diabetes Control Tips)

લોહીમાં સુગરનું પ્રમાણ વધવાના કારણે ડાયાબિટીસ લેવલ હાઈ થઈ જતું હોય છે. તેવા સમયમાં ઈન્સ્યુલીન લઈને ડાયાબિટીસ લેવલને કંટ્રોલમાં લાવવું પડતું હોય છે. આ બીમારી આજે નાની ઉંમરના વ્યક્તિમાં વધારે જોવા મળી રહી છે. જે ખુબ જ ચિંતાજનક માનવામાં આવે છે.

મધુમેહ ની બીમારી હોય તેવા વ્યક્તિને માથાનો દુખાવો, વારે વારે કોઈ કામ કરતા થાક લાગે, થોડું ચાલે તો પણ થાક લાગે, જેવી સમસ્યાઓ જોવા મળતી હોય છે. જેના કારણે આપણે કોઈ પણ કામ માં મન લાગતું નથી અને બેચેની થતી રહેતી હોય છે.

જયારે કોઈ પણ ડાયાબિટીસ દર્દી થોડું પણ ગળ્યું ખાઈ લે તો થોડી જ વારમાં ડાયબિટીસ વધી જાય છે. ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે આપણે રોજિંદ લાઈફ સ્ટાઈલમાં કેટલાક બદલાવ લઈને પણ કંટ્રોલમાં રાખી શકાય છે. ઓ ચાલો જાણીએ આપણે રોજિંદા જીવનમાં કયા ફેરફાર કરવા જોઈએ.

ડાયબિટીસ દર્દીએ રોજે એક્સ્ટ્રા એકટીવીટી કરવી જોઈએ, આ માટે રોજે એક્સસાઇઝ કરવી જોઈએ. દિવસ દરમિયાન ઓછામાં ઓછી 30 40 મિનિટ કસરત, યોગા અને વોકિંગ કરવું જોઈએ, આ ઉપરાંત તમે એક્સ્ટ્રા એક્ટિવિટીમાં ડાન્સીંગ, સાઈકલિંગ પણ કરી શકાય છે.

ડાયબિટીસ દર્દીએ નિયમિત અંતરે ટેસ્ટિંગ કરાવતું રહેવું જોઈએ, આ સાથે 3 મહિનામાં એક વખત લોહીનો પણ ટેસ્ટ કરાવવો જોઈએ. આ વર્ષમાં એક વખત આખા બોડીનું ચેકઅપ કરાવવું જોઈએ.

સુગર વધારે વધઘટ રહેતું હોય તો ડાયટમાં ખુબ જ ઘ્યાન રાખવું જોઈએ. આ માટે ફાયબરથી ભરપૂર ખોરાક લેવો જોઈએ. આ ઉપરાંત લીલા પાન વાળા શાકભાજી પણ ખાવા જોઈએ. ખાંડ વાળી દરેક વસ્તુ ખાવાની બંધ કરવી જોઈએ. કારેલા, પાલકનું જ્યુશ ડાયાબિટીસ દર્દી માટે ખુબ જ લાભદાયક છે.

જાંબુનું સેવન કરવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. હાલમાં ચાલી રહેલ સીઝનમાં જાંબુ ભરપૂર માત્રામાં મળી આવે છે જેને ખાવાથી સુગર લેવલણે નિયત્રંણમાં રાખી શક્ય છે, માટે ડાયટમાં જાંબુનો સમાવેશ કરવો જોઈએ. જાંબુ ખાધા પછી તેના ઠીલીયા સૂકવીને તેનો બારીક પાવડર કરીને સવારે ખાલી પેટ લેવાથી પણ ફાયદો થાય છે.

રોજિંદા જીવનમાં ખાટા ફળોનો સમાવેશ કરવો જોઈએ જેમાં મોસંબી, લીંબુ, કીવી જેવા ફળો ખાવા જોઈએ જેમાં વિટામિન-સી ખુબ જ સારી માત્રામાં મળી આવે છે. જે બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખવામાં ,મદદ કરે છે.

લીમડો આયુર્વેદિક ગુણોથી ભરપૂર છે, જે મધુમેહ જેવી ભયકંર બીમારીને દૂર કરવામાં મદદ કરે છે. વર્ષોથી લીમડાના પાન ઘણી બધી દવાઓ તરીકે ઉપયોગ કરવામાં આવે છે, આ માટે રોજે સવારે ખાલી પેટ 4-5 કડવા લીમડાના પાન ખાવાથી લોહીમાં રહેલ સુગર ઓછું થાય છે અને ડાયબિટીસ કન્ટ્રોમાં રહે છે. (diabetes control tips)

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *