આજે અમે આ આર્ટિકલમાં તમને વજન કેવી રીતે ઘટાડવું તેના વિશે જણાવીશું. ઘણા લોકો વજન ઘટાડવા માટે ડાયટીંગ કરતા હોય છે. જો તમે યોગ્ય રીતે ડાયટીંગ કરો તો તમારું વજન ખુબ જ ઝડપથી ઉતરી શકે છે.
તમે જયારે પણ વજન ઘટાડવાનું વિચારતા હશો ત્યારે તમે સૌથી પહેલા જીમ જવાનું વઘારે પસંદ કરશો. તે સિવાય તમારે યોગ્ય આહાર લેવો પણ ખુબ જ જરૂરી છે. હેલ્ધી ડાયટ પ્લાન વગર વજન ઘટાડવું થોડું મુશ્કેલ છે. અને તેની સાથે તમે જે એક્સસાઈઝ કરશો તે પણ વ્યર્થ થઈ શકે છે.
વજન ને ઘટાડવા માટે તમે ડાયેટ માં ઓછી કેલરીવાળા ખોરાકનો સમાવેશ કરો. આપણે તળેલું અને શેકેલો ખોરાક ખાઈએ છીએ અને બહારનું જંકફૂડ નું સેવન કરીએ છીએ. જે શરીરમાં ચરબી વઘારવામાં મદદ કરે છે અને ચરબી વઘવાથી સ્વાસ્થ્યને અનેક સમસ્યા પણ થવા લાગે છે.
ઘણા લોકો એવું માનતા હોય છે કે ભૂખ્યા રહેવાથી વજન ઓછું થઈ જાય છે. પરંતુ જો તમે ભુખ્યા રહો તો શરીરમાં નબળાઈ આવી જાય છે. માટે અમે તમારા માટે બહુ જ સરસ ડાયટ પ્લાન લઈને આવ્યા છીએ જે વજન ને ઘટાડવામાં મદદ કરશે.
તમે સવારે ઉઠો ત્યારે સૌથી પહેલા બે અંજીર ખાઈ જવા અને આદું વાળી ચા બનાવી ને પીવી. તે ચા માં માત્ર અડધી ચમચી ખાંડ નાખવી. દરરોજ સવારે 30-35 મિનિટ ચાલવું જોઈએ. તમારે ઝડપથી ચાલવાનું છે. જેથી તમારી કેલરી બર્ન થશે અને તમારું વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થશે.
સવારના નાસ્તો : સવારના નાસ્તો 8-9 વાગ્યે કરવો તેમાં તમારે એક વાટકી દૂઘ લેવું, તેમાં એક ચમચી ખાંડ અને તેમાં ઓટ્સ નાખીને હલાવીને સેવન કરવું. આમ કરવાથી ચરબી ઓછી થશે. અને વજન ઘટાડવામાં મદદ મળશે. સવારનો નાસ્તો કરી લીઘા પછી બે કલાક પછી 1 કપ ગ્રીન ટી પીવી જોઈએ. તેની સાથે તમે કોઈ પણ ફળનું સેવન કરવું. આ ઉપરાંત તમે ડ્રાયફૂટ નું સેવન પણ કરી શકો છો.
બપોરનું ભોજન : બપોરનું ભોજન તમારે 12 થી 1:30 વાગ્યા સુઘીમાં લઈ લેવું. બપોરના ભોજનમાં ઓછા તેલવાળું શાક, એક કે દોઠ રોટલીનું સેવન કરવું. બાફેલી શાકભાજી નું સેવન વજન ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત સલાડમાં લીબું અને સિંઘાલૂ મીઠું નાખીને ખાવાથી પણ લાભ થાય છે. જમ્યા પછી ચાલવાની તેવા રાખવી જોઈએ અને જમ્યા પછી તરત ક્યારેય ઊંઘવું નહીં.
સાંજે 4 વાગે ચા પીવી : મોટાભાગના લોકોને સાંજે ચા પીવાની આદત હોય છે. માટે સાંજે 1 કપ ચા માં આદું નાખીને પીવાથી વજન ઘટાડવામાં મદદ કરે છે. દરરોજ સેવન કરવાથી ઘણો ફાયદો થાય છે.
સાંજે 7 વાગે : સાંજે 7 વાગે ટામેટા નો સૂપ અથવા વેજીટેબલનો સૂપ બનાવી ને પીવો જોઈએ. સૂપમાં કોઈ પણ પ્રકારની ક્રીમ નો ઉપયોગ ન કરવો. કચુંબર અથવા ફળોનું સલાડ બનાવીને તેમાં સિંઘાલું મીઠું નાખીને ખાઈ શકો.
રાત્રિનું ભોજન : રાત્રિનું ભોજન એકદમ હળવું હોવું જોઈએ. ઘી અને તેલની ઓછી માત્રા વાળો ખોરાક ખાવો જોઈએ. તમે 1 રોટલી અને લીલા શાકભાજીનું શાક ખાવું જોઈએ. તમે ઘી વગરની પણ રોટલી ખાઈ શકો છો.
આ ઉપરાંત તમારે તમારા આહારમાં વઘારે સલાડનું સેવન કરવું ફાયદાકારક રહેશે. રાત્રીનું ભોજન કર્યા પછી થોડી વાર ચાલવું વધુ સારું છે. જો તમારે પણ વજન ઘટાડવું હોય તો તમે પણ તમારી દિનચર્યા માં અમે જણાવ્યા અનુસાર ડાયટ પ્લાન નો ઉપયોગ કરીને વજન ઘટાડી શકો છો.